ગુરુવારે સવારે દિલ્હીનાં નારાયણા વિસ્તારમાં એક સ્કૂલ બસ અને ક્લસ્ટર બસ સાથે ટકરાઈ હતી. આ અકસ્માતમાં છ બાળકો ઘાયલ થયાનાં અહેવાલ સામે આવ્યા છે. ઘાયલોને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે.
પોલીસે જણાવ્યું કે અકસ્માત સવારે સાત વાગ્યાની આસપાસ થયો હતો. મળતી માહિતી મુજબ સ્પીડમાં આવી રહેલી બસ સ્કૂલ બસ સાથે અથડાઇ હતી.
સ્થાનિકોની મદદથી ઘાયલ બાળકોને બહાર કાઠવામાં આવ્યા અને ઇજાગ્રસ્ત બાળકોને નજીકની કપૂર હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે. પોલીસ તાજેતરમાં આ કેસની તપાસ કરી રહી છે. આ ટક્કરનો અંદાજો એ વાતથી લગાવી શકાય છે કે ટક્કર લાગ્યા બાદ બસ પલટાઇ ગઇ. જ્યારે ક્લસ્ટર બસનાં આગળનાં કાચ તૂટી ગયા હતા.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે…
તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો “મંતવ્ય ન્યૂઝ” ની નવી મોબાઇલ એપ્લિકેશન.