હ્યુન્ડાઇ મોટર્સ 19 ડિસેમ્બર 2019 નાં રોજ તેની આગામી 4 સીટર સેડાન ઔરા કારનું પ્રદર્શન કરશે. હ્યુન્ડાઇ ઔરા નેક્સ્ટ જનરેશન એક્સેંટ તરીકે લોન્ચ કરવામાં આવશે. જેમ ગ્રાંડ આઇ 10 નીઓસ લોંચ કર્યા પછી હ્યુન્ડાઇએ ગ્રાંડ આઇ 10 બંધ ન કરી, તેવી જ રીતે કંપની ઔરા લોન્ચ કર્યા પછી એક્સેન્ટનાં હાલનાં મોડેલને બંધ કરશે નહીં.
ફીચર્સ
હ્યુન્ડાઇ ઔરામાં નિયોસ જેવા ફીચર્સ આપી શકાય છે. ડ્યુઅલ ટોન ઇન્ટિરિયર લેઆઉટ ઉપરાંત, તેમાં 8 ઇંચની ટચસ્ક્રીન ઇન્ફોટેનમેન્ટ સિસ્ટમ, ઓટોમેટિક ક્લાઇમેટ કંટ્રોલ, વાયરલેસ ફોન ચાર્જર અને રીઅર એસી વેન્ટ્સ જેવી સુવિધાઓ મળી શકે છે.
આ કિંમત હોઈ શકે છે
ઔરાનો ઓટો એક્સ્પો 2020 દરમિયાન લોન્ચ કરવામાં આવી શકે છે. કંપની તેની કિંમત 6 લાખ રૂપિયાથી 9 લાખ રૂપિયા સુધી રાખી શકે છે. લોન્ચિંગ પછી, આ કારની ટક્કર મારુતિ સુઝુકી ડિઝાયર, ટાટા ટિગોર, ફોર્ડ એસ્પાયર અને ફોક્સવેગન એમીઓ સાથે થશે.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે…
તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો “મંતવ્ય ન્યૂઝ” ની નવી મોબાઇલ એપ્લિકેશન.
