Not Set/ રાજકોટ : ઝીંગા ફાર્મ સહિતના મુદ્દાઓને લઇ કોળી સેનાએ કર્યો CMના નિવાસનો ઘેરાવ, ગોઠવાયો ચુસ્ત પોલીસ બંદોબસ્ત 

રાજકોટ રાજ્યના વિવિધ મુદ્દાઓને અનુલક્ષીને રવિવારે કોળી સેના દ્વારા રાજકોટમાં સીએમ વિજય રૂપાણીના નિવાસનો ઘેરાવ કરવાનો કાર્યક્રમ આપવામાં આવ્યો હતો. જેના પગલે રાજકોટ પોલીસ દ્વારા ચુસ્ત બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો છે. આ મામલે મુખ્યમંત્રી રૂપાણીના નિવાસની સામે વિરોધ પ્રદર્શિત કરવા માટે આવેલા કોળી સેનાના કાર્યકરોની પોલીસ દ્વારા અટકાયત કરવામાં આવી હતી. આ અંગે પ્રાપ્ત માહિતી […]

Gujarat Rajkot
vlcsnap 2018 05 20 16h31m21s746 e1526814138367 રાજકોટ : ઝીંગા ફાર્મ સહિતના મુદ્દાઓને લઇ કોળી સેનાએ કર્યો CMના નિવાસનો ઘેરાવ, ગોઠવાયો ચુસ્ત પોલીસ બંદોબસ્ત 

રાજકોટ

રાજ્યના વિવિધ મુદ્દાઓને અનુલક્ષીને રવિવારે કોળી સેના દ્વારા રાજકોટમાં સીએમ વિજય રૂપાણીના નિવાસનો ઘેરાવ કરવાનો કાર્યક્રમ આપવામાં આવ્યો હતો. જેના પગલે રાજકોટ પોલીસ દ્વારા ચુસ્ત બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો છે. આ મામલે મુખ્યમંત્રી રૂપાણીના નિવાસની સામે વિરોધ પ્રદર્શિત કરવા માટે આવેલા કોળી સેનાના કાર્યકરોની પોલીસ દ્વારા અટકાયત કરવામાં આવી હતી.

vlcsnap 2018 05 20 16h31m14s021 રાજકોટ : ઝીંગા ફાર્મ સહિતના મુદ્દાઓને લઇ કોળી સેનાએ કર્યો CMના નિવાસનો ઘેરાવ, ગોઠવાયો ચુસ્ત પોલીસ બંદોબસ્ત 

આ અંગે પ્રાપ્ત માહિતી મુજબ, રાજ્યમાં ઝીંગા ફાર્મ, જીએચપીસીના મામલે તેમજ રાજુલા, સાણંદ સહિતના ગામોમાં સ્થાનિક લોકોની જમીનો ખાનગી કંપનીઓને આપવા અંગે, ખેડૂતોને પાણી મુદ્દે અન્યાય કરવા સહિતના મુદ્દે કોળી ક્રાંતિ સેના દ્વારા મુખ્યમંત્રી વિજય રૂપાણીના રાજકોટ સ્થિત નિવાસનો ઘેરાવ કારવાનો કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો.

કોળી ક્રાંતિ સેનાના ઘેરાવના કાર્યક્રમના પગલે રાજકોટ પોલીસ દ્વારા મુખ્યમંત્રીના નિવાસ આસપાસ ચુસ્ત બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો હતો. પોલીસ બધોબસ્ત માટે ડીએસપી કક્ષના અધિકારીઓની પણ તૈનાતી કરવામાં આવી છે.

vlcsnap 2018 05 20 16h30m30s709 રાજકોટ : ઝીંગા ફાર્મ સહિતના મુદ્દાઓને લઇ કોળી સેનાએ કર્યો CMના નિવાસનો ઘેરાવ, ગોઠવાયો ચુસ્ત પોલીસ બંદોબસ્ત 

વિવિધ મુદ્દા સંદર્ભે મુખ્યમંત્રીના રાજકોટ સ્થિત નિવાસનો ઘેરાવ કરવા માટે કોળી ક્રાંતિ સેનાના કાર્યકરો આવ્યા હતા.વિવિધ સૂત્રોચ્ચારો સાથે મુખ્યમંત્રીના નિવાસ તરફ આગળ વધી રહ્યા હતા. ત્યારે પોલીસ દ્વારા તેમની રસ્તામાં જ અટકાયત કરી લેવામાં આવી હતી. પોલીસે દેખાવ કરવા આવી રહેલા કોળી ક્રાંતિ સેનાના ૨૧ જેટલા કાર્યકરોની અટકાયત કરીને ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે.

આ અંગે રાજકોટના ડીસીપી કરણરાજ વાઘેલાએ જણાવ્યું કે, ગઈ કાલથી કોડી સેનાના આ કાર્યક્રમ અંગે સોશિયલ મીડિયામાં મેસેજ વાયરલ થયા હતા. રણજીત સોલંકી ન્યુ અવાજ ક્રાંતિ કોળી સમાજ દ્રારા CMના ઘરનો ઘેરાવ કરવામાં આવ્યો હતો જેમાં કોળી સમાજના લોકોએ પ્રોગ્રામ બનાવીને આ ઘેરો કર્યો હતો. કોળી સમાજ દ્વારા રાજુલા તથા સાણદમાં સરકારે કરેલા અન્યાયના કારણે CMના ઘરનો ઘેરો કરવા માટે કહેવામાં આવ્યું હતું.