Kheda/ નડિયાદ એકલવાયું જીવન ગાળતા વૃદ્ધાને મળ્યા શ્રવણ : જંગલથી ઘર સુધી પહોચવાની વાત છે રસપ્રદ

વૃદ્ધાવસ્થા દરમિયાન દીકરાનો સહારો મળતા જ વિજુબેનની આંખોમાં હર્ષના આંખ આંસુ છવાઈ ગયા હતા.

Gujarat Others
નડીયાદ

નડિયાદમાં ‘દીકરાના ઘર’નાં સ્થાપક દંપતિએ ભુમેલ નજીક જંગલ જેવા વિસ્તારમાં એકલવાયું જીવન ગુજારતા વૃદ્ધ મહિલાનું કાઉન્સિલિંગ કરી ‘દીકરાના ઘર’માં લઈ જવામાં આવ્યા હતા.

આજના કળિયુગમાં સતયુગનો દાખલો નડિયાદમાં જોવા મળ્યો છે. સમાજમાં મોટેભાગે સંતાનો પગભર થઇ જતા પોતાના માતા-પિતાને તરછોડી દે છે આવા અનેક કિસ્સાથી તમે વાકેફ હશો. પરંતુ નિરાધાર કે જેમનું કોઈ નથી અને ખાસ વૃદ્ધાવસ્થાએ જીંદગી ગુજારી રહ્યા છે તેવા લોકો માટે નડિયાદની જય માનવ સેવા ટ્રસ્ટ સંચાલિત ‘દિકરાનુ ઘર’ નામની સંસ્થા કામ કરી રહી છે.‌

સંસ્થામાં અજાણી વ્યક્તિનો ફોન આવતા વૃદ્ધ મહિલાનો સહારો બનવા નક્કી કર્યું. નડિયાદ પશ્ચિમ વિસ્તારમાં આવેલ જય માનવ સેવા પરિવાર અનેક દુખીયાઓ અને નિરાધાર લોકોની છત‌ બની છે. આ ટ્રસ્ટ સંચાલિત ‘દીકરાના ઘર’માં 3 દિવસ અગાઉ રાત્રિના સમયે ફોનની ઘંટડી રણકી હતી. સ્થાપક મનુ મહારાજે ફોન ઉપાડતા જ સામે કોઈ અજાણી વ્યક્તિએ જણાવ્યું કે, નડિયાદ તાલુકાના ભુમેલ ગામની સીમમાં જંગલ વિસ્તારમાં એક નિરાધાર વૃધ્ધ મહિલા એકલવાયું જીવન ગુજારી રહ્યા છે. કોઈ પણ સહારો ન હોવાથી આ વૃધ્ધાને અહીયા ‘દીકરાના ઘર’માં લાવવા સ્થાપકે નક્કી કર્યું હતું.

વૃધ્ધા વિજુબેન પોતે અશક્ત હોવાથી ચાલી શકતા નહોતા

બીજા દિવસે આશરે 65થી 70વર્ષની ઉંમરના આ વૃદ્ધાને લેવા મનુ મહારાજ સંસ્થાની ગાડી લઈને ભૂમેલ ગામની સીમમાં પહોંચી ગયા હતા. ગાડી દૂર રોડ પર ઊભી રાખી જંગલ જેવા વગડામાં તૂટલી ફુટલી ઝુપડીમાં પહોંચ્યા હતા. જ્યાં એકલવાયુ જીવન જીવતા વિજુબેનને સૌપ્રથમ પોતાનાપણું આપ્યું હતું. આ વૃદ્ધા વિજુબેને જણાવ્યું હતું કે, તેઓ ઘણા સમયથી એકલવાયુ જીવન ગુજારી રહ્યા છે. વિજુબેન પોતે અશક્ત હોવાથી ચાલી શકતા નથી. આથી મનુ મહારાજ અને તેમની પત્ની ભારતીબેને આ વૃધ્ધાના શ્રવણ બની ‘બા’ અમો તમારા દીકરા છીએ. અમે તમને લેવા આવ્યા છીએ. હવે તમારે આવી ઝુંપડીમાં રહેવાનું નથી તે માટે અમારી સાથે આવવાનું છે તેમ સમજાવ્યું હતું.

વૃદ્ધાવસ્થા દરમિયાન દીકરાનો સહારો મળતા જ વિજુબેનની આંખોમાં હર્ષના આંખ આંસુ આવી ગયા હતા. મનુ મહારાજે કહ્યું તમે નિરાધાર નથી અમે તમારી સાથે જ છે. વિજુબેન પોતે અશક્ત હોવાથી ચાલી શકતા ન હોવાથી મનુ મહારાજ અને તેમની પત્નીએ વૃધ્ધાને પ્લાસ્ટીકની ખુરશીમાં બેસાડી ઝાડી ઝાંખરાવાળા રસ્તા ઉપરથી રોડ પર ગાડી ઉભી હતી ત્યાં લઈ આવ્યા હતાં. બાદમા ગાડીમાં બેસાડી દીકરાના ઘરમાં પ્રવેશ કરાવ્યો હતો.

નડીયાદ

દંપતિને જાણે અમૂલ્ય કોહિનૂર મળ્યો હોય તેવી ખુશી વ્યક્ત કરીએ

આ દીકરાના ઘરમા રહેતા 55 જેટલા વયો વૃદ્ધ લોકોમાં આનંદ છવાઈ ગયો હતો. પરિવારમાં ઉમેરો થયેલા નવા સભ્યને સૌપ્રથમ ગરમ પાણી કરી સ્નાન કરવામાં આવ્યું હતું. આ શ્રવણ દંપતિને જાણે અમૂલ્ય કોહિનૂર હીરો મળ્યો હોય તેવો સંતોષ વ્યક્ત કર્યો છે. જ્યારે વિજુબેનના ચહેરા ઉપર પણ અનેરો આનંદ છવાયો હતો. આજના આ કળિયુગમાં માનવતા ભર્યો દાખલો સમાજમાં અનેકોને પ્રેરણા આપી જાય છે.

આ પણ વાંચો : આ રેલ્વે સેવા મુસાફરોનો થાક દૂર કરશે, તમે જોતા જ રહી જશો