Tech News/ ઈન્સ્ટાગ્રામ પર કથિત ચાઈલ્ડ એબ્યુઝ એડ્સ મામલે NCPCR લાલઘૂમ; મેટા ઈન્ડિયાના કન્ટ્રી હેડને પાઠવાયું સમન્સ

ઈન્સ્ટાગ્રામ પર ચાઈલ્ડ સેક્સ્યુઅલ એબ્યુઝ મટીરીયલ (CSEAM) ની જાહેરાતો પ્રદર્શિત થવાના મામલે NCPCR એ મેટા (Meta)ઈન્ડિયાના ટોચના અધિકારીને સમન્સ પાઠવ્યું છે. POCSO એક્ટ હેઠળ ઔપચારિક તપાસ શરૂ કરાઈ છે.

Tech & Auto
Meta Controversy ads on Instagram

Tech & Auto News : ઈન્સ્ટાગ્રામ પર બાળકોના કથિત જાતીય શોષણ અને દુર્વ્યવહાર (CSEAM) સાથે જોડાયેલી વાંધાજનક સામગ્રીની જાહેરાતો પ્રદર્શિત થવાના ગંભીર મામલે રાષ્ટ્રીય બાળ અધિકાર સંરક્ષણ આયોગ (NCPCR) એ કડક વલણ અપનાવ્યું છે. આયોગે મેટા (Meta) ઈન્ડિયાના મેનેજિંગ ડાયરેક્ટર અને કન્ટ્રી હેડને સમન્સ પાઠવીને 9 સપ્ટેમ્બરે રૂબરૂ હાજર થવા આદેશ આપ્યો છે. BBC Eye ના વિવાદાસ્પદ રિપોર્ટ બાદ આયોગે પ્લેટફોર્મની આંતરિક પ્રણાલી અને નિયમોની નિષ્ફળતા અંગે ઔપચારિક તપાસના ચક્રગતિમાન કર્યા છે.

Meta : POCSO એક્ટ હેઠળ તપાસ અને એડિટોરિયલ સિસ્ટમ પર સવાલો

NCPCR ની તપાસમાં મુખ્યત્વે એ બાબત પર ધ્યાન કેન્દ્રિત કરવામાં આવશે કે આવી ગંભીર સામગ્રી ઈન્સ્ટાગ્રામની સિક્યુરિટી અને એડિટીંગ સિસ્ટમમાંથી કેવી રીતે પસાર થઈ. આ સાથે પ્રોટેક્શન ઓફ ચિલ્ડ્રન ફ્રોમ સેક્સ્યુઅલ ઓફિસીસ (POCSO) એક્ટના કડક નિયમો હેઠળ મેટા ઈન્ડિયાની જવાબદારી નક્કી કરાશે. આ ઉપરાંત રાષ્ટ્રીય માનવ અધિકાર આયોગ (NHRC) એ પણ આઈટી મંત્રાલય અને માહિતી-પ્રસારણ મંત્રાલયને નોટિસ પાઠવી પ્લેટફોર્મની કમાણી અને વાંધાજનક કન્ટેન્ટના ફેલાવા અંગે બે અઠવાડિયામાં જવાબ માંગ્યો છે.

ઝીરો ટોલરન્સ નીતિ અને 1.6 લાખ એકાઉન્ટ્સ બ્લોક

બીજી તરફ, મેટાએ પોતાનો પક્ષ મૂકતા સ્પષ્ટતા કરી છે કે બાળ શોષણના મામલે કંપની ઝીરો ટોલરન્સ નીતિ ધરાવે છે અને તમામ ઉલ્લંઘનકારી એકાઉન્ટ્સ દૂર કરાયા છે.ભારતમાં ડિટેક્શન સિસ્ટમની મદદથી છેલ્લા છ મહિનામાં 1.6 લાખથી વધુ શંકાસ્પદ એકાઉન્ટ્સ દૂર કરવામાં આવ્યા છે.


આ પણ વાંચો : તહેવારોની સિઝનમાં મારુતિ સુઝુકીનો ધમાકો! Victoris અને WagonR પર મળી રહ્યું છે બમ્પર ડિસ્કાઉન્ટ

આ પણ વાંચો :‘Zombie Accounts’ નો ખતરો! તમારી એક નાની ભૂલથી થઈ શકે છે મોટું આર્થિક નુકસાન, જાણો બચવાના ઉપાયો

આ પણ વાંચો :160 કિમી/કલાકની સુપરફાસ્ટ ઝડપે પણ વંદે ભારત રહેશે સંપૂર્ણ સુરક્ષિત! ‘કવચ 4.0’ નું સફળ પરીક્ષણ