Not Set/ ખાખીનો રોફ..! મફતમાં ચા ન આપતા પોલીસે માર્યો માર, સીસીટીવી ફૂટેજ આવ્યા સામે

સુરત, સુરતના પાંડેસરા વિસ્તારની ઘટના સામે આવતા લોકોમાં રોષ જોવા મળી રહ્યો છે, કાયદાનું પાલન કારાવવા વાળા જ ખાખીનો રોફ બતાવી રહ્યા છે. ત્યારે ઉધના પોલીસ ફરી અકેવાર વિવાદમાં આવી છે, ઉધના પોલીસની દાદાગીરીનો વિડીયો સામે આવ્યો છે. જ્યાં ઉધના વિસ્તારમાં આવેલ ચા ની હોટલનું લાયસન્સ હોવા છતાં રાત્રે 10 વાગે હોટેલ બંધ કરાવે છે […]

Top Stories Surat Videos
mantavya 170 ખાખીનો રોફ..! મફતમાં ચા ન આપતા પોલીસે માર્યો માર, સીસીટીવી ફૂટેજ આવ્યા સામે

સુરત,

સુરતના પાંડેસરા વિસ્તારની ઘટના સામે આવતા લોકોમાં રોષ જોવા મળી રહ્યો છે, કાયદાનું પાલન કારાવવા વાળા જ ખાખીનો રોફ બતાવી રહ્યા છે. ત્યારે ઉધના પોલીસ ફરી અકેવાર વિવાદમાં આવી છે, ઉધના પોલીસની દાદાગીરીનો વિડીયો સામે આવ્યો છે. જ્યાં ઉધના વિસ્તારમાં આવેલ ચા ની હોટલનું લાયસન્સ હોવા છતાં રાત્રે 10 વાગે હોટેલ બંધ કરાવે છે પોલીસ.

મળતી માહિતી પ્રમાણે પોલીસને મફતમાં ચા આપવાની ના પાડતા ઉધના પોલીસે પોતાનો રોફ જતાવ્યો હતો. છેલ્લાં ત્રણ મહિનાથી હોટલ માલિક અને ગ્રાહકોને ઉધના પોલીસ સત્તાના જોરે હેરાન કરે છે. ઉલ્લેખનીય છે કે, થોડા મહિનાઓ પહેલા સુરતની વરાછા પોલીસે જ્યુસની દુકાનના માલિકને માર મારવા લાગી હતી.

પોલીસ ગ્રાહકોને પણ મારવા લાગતી હતી. આ સમયે પોલીસ જ્યુસના દુકાનદાર પાસેથી એક લાખ રૂપિયાની માંગણી કરી હતી. પોલીસ સ્ટેશનને રંગવા માટે પોલીસ તેની પાસે એક લાખ રૂપિયાની માંગણી કરી હતી.