Madhya Pradesh/ એપ્રિલફુલ બનાવવામાં એક 18 વર્ષના વિદ્યાર્થીનો જીવ ગયો

દુનિયાભરમાં 1 એપ્રિલે એપ્રિલ ફૂલ મનાવવામાં આવે છે. આ દિવસે ઘણા લોકો તેમના ખાસ લોકોને અલગ અલગ અંદાજમાં એપ્રિલફૂલ બનાવે છે. પરંતુ તેમનો ઉદ્દેશ્ય માત્ર મજાક કરવાનો જ હોય છે.

India school Trending
Cricket Tutorials YouTube Thumbnail 3 1 એપ્રિલફુલ બનાવવામાં એક 18 વર્ષના વિદ્યાર્થીનો જીવ ગયો

દુનિયાભરમાં 1 એપ્રિલે એપ્રિલ ફૂલ મનાવવામાં આવે છે. આ દિવસે ઘણા લોકો તેમના ખાસ લોકોને અલગ અલગ અંદાજમાં એપ્રિલફૂલ બનાવે છે. પરંતુ તેમનો ઉદ્દેશ્ય માત્ર મજાક કરવાનો જ હોય છે. પણ ક્યારેક મજાક કરવુ એવી રીતે ભારે પડી જાય છે કે તે જીંદગી ભર યાદ રહી જતુ હોય છે. એવી જ ઘટના ઈન્દોરથી સામે આવી છે. અહીં એક વિદ્યાર્થીએ તેમના મિત્રને વીડિયો કોલ કર્યો હતો. જેમાં તે એક ફાંસીનો ફંદો બનાવ્યો અને ભુલથી ટેબલ ખસી ગયું અને વિદ્યાર્થીના ગળામાં ફસાઇ ગયો અને તેમાં વિદ્યાર્થીનું મોત નિપજ્યું.

એપ્રિલફૂલ બનાવવા માટે કર્યો હતો વીડિયો કોલ : 
તમને જણાવી દઇએ કે મિત્રને એપ્રિલફૂલ બનાવતી વખતે મોટી ઘટના ઘટી.એપ્રિલફૂલ બનાવવા જતા ફાસીનો ફંદો ગળામાં ફસાઇ જવાથી 18 વર્ષના વિદ્યાર્થીએ જીવ ગુમાવ્યો. એક અધીકારી દ્વારા મંગળવારે આ માહિતી આપવામાં આવી હતી.એડિશનલ ડેપ્યુટી કમિશનર ઑફ પોલીસ રાજેસ દાંડોટિયાએ જણાવ્યુ હતું કે અભિષેક રઘુવંશીએે સોમવારે મલ્હારગંજ પોલીસ સ્ટેશન વિસ્તારમાં એક મિત્રને વીડિયો કોલ કર્યો હતો. વિદ્યાર્થીએ એપ્રિલફૂલ બનાવવા માટે તેના મિત્રને વીડિયો કોલ કર્યો હતો.

આકસ્મિક રીતે ટેબલ ખસી ગયુ : 
વીડિયો કોલ દરમિયાન વિદ્યાર્થીએ તેના ગળામાં ફાંસો બાંધ્યો અને આત્માહત્યાનું નાટક કરવા લાગ્યો. તેમણે જણાવ્યુ કે આ દરમિયાન રધુંવશી જે ટેબર પર ઉભો હતો તે આકસ્મિક રીતે ખસી ગયુ. એને તે હવામાં લટકવા લાગ્યો અને તરત જ તેના ગળામાં ફાંસો આવી ગયો અને તે મૃત્યુ પામ્યો. દાંડોટિયાએ કહ્યુ કે રધુવંશી વહીવટીતંત્રના સબ- ડિવિઝન મેજિસ્ટ્રેટ (SDM)ના ડ્રાઇવરનો પુત્ર હતો. તેમણે કહ્યુ કે હાલ આ ઘટના સ્થળને સીલ કરી દેવામાં આવ્યુ છે. અને વિદ્યાર્થીના મૃતદેહનું પોસ્ટમાર્ટમ કરવામાં આવી રહ્યુ છે.


whatsapp ad White Font big size 2 4 બળાત્કાર એ બળાત્કાર છે, ભલે પતિ પત્ની સાથે કરે: ગુજરાત હાઈકોર્ટ


આ પણ વાંચો:કાસ્ટિંગ કાઉચ પર છલકાયું ટી.વી. અભિનેત્રીનું દર્દ

આ પણ વાંચો:અભિનેત્રી સારા અલી ખાનની જોવા મળી ઉદારતા

આ પણ વાંચો:સાઉથના અભિનેતાનું 48 વર્ષે હાર્ટ એટેકથી મોત