Technology News: શું તમે ઈન્ટરનેટ બ્રાઉઝિંગ માટે ગૂગલ ક્રોમનો વપરાશ કરો છો? જો ઉપયોગ કરતા હોય તો સાવધાન થઈ જાઓ. હેકર્સ તમારો પર્સનલ ડેટાથી લઈ બ્રાઉઝરને આખી રીતે ક્રેસ કરી શકે છે. ભારત સરકારની સાયબર સુરક્ષા એજન્સી, CERT-Inએ ગૂગલ ક્રોમનો વપરાશકર્તાઓને ચેતવણી આપી છે.
CERT-Inએ વિન્ડોઝ અને મેક ઓપરેટિંગ સિસ્ટમમાં 122.0.6261.11/2માં પહેલેથી રહેલી ખામીઓ બતાઈ છે. આ ખામીઓને સેવરિટી ઓફ હાઈ રેટિંગ સાથે લિસ્ટ કરવામાં આવી છે. જેવા લીધે વપરાશકર્તાઓ પર જોખમ રહેલું છે.
During #CybersecurityAwarenessMonth and beyond, what can you do to make sure you stay safe online? We talked to #Chrome security engineers to share some advice.
Find their tips and learn about a few of the features that help keep you secure by default: https://t.co/U3BUmdRR8n
— Chrome (@googlechrome) October 26, 2022
CERT-Inએ Vulnerabilityનોટ CIVN-2024-0085 ગૂગલ ક્રોમ બ્રાઉઝરમાં શોધવામાં આવેલી ખામીઓને ડિટેઈલમાં બતાવે છે. બેકર્સ આ ખામીઓનો ફાયદો ઉઠાવી ડેટા ચોરી કરી શકે છે. તમારી પૂરી સિસ્ટમને કંટ્રોલ કરી શકે છે.
FedCM
આ બગ ‘યુઝ આફટર ફ્રી’ ફિચરમાં મળ્યું છે. જેનો ઉપયોગ કરી હેકર્સ બ્રાઉઝરની મેમરીમાં ફેરબદલ કરી શકે છે. કોડને એડિટ પણ કરી શકે છે.
ગૂગલ ક્રોમના જાવા સ્ક્રીપ્ટ એન્જીનમાં V8માં Out of bounds memory access અને Inappropriate implementation થી જોડાયેલી ખામીઓ પણ રિપોર્ટમાં બતાઈ છે. જે ઘણું જોખમકારક છે.
બ્રાઉઝરને જલ્દીથી અપડેટ કરવું
CERT-In મુજબ, એક યુઝર જ્યારે વેબપેજ પર વિઝિટ કરે છે ત્યારે તેમાં રહેલી ખામીઓનો ભરપૂર ફાયદો ઉઠાવી શકે છે. તમારી સિસ્ટમ હેક કરી શકે છે. જો તમે ગૂગલ ક્રોમ વાપરો છો તો તેને ફટાફટ અપડેટ કરી લો.
આ પણ વાંચોઃIPL 2024/ રોહિત શર્મા ચેન્નાઈ સુપર કિંગ્સ તરફથી રમશે? રાયડુના નિવેદનથી ખળભળાટ
આ પણ વાંચોઃમણિપુર હિંસા મુદ્દે ફાઇટર ચેમ્પિયન ચુંગરેંગ કોરેનનો એક વીડિયો સામે આવ્યો
આ પણ વાંચોઃMurder Case/ ભુજના મોટા રેહા ગામે યુવકની તિક્ષ્ણ હથિયારોથી નિર્મમ હત્યા