Tech News/ ‘Zombie Accounts’ નો ખતરો! તમારી એક નાની ભૂલથી થઈ શકે છે મોટું આર્થિક નુકસાન, જાણો બચવાના ઉપાયો

ઓનલાઈન શોપિંગ અને ગેમિંગ એપ્સના ઉપયોગ બાદ ભૂલાઈ ગયેલા ‘Zombie Accounts’ સાયબર ફ્રોડનું કારણ બની શકે છે. જાણો કેવી રીતે તમારો ડેટા લીક થાય છે અને તેનાથી બચવાના શ્રેષ્ઠ ઉપાયો.

Tech & Auto
Zombie Accounts, Cyber Security, Data Leak, Cyber Crime, Online Fraud, Password Protection, Tech News Gujarati, Safety Tips, Breaking News.

Tech & Auto News : આજના આધુનિક ઇન્ટરનેટ યુગમાં વિવિધ પ્રકારની ઓનલાઇન શોપિંગ સાઇટ્સ, ગેમિંગ એપ્સ કે ટૂંકા ગાળાના ફ્રી ટ્રાયલ માટે પ્રોફાઇલ બનાવવાનો ક્રેઝ ખૂબ વધી ગયો છે. કામ પૂરું થયા બાદ યુઝર્સ આ જૂના ખાતાઓને ભૂલી જાય છે, પરંતુ ડિજિટલ વર્લ્ડમાં નિષ્ક્રિય પડેલા આ ખાતાઓ ‘ઝોમ્બી એકાઉન્ટ્સ’ (zombie accounts) તરીકે ઓળખાય છે. આ અવાવરૂ પડેલા પ્રોફાઇલ્સ સાયબર ક્રિમિનલ્સ (Cybercriminals) માટે ખુલ્લું આમંત્રણ સાબિત થાય છે અને તમારી અજાણતાનો ફાયદો ઉઠાવીને હેકર્સ તમારું બેંક એકાઉન્ટ ખાલી કરી શકે છે.

zombie accounts : જૂના પ્રોફાઇલ્સમાંથી અંગત ડેટા લીક થવાનું ગંભીર જોખમ

જ્યારે તમે કોઈ એપ્લિકેશન કે પોર્ટલનો ઉપયોગ કરવાનું બંધ કરો છો, ત્યારે પણ તમારું નામ, મોબાઈલ નંબર, ઘરનું સરનામું અને ઈમેઈલ આઈડી તેના સર્વર પર સચવાયેલા રહે છે. જ્યારે પણ તે પ્લેટફોર્મ પર કોઈ સિક્યુરિટી બ્રીચ અથવા ડેટા લીક થાય છે, ત્યારે હેકર્સ આ જૂના એકાઉન્ટ્સમાંથી તમારો ડેટા સહેલાઈથી ચોરી લે છે.

એક સરખો પાસવર્ડ રાખવાની ટેવ પડી શકે છે ભારે

મોટાભાગના લોકો યાદ રાખવાની સરળતા ખાતર તમામ એપ્સ અને બેંકિંગ પોર્ટલ્સ માટે એક જ પાસવર્ડ વાપરવાની ભૂલ કરે છે. જો તમારા ભૂતકાળના કોઈ નિષ્ક્રિય એકાઉન્ટનો પાસવર્ડ ડાર્ક વેબ પર લીક થઈ જાય, તો સાયબર ગુનેગારો તે જ લોગિન ડિટેલ્સનો ઉપયોગ કરીને તમારા હાલના મુખ્ય ઈમેઈલ કે સોશિયલ મીડિયા એકાઉન્ટ્સમાં સહેલાઈથી ઘૂસણખોરી કરી લે છે.

ડિજિટલ સુરક્ષા સુનિશ્ચિત કરવા માટે કયા પગલાં લેવા?

માત્ર એપ્લિકેશન અનઇન્સ્ટોલ કરવાથી કે લોગઆઉટ કરવાથી જોખમ ટળતું નથી. સાયબર એટેકથી બચવા માટે નીચે મુજબના સાવચેતીના પગલાં ભરવા અનિવાર્ય છે

કાયમી ડિલીટ કરો: જે શોપિંગ કે ગેમિંગ એપ્સનો ઉપયોગ બંધ થઈ ગયો હોય તેના સેટિંગ્સમાં જઈને એકાઉન્ટ ‘Permanently Delete’ કરો.

પેમેન્ટ ડિટેલ્સ રિમૂવ કરો: કોઈપણ ખાતું બંધ કરતા પહેલાં તેમાંથી સેવ કરેલા ક્રેડિટ કે ડેબિટ કાર્ડ અને UPI આઈડીની વિગતો તરત હટાવી દો.

ટુ- ફેક્ટર ઓથેન્ટિકેશન (2FA): જે એકાઉન્ટ્સ ડિલીટ ન થઈ શકે તેમ હોય તેમાં જટિલ પાસવર્ડ સેટ કરો અને 2FA ફીચર ચાલુ રાખો.


આ પણ વાંચો :iPhone 18 Pro Max ની લોન્ચિંગ પહેલાં વિગતો લીક! જાણો કેમેરા, બેટરી અને ફીચર્સ

આ પણ વાંચો :Jio ની ધમાકેદાર એનિવર્સરી ઓફર! જાણો OTT સહિત અનેક મોટા ફાયદા

આ પણ વાંચો :ChatGPT વાપરતા ફ્રી યુઝર્સ માટે મોટું અપડેટ: હવે જવાબની નીચે દેખાશે Sponsored Ads