Bollywood/ ગૌહર ખાને ઝૈદ દરબાર સાથેના રિલેશન પર લગાવી મહોર, સગાઈનો પહેલો ફોટો કર્યો શેર

પ્રખ્યાત ટીવી અભિનેત્રી ગૌહર ખાન અને ઇસ્માઇલ દરબારના પુત્ર ઝૈદના લગ્ન અંગે સતત સમાચાર  મળી રહ્યા હતા. હવે ખુદ અભિનેત્રીએ તેમના સંબંધોની પુષ્ટિ કરી છે. તેણે સગાઈનો ફોટો ઝૈદ સાથે શેર કર્યો છે,

Entertainment

પ્રખ્યાત ટીવી અભિનેત્રી ગૌહર ખાન અને ઇસ્માઇલ દરબારના પુત્ર ઝૈદના લગ્ન અંગે સતત સમાચાર  મળી રહ્યા હતા. હવે ખુદ અભિનેત્રીએ તેમના સંબંધોની પુષ્ટિ કરી છે. તેણે સગાઈનો ફોટો ઝૈદ સાથે શેર કર્યો છે, જે સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે.

https://www.instagram.com/p/CHMpgX7nOGk/?utm_source=ig_web_copy_link

ગૌહર ખાને શેર કરેલા ફોટામાં, તેને બેલૂન પર લખ્યું છે, ‘જ્યારે તેણે હા પાડી.’ એટલે કે ગૌહરે ઝૈદને નિકાહ માટે હા પાડી દીધી. આ સાથે તેણે કેપ્શનમાં સગાઈની રીંગ સાથે ઇમોજી પણ બનાવ્યો છે.

આ પણ વાંચો : અંકિતા લોખંડેએ કરવા ચોથ પર પહેરી લાલ સાડી, તો યુઝર્સે કહ્યું – તમે સુશાંતને યાદ…

https://www.instagram.com/p/CGtzLRZHkZY/?utm_source=ig_web_copy_link

સમાચાર મુજબ ગૌહર અને ઝૈદ આ વર્ષે ડિસેમ્બરમાં લગ્ન કરશે. લગ્ન 24 ડિસેમ્બરે હશે, જેનું ફંક્શન મુંબઇની એક હોટલમાં કરવામાં આવશે.

આ પણ વાંચો : અર્નબ ગોસ્વામીને 14 દિવસની ન્યાયિક કસ્ટડી, જબરદસ્તીના આરોપોને કોર્ટનો રદિયો

થોડા દિવસો પહેલા કપલ ગોવા પણ ગયા હતા, જ્યાં બંને પ્રી-વેડિંગ શૂટિંગ માટે ગયા હતા. ‘બિગ બોસ 14’ ની બહાર આવ્યા બાદ ગૌહરે ઝૈદનો જન્મદિવસ પણ ધાણી સાથે ઉજવ્યો હતો. ગૌહરે પણ ઉજવણીની તસ્વીરો  શેર કરી હતી જેમાં બંને સાથે ખુબ ખુશ જોવા મળ્યાં હતાં.