vadodra/ લાખો ખર્ચી તૈયાર કરાયેલા આ રોડમાં થયો ભ્રષ્ટાચાર, પછી કાઉન્સિલરની ચેલેન્જ સ્વીકારી

વડોદરાના ઉંડેરથી કરોડિયા જતા નાળિયા રોડ પર ભ્રષ્ટાચાર જોવા મળ્યો છે.

Top Stories Gujarat Vadodara
YouTube Thumbnail 2024 03 19T142445.512 લાખો ખર્ચી તૈયાર કરાયેલા આ રોડમાં થયો ભ્રષ્ટાચાર, પછી કાઉન્સિલરની ચેલેન્જ સ્વીકારી

Vadodara News: રાજ્યમાં એક પછી એક બ્રિજ અને રોડ રસ્તાઓ પર ભ્રષ્ટાચાર જોવા મળી રહ્યો છે. લાખો રૂપિયા ખર્ચ કરીને બનાવવામાં આવતા રોડ થોડા સમય માટે પણ સારા રહેતા નથી. ત્યારે આવું જ કંઈક વડોદરામાં જોવા મળ્યું છે. વડોદરા (Vadodara)ના ઉંડેરથી કરોડિયા જતા નાળિયા રોડ પર ભ્રષ્ટાચાર (Corruption) જોવા મળ્યો છે.

આપને જણાવી દઈએ કે,આ રોડ એક મહિના પહેલા બનાવવામાં આવ્યો હતો અને એક જ મહિનામાં રોડ ધોવાઈ ગયો છે. રોડ કિનારે યોગ્ય રોલર ન હોવાના કારણે આખો રસ્તો ખખડધજ પડી રહ્યો હોવાનો આક્ષેપ સ્થનિક લોકો દ્વારા કરવામાં આવી રહ્યો છે. 1 કિલોમીટર લાંબો કેનાલ રોડ આ રોડ 44 લાખના ખર્ચે બનાવવામાં આવ્યો છે. કોર્પોરેશને રોડનો કોન્ટ્રાક્ટ પીડી કન્સ્ટ્રક્શનને આપ્યો હતો. સ્થાનિક લોકોએ આ રોડમાં ભ્રષ્ટાચારનો આક્ષેપ કર્યો છે.

આ મામલે એક સ્થાનિક વ્યક્તિએ જણાવ્યું હતું કે આ રોડ ઘણા વર્ષો પછી બન્યો છે તે સારી વાત છે પરંતુ એવો રોડ બનાવવામાં આવ્યો છે જેમાં સંપૂર્ણ ભ્રષ્ટાચાર નજરે પડે છે. હાથથી ખોદવામાં આવે તો પણ આરસી રોડ તરત જ તૂટી જાય છે. પરંતુ, આ રોડ બન્યાને એક મહિનો પણ વીત્યો નથી અને ડામર રોડ તુટવા લાગ્યો છે. કાઉન્સિલરો અમને પડકારે છે, અમે તેઓને આ રોડ હાથથી ઉખાડીને બતાવ્યો તો પણ તેઓએ આ બાબતે યોગ્ય કાર્યવાહી નહીં કરે તો ગ્રામજનો ઉગ્ર આંદોલન કરશે.


whatsapp ad White Font big size 2 4 બળાત્કાર એ બળાત્કાર છે, ભલે પતિ પત્ની સાથે કરે: ગુજરાત હાઈકોર્ટ


આ પણ વાંચો:બીજા જિલ્લામાં પતિ છે કલેકટર, પરંતુ AMC માં રોફ જોશો તો તમે પણ કહેશો….

આ પણ વાંચો:ગઈકાલ સુધી બધું બરોબર હોવાનો રંજનબેન ભટ્ટનો દાવો

આ પણ વાંચો:કેતન ઇનામદારનો બળાપોઃ પક્ષમાં નાના કાર્યકરોનું ધ્યાન રખાતું નથી

આ પણ વાંચો:રાજ્યમાં અનુભવાતો ઉનાળોઃ તાપમાને 40 ડિગ્રી તરફ લગાવી દોટ