Not Set/ ટ્રાફિકનાં નવા નિયમનાં ભારે દંડથી પરેશાન યુનાઇટેડ ફ્રન્ટ ઓફ ટ્રાન્સપોર્ટ એસોસિએશન આજે દિલ્હીમાં કરશે ચક્કાજામ

ટ્રાફિકનાં નવા કાયદામાં ભારે દંડથી ગુસ્સે ભરાયેલા બસ-ટ્રક અને ટેક્સી સંચાલકો ગુરુવારે એટલે કે આજે ચક્કાજામ કરશે. સમગ્ર દિલ્હી-એનસીઆરમાં વ્યાવસાયિક વાહનો દોડશે નહીં. તેથી જો તમે મુસાફરી માટે ઓટો-ટેક્સીનો ઉપયોગ કરો છો તો તમારી મુસાફરી આજે મુશ્કેલીઓથી ભરેલી બની શકે છે.   યુનાઇટેડ ફ્રન્ટ ઓફ ટ્રાન્સપોર્ટ એસોસિએશન દ્વારા હડતાલ બોલાવવામાં આવી છે. એસોસિએશનનાં અધ્યક્ષ હરીશ […]

Top Stories India
pjimage 15 ટ્રાફિકનાં નવા નિયમનાં ભારે દંડથી પરેશાન યુનાઇટેડ ફ્રન્ટ ઓફ ટ્રાન્સપોર્ટ એસોસિએશન આજે દિલ્હીમાં કરશે ચક્કાજામ

ટ્રાફિકનાં નવા કાયદામાં ભારે દંડથી ગુસ્સે ભરાયેલા બસ-ટ્રક અને ટેક્સી સંચાલકો ગુરુવારે એટલે કે આજે ચક્કાજામ કરશે. સમગ્ર દિલ્હી-એનસીઆરમાં વ્યાવસાયિક વાહનો દોડશે નહીં. તેથી જો તમે મુસાફરી માટે ઓટો-ટેક્સીનો ઉપયોગ કરો છો તો તમારી મુસાફરી આજે મુશ્કેલીઓથી ભરેલી બની શકે છે.

12 06 2019 11ynr 19 19305437 101221 ટ્રાફિકનાં નવા નિયમનાં ભારે દંડથી પરેશાન યુનાઇટેડ ફ્રન્ટ ઓફ ટ્રાન્સપોર્ટ એસોસિએશન આજે દિલ્હીમાં કરશે ચક્કાજામ

 

યુનાઇટેડ ફ્રન્ટ ઓફ ટ્રાન્સપોર્ટ એસોસિએશન દ્વારા હડતાલ બોલાવવામાં આવી છે. એસોસિએશનનાં અધ્યક્ષ હરીશ સભરવાલે જણાવ્યું હતું કે, દિલ્હી સહિત નોઇડા, ગાઝિયાબાદ, ફરીદાબાદ અને ગુરુગ્રામમાં હડતાલ રહેશે. ઓટો, ટેક્સી, બસ, ટ્રક, ટેમ્પો, ગ્રામીણ સેવા, સ્કૂલ કેબ, મિની આરટીવી બસ, બ્લેક-યલો ટેક્સીનાં ચાલકો હડતાલમાં જોડાશે. એપ્લિકેશન આધારિત ટેક્સીઓ પણ આ હડતાલનો એક ભાગ હશે. ભારતીય મઝદુર સંઘનાં ઓટો-ટેક્સી યુનિયનનાં મહામંત્રી, રાજેન્દ્ર સોનીએ જણાવ્યું હતું કે, પહેલીવાર આટલી મોટી સંખ્યામાં 40 થી વધુ સંગઠનો એક પ્લેટફોર્મ પર હડતાલ માટે આવી રહ્યા છે.

Image result for truck driver and traffic police

દિલ્હીમાં 90 હજાર ઓટો અને પચાસ લાખ લાખ ટેક્સીઓ છે. આઝાદપુર મંડી ટ્રાન્સપોર્ટ એસોસિએશન પણ આ હડતાલનો એક ભાગ છે. દિલ્હી સરકારે અન્ય રાજ્યોની જેમ ટ્રાફિકનાં નિયમો તોડવા બદલ વધારાનો દંડ ઘટાડવાની માંગ હવે જોર પકડી રહી છે. વાહન ચલાવનારાઓનું કહેવું છે કે, વધેલા દંડનો ભોગ ડ્રાઇવરો અને વેપારી વાહન માલિકોને સહન કરવો પડે છે. તમામ દિલ્હી ઓટો ટેક્સી ટ્રાન્સપોર્ટ કોંગ્રેસ યુનિયનનાં પ્રમુખ કિશન વર્મા દંડની રકમ ઘટાડવા સરકાર પાસે માંગ કરે છે. એક ગરીબ ડ્રાઇવર આટલો વધારે દંડ ફરી શકે નહી.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે

તમે અમને ફેસબુકટ્વીટરઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો “મંતવ્ય ન્યૂઝ ની નવી મોબાઇલ એપ્લિકેશન.