કર્ણાટક વિધાનસભા ચૂંટણી/ અમિત શાહ-ચંદ્રબાબુ નાયડુની મુલાકાત બાદ અટકળો, TDP ભાજપ સાથે કરશે વાપસી? 

તેલંગાણા વિધાનસભા ચૂંટણીમાં ભાજપ અને તેલુગુ દેશમ પાર્ટી વચ્ચે ગઠબંધન થવાની અટકળો ચાલી રહી છે. આ અટકળોને ટીડીપીના વડા ચંદ્રબાબુ નાયડુની કેન્દ્રીય ગૃહ પ્રધાન અમિત શાહ અને ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ જેપી નડ્ડા સાથેની મુલાકાતએ વેગ આપ્યો હતો.

Top Stories India
અમિત શાહ-ચંદ્રબાબુ નાયડુ

તેલુગુ દેશમ પાર્ટી (ટીડીપી)ના વડા ચંદ્રબાબુ નાયડુ આ વર્ષના અંતમાં યોજાનારી તેલંગાણા વિધાનસભાની ચૂંટણી પહેલા ગઠબંધન અંગે ચર્ચા કરવા દિલ્હીમાં ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ જેપી નડ્ડા અને કેન્દ્રીય ગૃહ પ્રધાન અમિત શાહને મળ્યા હતા. આ બેઠક લગભગ અડધો કલાક ચાલી હતી.

સૂત્રોના જણાવ્યા અનુસાર આ વર્ષે યોજાનારી તેલંગાણા વિધાનસભા ચૂંટણી માટે ભાજપ અને ટીડીપીનું ગઠબંધન થઈ શકે છે. ટીડીપી 2014માં એનડીએનો ભાગ હતો, પરંતુ આંધ્રપ્રદેશને વિશેષ દરજ્જો આપવાના મુદ્દે 2019ની ચૂંટણી પહેલા માર્ચ 2018માં શાસક ગઠબંધન છોડી દીધું હતું. જોકે, તાજેતરમાં પોર્ટ બ્લેરમાં યોજાયેલી મ્યુનિસિપલ ચૂંટણી બાદ બંને પક્ષો એકસાથે આવ્યા હતા.

PM મોદીએ ‘મન કી બાત’માં TDPના સ્થાપકને યાદ કર્યા

ગયા મહિને, પીએમ મોદીએ તેમના રેડિયો કાર્યક્રમ મન કી બાતમાં ટીડીપીના સ્થાપક અને આંધ્રપ્રદેશના મુખ્ય પ્રધાન એનટી રામારાવને તેમની જન્મજયંતિ પર યાદ કરીને શ્રદ્ધાંજલિ આપી હતી. જણાવી દઈએ કે, અત્યારે તેલંગાણામાં ભારત રાષ્ટ્ર સમિતિ એટલે કે BRS સરકાર છે અને કે. ચંદ્રશેખર રાવ (કેસીઆર તરીકે પણ ઓળખાય છે) મુખ્યમંત્રી છે.

2018માં તેલંગાણામાં ટીડીપીને બે અને બીજેપીને એક સીટ મળી હતી

2018ની તેલંગાણા વિધાનસભાની ચૂંટણીમાં, BRS (તત્કાલીન TRS) એ 119 બેઠકોમાંથી 88 બેઠકો જીતી હતી, જ્યારે કોંગ્રેસે 19 બેઠકો જીતી હતી. બીજી તરફ ભાજપને માત્ર એક બેઠકથી સંતોષ માનવો પડ્યો હતો. અસદુદ્દીન ઓવૈસીની પાર્ટી ઓલ ઈન્ડિયા મજલિસ-એ-ઈત્તેહાદુલ મુસલમીનને સાત બેઠકો મળી છે. ટીડીપીને માત્ર બે બેઠકો મળી હતી.

આ પણ વાંચો : ઓડિશા ટ્રેન દુર્ઘટના/ બાલાસોર પહોંચ્યા પીએમ મોદી, ટ્રેન દુર્ઘટના સ્થળેથી આ બે લોકોને કર્યો ફોન

આ પણ વાંચો :મંતવ્ય વિશેષ/ નેપાળ પર ચીનના વધતા પ્રભાવથી ભારત પરેશાન…

આ પણ વાંચો :મંતવ્ય વિશેષ/ કેવી રીતે થયો ઓડિશા ટ્રેન અકસ્માત, શું હતું સૌથી મોટું કારણ?

આ પણ વાંચો :ઓડિશા ટ્રેન દુર્ઘટના/ ઓડિશા ટ્રેન દુર્ઘટના પર કથાકાર મોરારી બાપુએ વ્યક્તિ કર્યું દુઃખ, આટલા લાખની કરી મોકલી

આ પણ વાંચો :ઓડિશા ટ્રેન દુર્ઘટના/ ‘કવચ’ હોત તો બડભાગી ટ્રેનયાત્રીઓને પણ મળ્યું હોત ‘મૃત્યુ’ સામે ‘કવચ’

આ પણ વાંચો : ગાંધીનગર/નેશનલ ઈ-વિધાન એપ્લીકેશન-NeVA પ્રોજેક્ટની અમલવારીથી હવે ગુજરાત વિધાનસભા બનશે ડીજીટલ અને પેપરલેસ