Tech & Auto News : આઇફોન (iPhone) યુઝર્સ માટે સિરી (Siri) એક અત્યંત ઉપયોગી વોઇસ આસિસ્ટન્ટ છે, પરંતુ જો તમે વર્ષોથી તેનો એક જ અવાજ સાંભળીને કંટાળી ગયા હોવ, તો હવે તમે તેને સરળતાથી ચેન્જ કરી શકો છો. Apple પોતાના યુઝર્સને Siri ની ભાષા અને તેના બોલવાના અવાજ (Voice & Accent) માં ફેરફાર કરવાની ઇન-બિલ્ટ સુવિધાઓ આપે છે, જેના માટે કોઈ પણ થર્ડ-પાર્ટી એપ્લિકેશન ડાઉનલોડ કરવાની જરૂર પડતી નથી.
iPhone માં Siri નો Voice અને Language બદલવાની સ્ટેપ-બાય-સ્ટેપ રીત
સૌથી સરળ સેટિંગ્સ દ્વારા તમે તમારા આસિસ્ટન્ટને નવો લુક અને ટોન આપી શકો છો
સેટિંગ્સ મેનૂમાં જાઓ તમારા આઇફોનના Settings માં જઈને Apple Intelligence & Siri (અથવા Siri) વિકલ્પ પર ટેપ કરો.
નવો અવાજ પસંદ કરો: Siri Voice ના ઓપ્શનમાં જઈને તમને ગમતો અવાજ અને જે-તે દેશનો એક્સેન્ટ (Accent) સિલેક્ટ કરો. જો નવો અવાજ ડાઉનલોડ થાય તો ઇન્ટરનેટ કનેક્શન ચાલુ રાખો.
ભાષા બદલો: જો તમે અન્ય ભાષામાં વાર્તાલાપ કરવા માંગતા હોવ તો Language વિકલ્પમાં જઈને તમારી પસંદગીની ભાષા પસંદ કરી શકો છો.Siri નો અવાજ બદલવાથી ફોનની રિંગટોન, નોટિફિકેશન કે મીડિયા વોલ્યુમમાં કોઈ ફેરફાર થતો નથી.જો તમારા ફોનમાં આ વિકલ્પ દેખાતો ન હોય તો તમારા આઇફોનને લેટેસ્ટ iOS વર્ઝન પર અપડેટ કરી લેવું હિતાવહ છે.
આ પણ વાંચો :ઈન્સ્ટાગ્રામ પર કથિત ચાઈલ્ડ એબ્યુઝ એડ્સ મામલે NCPCR લાલઘૂમ; મેટા ઈન્ડિયાના કન્ટ્રી હેડને પાઠવાયું સમન્સ
આ પણ વાંચો :‘Zombie Accounts’ નો ખતરો! તમારી એક નાની ભૂલથી થઈ શકે છે મોટું આર્થિક નુકસાન, જાણો બચવાના ઉપાયો
