Not Set/ ગંગાનું પાણી 39 માંથી માત્ર એક જ સ્થાન પર સ્વચ્છ, CPCB ના અભ્યાસમાં ખુલાસો

નવી દિલ્હી: કેન્દ્રીય પ્રદૂષણ નિયંત્રણ બોર્ડ (CPCB)એ પોતાના તાજા અભ્યાસમાં કહ્યું છે કે, જે 39 સ્થાનો પરથી ગંગા નદી પસાર થાય છે તેમાંથી એક સ્થાન પર આ વર્ષે ચોમાસાની પછી ગંગાનું પાણી સ્વચ્છ હતું. ‘ગંગા નદી જૈવિક જળ ગુણવત્તા આકલન (2017-18)’ના રિપોર્ટમાં જણાવ્યા મુજબ ગંગા નદી જ્યાંથી વહી રહી છે તેવા 41 સ્થાનોમાંથી આશરે 37 […]

Top Stories India Trending
Ganga water has been found clean at only one place from 39, as per CPCB study

નવી દિલ્હી: કેન્દ્રીય પ્રદૂષણ નિયંત્રણ બોર્ડ (CPCB)એ પોતાના તાજા અભ્યાસમાં કહ્યું છે કે, જે 39 સ્થાનો પરથી ગંગા નદી પસાર થાય છે તેમાંથી એક સ્થાન પર આ વર્ષે ચોમાસાની પછી ગંગાનું પાણી સ્વચ્છ હતું.

‘ગંગા નદી જૈવિક જળ ગુણવત્તા આકલન (2017-18)’ના રિપોર્ટમાં જણાવ્યા મુજબ ગંગા નદી જ્યાંથી વહી રહી છે તેવા 41 સ્થાનોમાંથી આશરે 37 સ્થાનો પર આ વર્ષે ચોમાસા અગાઉ જળ પ્રદૂષણ મધ્યમથી ગંભીર શ્રેણીમાં રહ્યું હતું. સુપ્રીમ કોર્ટના આદેશોનું પાલન કરીને સીપીસીબી (CPCB) દ્વારા તાજેતરમાં આ અહેવાલ પ્રસિદ્ધ કરવામાં આવ્યો છે.

ચોમાસા અગાઉ 41 માંથી ફક્ત ચાર સ્થાનો પર પાણીની ગુણવત્તા સ્વચ્છ અથવા મામૂલી પ્રદૂષિત હતી અને ચોમાસા પછી 39 માંથી ફક્ત એક સ્થાન પર ગંગાનું પાણી સ્વચ્છ જોવા મળ્યું હતું. જેમાં ચોમાસા પછી ફક્ત ‘હરિદ્વાર’માં જ ગંગાનું પાણી ‘સ્વચ્છ’ જોવા મળ્યું હતું.

ગુણાત્મક વિશ્લેષણની માટે સીપીસીબી દ્વારા ચોમાસા અગાઉ અને ચોમાસા પછી પાણીના નમૂના લેવામાં આવ્યા હતા. આ નમૂનાઓને પાંચ શ્રેણીમાં રાખવામાં આવ્યા હતા. જેમાં સ્વચ્છ (એ), મામૂલી પ્રદૂષિત (બી), મધ્યમ પ્રદૂષિત (સી), બેહદ પ્રદૂષિત (ડી) અને ગંભીર પ્રદૂષિત (ઈ) નો સમાવેશ કરવામાં આવ્યો હતો.

આ અહેવાલના અનુસાર વર્ષ 2017-18 ચોમાસા પૂર્વેના સમયમાં 34 સ્થાનો પર મધ્યમ પ્રકારે ગંગાનું પાણી પ્રદૂષિત હતું, જયારે ત્રણ સ્થાનોમાં ગંગાનું પાણી ગંભીર રીતે પ્રદૂષિત જોવા મળ્યું હતું.

આ રિપોર્ટમાં એવું પણ કહેવામાં આવ્યું છે કે, ઉત્તર પ્રદેશની બે મોટી સહાયક નદીઓ પાંડુ નદી અને વરુણા નદી ગંગામાં પ્રદૂષણ વધારી રહી છે.

આ અભ્યાસમાં કહ્યું છે કે, ‘ગંગા નદીની મુખ્યધારા પર કોઈ પણ સ્થાન ગંભીર રીતે પ્રદૂષિત ન હતું, પરંતુ અધિકતર મધ્યમ રીતે પ્રદૂષિત જોવા મળ્યું હતું.’ રિપોર્ટમાં કહેવામાં આવ્યું છે કે, ગંગાના પ્રવાહ વાળા 41 સ્થાનોમાંથી આશરે 37 સ્થાનો પર આ વર્ષે ચોમાસા અગાઉ જળ પ્રદૂષણ મધ્યમથી ગંભીર પ્રકારની શ્રેણીમાં રહ્યું હતું.