Bollywood News: બોલિવૂડ અભિનેત્રી સારા અલી ખાને પોતાની કારકિર્દીમાં થોડાક સમયમાં જ ઘણું નામ કમાઈ લીધું છે. અભિનેત્રીને અંગત રીતે પણ લોકોને મળવાનું પસંદ કરે છે. મુસ્લિમ પરિવારમાંથી આવી હોવા છતાં અભિનેત્રી મંદિરોમાં દર્શન કરવા જાય છે. આ માટે તેને ક્યારેક લોકોની ટીકાનો સામનો કરવો પડે છે.
પરંતુ સારાને હંમેશા લોકોને મળવાનું પસંદ છે. હવે અભિનેત્રીનો વધુ એક વીડિયો સામે આવ્યો છે જેમાં તે જરૂરિયાતમંદોની મદદ કરતી જોવા મળી રહી છે. સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહેલા વીડિયોમાં જોઈ શકાય છે કે સારા અલી ખાન કેવી રીતે એક સામાન્ય છોકરીની જેમ રોડ કિનારે ઊભી છે અને જરૂરિયાતમંદ લોકોને ભોજનનું વિતરણ કરી રહી છે. તે એક પછી એક બધાની તબિયત વિશે પૂછી રહી છે.
આ દરમિયાન જરૂરિયાતમંદ લોકો પણ તેને આશીર્વાદ આપતા જોવા મળે છે. વીડિયોના અંતમાં જોઈ શકાય છે કે કેવી રીતે સારા અલી ખાન બધાની નજરથી છુપાવીને કારમાં બેસીને ત્યાંથી આગળ વધે છે.
આ પણ વાંચો:સાઉથના અભિનેતાનું 48 વર્ષે હાર્ટ એટેકથી મોત
આ પણ વાંચો:અભિનેતા આયુષ્માન ખુરાનાની નવી પહેલ,કહ્યું ‘સમાવેશક સમાજને બધાએ સ્વીકારવો જોઈએ’
આ પણ વાંચો:અલ્લુ અર્જુને રામ ચરણ સાથે ‘નાટુ-નાટુ’ પર જોરદાર ડાન્સ કર્યો, જન્મદિવસની પાર્ટીમાં ધૂમ મચાવી
