Not Set/ સુરત : ઝડપાયા 4 કરોડની કિંમતના નકલી ચશ્મા …. અહીં જાણો વિગતો

સુરતના લાલગેટ વિસ્તારમાં આવેલ પ્રતિક આર્કેડમાં આવેલ બ્રાન્ડેડ કંપનીના ચશ્માની આડમાં નકલી ચશ્મા નું વેચાણ કરતા વેપારીઓની દુકાનમાં ગાંધીનગર સીઆઈડી ક્રાઈમ બ્રાન્ચે દરોડા પાડવામાં આવ્યા હતા. દરોડા દરમિયાન પોલીસે 4 કરોડનો માલ જપ્ત કર્યો છે. હજુ પણપોલીસ વધુ તપાસ કરી રહી છે. ગાંધીનગર સીઆઈડી પોલીસે સુરત શહેરના લાલગેટ વિસ્તારમાં આવેલ પ્રતિક આર્કેડમાં આવેલી ચશ્માની દુકાનમાં […]

Top Stories Gujarat
srt duplicate specs 3 સુરત : ઝડપાયા 4 કરોડની કિંમતના નકલી ચશ્મા .... અહીં જાણો વિગતો

સુરતના લાલગેટ વિસ્તારમાં આવેલ પ્રતિક આર્કેડમાં આવેલ બ્રાન્ડેડ કંપનીના ચશ્માની આડમાં નકલી ચશ્મા નું વેચાણ કરતા વેપારીઓની દુકાનમાં ગાંધીનગર સીઆઈડી ક્રાઈમ બ્રાન્ચે દરોડા પાડવામાં આવ્યા હતા. દરોડા દરમિયાન પોલીસે 4 કરોડનો માલ જપ્ત કર્યો છે. હજુ પણપોલીસ વધુ તપાસ કરી રહી છે.

ગાંધીનગર સીઆઈડી પોલીસે સુરત શહેરના લાલગેટ વિસ્તારમાં આવેલ પ્રતિક આર્કેડમાં આવેલી ચશ્માની દુકાનમાં રેડ પાડી હતી. સમગ્ર ઘટનાની વાત કરીએ તો પ્રતિક આર્કેડમાં બ્રાન્ડેડ કંપનીના ચશ્માની આડમાં નકલી ચશ્મા નું વેચાણ કેટલાક વેપારીઓ દ્વારા કેટલાય સમયથી કરવામાં આવતું હતુ.

srt duplicate specs e1537880016999 સુરત : ઝડપાયા 4 કરોડની કિંમતના નકલી ચશ્મા .... અહીં જાણો વિગતો

અલગ અલગ બ્રાન્ડેડ કંપનીના નકલી ચશ્માનું વેપારીઓ દ્વારા ધુમ વેચાણ કરવામાં આવતુ હતુ. જેની બાતમી ગાંધીનગર સીઆઈડી ક્રાઈમ બ્રાન્ચને મળતા સીઆઈડી દ્વારા આજ રોજ સવારથી સપ્રાઈઝ રેડ પાડવામાં આવી હતી. પ્રતિક આર્કેડમાં 3 દુકાનોમાં નકલી ચશ્મા નું વેચાણ કરવામાં આવતું હતુ.

srt duplicate specs 22 e1537880035150 સુરત : ઝડપાયા 4 કરોડની કિંમતના નકલી ચશ્મા .... અહીં જાણો વિગતો

સીઆઈડી ક્રાઈમ બ્રાન્ચ દ્વારા નકલી ચશ્માનું વેચાણ કરતાં વેપારીની દુકાનમાંથી 4 કરોડનો નકલી ચશ્માનો જથ્થો કબજે કરવામાં આવ્યો છે, હજુ પણ પોલીસ અધિકારીઓ દ્વારા ઝીણવટપુર્વક તપાસ કરવામાં આવી રહી છે. હજુ પણ વધુ મુદ્દામાલ પકડાય તેવી શકયતા સેવાઈ રહી છે. આગાઉ પણ ગાંધીનગર સીઆઈડી ક્રાઈમ બ્રાન્ચ દ્વારા બ્રાન્ડેડ શુઝની કંપનીના આધારે નકલી શુઝનો વેચાણ કરતાં વેપારીઓને ત્યાંથી કરોડોનો માલ જપ્ત કરવામાં આવ્યો હતો.