Death/ સાઉથના અભિનેતાનું 48 વર્ષે હાર્ટ એટેકથી મોત

ડેનિયલના આજે અંતિમ સંસ્કાર થશે, ફિલ્મી હસ્તીઓ શ્રદ્ધાંજલિ અર્પણ કરવા હાજરી આપશે. ડેનિયલ છેલ્લા ત્રણ દાયકાથી ઈન્ડસ્ટ્રીમાં કામ કરી રહ્યા હતા. તેમની………..

Entertainment

તમિલ અને મલયાલમ ફિલ્મોમાં કામ કરતા એક્ટર ડેનિયલ બાલાજીનું નિધન થયું છે. મળતી માહિતી મુજબ ડેનિયલ બાલાજીને હાર્ટ એટેક આવતા મોત થયું હતું. છાતીમાં દુ:ખાવો થતાં તેમને ચેન્નાઈની હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા.

48 વર્ષીય ડેનિયલનું અચાનક મોત થતાં તેમના ચાહકો દુખી થયા છે. સોશિયલ મીડિયા પર તેમના ફેન્સ શ્રદ્ધાંજલિ અર્પણ કરી રહ્યા છે. ડાયરેક્ટર મોહન રાજાએ ડેનિયલ બાલાજીના નિધન પર શોક વ્યક્ત કરતાં કહ્યું કે, ખૂબ જ દુખદ સમાચાર છે. તેઓ મારા માટે ફિલ્મ ઈન્સ્ટીટ્યુટ જોઈન કરવા માટે પ્રેરણાદાયક હતા. હું એમની સાથે કામ કરી નહીં શકું. તેમની આત્માને શાંતિ મળે.

ડેનિયલના આજે અંતિમ સંસ્કાર થશે, ફિલ્મી હસ્તીઓ શ્રદ્ધાંજલિ અર્પણ કરવા હાજરી આપશે. ડેનિયલ છેલ્લા ત્રણ દાયકાથી ઈન્ડસ્ટ્રીમાં કામ કરી રહ્યા હતા. તેમની પ્રથમ ફિલ્મ મારૂધનાયગમ હતી. જે ક્યારેય રીલિઝ થઈ નહોતી. પછી ટી.વી.માં ચિઠ્ઠી સીરિયલથી ફેમસ થયા હતા. કાખા કાખા, એપ્રિલ માધાથિલ જેવી ફિલ્મોમાં કામ કર્યું હતું.


whatsapp ad White Font big size 2 4 બળાત્કાર એ બળાત્કાર છે, ભલે પતિ પત્ની સાથે કરે: ગુજરાત હાઈકોર્ટ


આ પણ વાંચો:મોબાઈલ ફોનનો ઉપયોગ કરતા લોકો સરકારની મહત્વની સૂચના

આ પણ વાંચો:રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મૂ 5 મહાન વિભૂતિઓને ભારતરત્નથી કરશે સન્માનિત

આ પણ વાંચો:રાજ્યમાં કાળઝાળ ગરમી વચ્ચે લોકોને થશે રાહત, બેવડી ઋતુની આગાહી