Election/ છેલ્લા કલાકોમાં એવો તે કયો જાદુ થયો કે મતદાનની ટકાવારી અચાનક વધી ગઈ

છેલ્લા અઢી કલાકમાં એવો તે કયો જાદુ થયો કે મતદાનની ટકાવારી અચાનક વધી ગયી

Gujarat Others
accident 13 છેલ્લા કલાકોમાં એવો તે કયો જાદુ થયો કે મતદાનની ટકાવારી અચાનક વધી ગઈ

રાજ્યમાં 6 મનપા માટે ગઈકાલે 21 ફેબ્રુઆરી ના રોજ મતદાન યોજાઈ ગયું છે. વહેલી સવારે 7 વાગ્યાથી મતદાન શરુ થયું હતું. પંરતુ સવારથીજ મતદાન ધીમુ રહ્યું હતું. રાજ્ય માં નીરસ મતદાન વચ્ચે છેલ્લા 2 કલાકોમાં મતદાનની ટકાવારીમાં અચાનક ચોકાવનારો વધારો જોવા મળ્યો હતો.

ચૂંટણીપંચ ની યાદીમાં જણાવ્યા અનુસાર રાજ્યમાં કુલ સરેરાશ  45.64 ટકા મતદાન નોધાયું છે. સરેરાશ મતદાનમાં ચોંકાવનારો વધારો થતા અનેક તર્ક વિતર્ક વહેતા થયા છે. દિવસ દરમિયાન મતદાન મથકો ખાલી ખમ હતા. છતાં છેલ્લા અઢી કલાકમાં એવો તે કયો જાદુ થયો કે મતદાનની ટકાવારી અચાનક વધી ગયી. સાંજે 6 વાગ્યે મતદાન પૂર્ણ થઈ ગયું હતું. તેમાં પણ 5થી 6 વાગ્યા દરમિયાન કોરોનાના દર્દીઓએ મતદાન કર્યું હતું. જેથી સામાન્ય મતદારોએ તો 5 વાગ્યે જ મતદાન કરી દીધું હતું.

દર કલાકે મતદાનની ટકાવારી જાહેર કરવામાં આવતી હોય છે. તો છેલ્લા કલાકોમાં આ ટકાવારી આટલી બધી વધી કેવી રીતે ગઈ તે પણ એક ચર્ચાનો વિષય છે. જોકે, નીરસ મતદાન ની વાતો વચ્ચે પણ આ વર્ષે રાજ્યની 6 મહાનગરપાલિકાની ચૂંટણીઓમાં 45.64 ટકા મતદાન નોધાયું છે. ઉલ્લેખનીય છે કે વર્ષ 2010માં 43.68  ટકા મતદાન નોધાયુ હતું. જયારે વર્ષ 2015 માં 45.81  ટકા મતદાન નોધાયું હતું. જયારે નીરસ મતદાનની  વાતો વચ્ચે 2021 માં 45.64 ટકા મતદાન નોધાયું છે.

જો વાત કરીએ ચૂંટણીપંચ દ્વારા ગઈકાલે બપોરે ત્રણ વાગ્યે જાહેર કરવામાં આવેલી સત્તાવાર ટકાવારી  ઉપર તો નીચે મુજબ હતું.

3 વાગ્યા સુધી સરેરાશ મતદાન

અમદાવાદ -30.49 %
રાજકોટ -24.94%
સુરત -24.70%
વડોદરા -૩૩.42 %
ભાવનગર -29.90%
જામનગર -28.05%

જયારે રાત્રે રાજ્ય ચૂંટણી પંચના જણાવ્યા અનુસાર ચૂંટણીમાં 45.64 ટકા સત્તાવાર મતદાન થયું છે. જેમાં

અમદાવાદમાં સરેરાશ 42.51

સુરતમાં સરેરાશ 45.51

રાજકોટમાં સરેરાશ 50.75

વડોદરામાં સરેરાશ 47.99

જામનગરમાં સરેરાશ 53.64

ભાવનગરમાં સરેરાશ 49.47 ટકા મતદાન નોધાયું છે. જેમાં જામનગરમાં સૌથી વધુ મતદાન નોંધાયુ છે. જયારે અમદાવાદમાં સૌથી ઓછુ મતદાન નોંધાયુ છે.