- કૃષ્ણનગરમાં ભાજપના કોર્પોરેટરના ઘર પર હુમલો
- 100થી વધારે લોકોએ અચાનક કર્યો હુમલો
- ઠક્કરનગર વોર્ડના કાઉન્સિલર છે હર્ષાબેન ગુર્જર
- પરિવારજનો જીવ બચાવી ઘરમાં બંધ થઈ ગયા
- હુમલા પાછળનું કારણ હજુ અકબંધ
- મહિલા કાઉન્સિલરનો પરિવાર ભયભીત
- હુમલાને પગલે કાઉન્સિલરે પોલીસની મદદ માગી
ગુજરાતમાં હાલ ચૂંટણીનો માહોલ જોવા મળી રહ્યો છે, ત્યારે નેતાઓ પ્રચાર અર્થે વિસ્તારોમાં ફરી રહ્યા છે,એવા સમયે અમદાવાદના કૃષણનગરમાં ભાજપના કોર્પોરેટરના ઘર પર અચાનક ટોળાએ હુમલો કર્યો છે. 100થી વધારે લોકોએ ઠક્કરનગર વોર્ડના કાઉન્સિલર હર્ષાબેન ગુર્જરના ઘર પર હુમલો કર્યો હતો,તેમના પરિવાર પર હુમલો થતા પરિવારજનોએ અંદરથી ઘર બંધ કરી દીધો હતો. કાઉન્સિલરના ઘરના લોકો ખુબ ભયભીત હાલતમાં જોવા મળી રહ્યા છે. આ હુમલાની જાણ કાઉન્સિલરે સત્વેર પોલીસને કરી છે. અને પોલીસ પાસે મદદ માંગી છે.કાઉન્સિલરના ઘર પર હુમલો કેમ કરવામાં આવ્યો તે કારણ અકબંધ છે. હાલ આ સંદર્ભે કોઇ માહિતી પ્રાપ્ત થઇ નથી. પોલીસ હાલ ઘટનાસ્થળે પહોંચી છે અને કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.