Not Set/ ફિક્સિંગ મામલે શ્રીલંકાની નવી પહેલ, કાયદો બનાવનાર વિશ્વનો પ્રથમ દેશ

ફિક્સિંગ મામલે શ્રીલંકાએ નવો કાયદો બનાવ્યો ફિક્સિંગ મુદ્દે કાયદો બનાવનાર શ્રીલંકા પ્રથમ દેશ ફિક્સિંગના દોષિતને 10 વર્ષની સજા અને ભારે દંડ આમ તો મેચ ફ્કિસંગને લઇ વિશ્વભરનાં અનેક દેશો પરેશાન છે. પરંતુ તેને ગુનો ગણીને વિશ્વનાં કોઇ પણ દેશે ગઇકાલ સુઘી આ ગુના સબબ કાયદો બનાવ્યો ન હતો. પરંતુ  શ્રીલંકા દ્વારા આ મામલે વિશ્વથી અનોખો […]

World Sports
sri lanka ફિક્સિંગ મામલે શ્રીલંકાની નવી પહેલ, કાયદો બનાવનાર વિશ્વનો પ્રથમ દેશ
  • ફિક્સિંગ મામલે શ્રીલંકાએ નવો કાયદો બનાવ્યો
  • ફિક્સિંગ મુદ્દે કાયદો બનાવનાર શ્રીલંકા પ્રથમ દેશ
  • ફિક્સિંગના દોષિતને 10 વર્ષની સજા અને ભારે દંડ

આમ તો મેચ ફ્કિસંગને લઇ વિશ્વભરનાં અનેક દેશો પરેશાન છે. પરંતુ તેને ગુનો ગણીને વિશ્વનાં કોઇ પણ દેશે ગઇકાલ સુઘી આ ગુના સબબ કાયદો બનાવ્યો ન હતો. પરંતુ  શ્રીલંકા દ્વારા આ મામલે વિશ્વથી અનોખો ચીલો ચીત્રી અને કાયદો બનાવવામાં આવ્યો છે. શ્રીલંકાએ આ મામલે વિશ્વમાં નવો જ ચીલો ચાતર્યો છે અને પોતાની સંસદમાં ફિક્સિંગને ગુનો ગણીને 10 વર્ષ સજાની જોગવાઇ સાથેનો ખરડો પણ પસાર કર્યો છે.

મેચ ફિક્સિંગને લઇનો આ કાયદો શ્રીલંકામાં દરેક રમતમાં લાગુ પડશે. મેચ ફિક્સિંગમાં સામેલ ખેલાડીઓને માત્ર 10 વર્ષની જેલ જ નહીં, પરંતુ ભારે દંડનો પણ સામનો કરવો પડશે. શ્રીલંકાના સ્પોર્ટ્સ મિનિસ્ટર હરીન ફર્નાન્ડોએ આઇસીસીની એન્ટી કરપ્શન યુનિટ સાથે મળીને કાયદો બનાવ્યો છે. ફોર્મર કેપ્ટન અને કેબિનેટ મિનિસ્ટર અર્જુન રણતુંગાએ નવાકાયદાની પ્રશંસા કરી હતી. શ્રીલંકાનો આ કાયદો રમત સાથે સંકળાયેલા તમામ પર લાગુ પડશે.

શ્રીલંકા દ્વારા મેચ ફિક્સિગ સામે કાયદો બનાવી વિશ્વભરનાં દેશોને રમતમાં પારદર્શીતા લાવવા માટે નવો રાહ ચિંધ્યો છે. શ્રીલંકાનાં પગલે પગલે વિશ્વમાં અનેક દેશો રમતમાંથી ફિક્સિગની બદીને દુર કરવા માટે ભવિષ્યમાં આવો જ કાયદો બનાવી શકે છે.

 

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે…

તમે અમને ફેસબુકટ્વીટરઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો “મંતવ્ય ન્યૂઝ ની નવી મોબાઇલ એપ્લિકેશન