Not Set/ BSFની જવાબી કાર્યવાહી બાદ પાક. લગાવી રહ્યું છે ગુહાર, કહ્યું, “હવે ગોળીબાર રોકી દો”

શ્રીનગર, હિન્દી ફિલ્મોમાં એક ડાયલોગ લોકોના મનને હંમેશા સ્પર્શ કરતો હો છે. એ ડાયલોગ છે “બાપ બાપ હોતા હૈ બેટા બેટા”. ત્યારે હવે આ હિન્દી ફિલ્મની આ લાઈન કટ્ટર પાડોશી દેશ પાકિસ્તાન માટે હવે વધુ એકવાર સાચી પડતી જણાઈ રહી છે. હકીકતમાં, જમ્મુ-કાશ્મીરના સીએમ મહેબૂબા મુફ્તી કેન્દ્ર સરકાર સમક્ષ રમજાનના પવિત્ર મહિનામાં સેના દ્વારા સીઝફાયર માટે […]

Top Stories India Trending
j k BSFની જવાબી કાર્યવાહી બાદ પાક. લગાવી રહ્યું છે ગુહાર, કહ્યું, “હવે ગોળીબાર રોકી દો”

શ્રીનગર,

હિન્દી ફિલ્મોમાં એક ડાયલોગ લોકોના મનને હંમેશા સ્પર્શ કરતો હો છે. એ ડાયલોગ છે “બાપ બાપ હોતા હૈ બેટા બેટા”.

ત્યારે હવે આ હિન્દી ફિલ્મની આ લાઈન કટ્ટર પાડોશી દેશ પાકિસ્તાન માટે હવે વધુ એકવાર સાચી પડતી જણાઈ રહી છે.

હકીકતમાં, જમ્મુ-કાશ્મીરના સીએમ મહેબૂબા મુફ્તી કેન્દ્ર સરકાર સમક્ષ રમજાનના પવિત્ર મહિનામાં સેના દ્વારા સીઝફાયર માટે માંગ બાદ તે સરકાર દ્વારા માની પણ લેવામાં આવી હતી અને શાંતિનો સંદેશો આપ્યો હતો. પરંતુ પાડોશી કટ્ટર દેશ પાકિસ્તાન તેની અવરચંદાઈ માંથી બહાર આવતું નથી.

છેલ્લા કેટલાક દિવસોથી પાકિસ્તાન દ્વારા બોર્ડર પર સતત સીઝફાયરનું ઉલ્લંઘન કરવામાં આવી રહ્યું છે ત્યારે BSF (બોર્ડર સિક્યુરીટી ફોર્સ) દ્વારા પાડોશી દેશની આ હરકતોનો જડબાતોડ જવાબ આપવામાં આવી રહ્યો છે. રવિવારે BSF દ્વારા કરાયેલી જવાબી કાર્યવાહીમાં પાક.ના ઘણા બંકરો ધ્વસ્ત કરવામાં આવ્યા છે.

BSFની આ જડબાતોડ કાર્યવાહી બાદ હવે પાકિસ્તાન હવે ધ્વસ્ત થઇ ગયેલું જણાઈ રહ્યું છે અને સીઝફાયર માટે ગુહાર લગાવી રહ્યું છે.

પ્રાપ્ત જાણકરી મુજબ, BSFની કાર્યવાહી બાદ ડરેલા પાક.ના રેન્જર્સ દ્વારા જમ્મુમાં બીએસએફના અધિકારીઓને ફોન કર્યો છે અને ગોળીબારી રોકવા માટે હવે વિનંતી કરી છે.

અત્રે ઉલ્લેખનિય છે કે, રમઝાનના પવિત્ર માસમાં ભારત તરફથી શાંતિના સંકેતો આપ્યા બાદ પણ કાશ્મીરમાં પાકિસ્તાન દ્વારા તેની આતંક વિરોધી પ્રવૃતિ ચાલુ રાખતા સતત ઉશ્કેરણીજનક ગોળીબાર ચાલુ થયો હતો. આ ગોળીબારમાં એક બીએસએફ જવાન સહિત ૫ ભારતીયોના મોત નીપજ્યા હતા અને ત્યારબાદ બીએસએફ દ્વારા પણ આ જવાબી ફાયરિંગ શરુ કરી દેવામાં આવ્યુ છે.

મહત્વનું છે કે, આ પહેલા પવિત્ર માસ રમજાનમાં સુરક્ષાબળોને કોઈ ઓપરેશન હાથ ન ધરવા અંગે જમ્મુ-કાશ્મીરના મુખ્યમંત્રી મહેબૂબા મુફ્તીએ કેન્દ્ર સરકાર સમક્ષ માંગ કરી હતી, તે હવે મોદી સરકાર દ્વારા માની લેવામાં આવી હતી.

આ સીઝફાયર અંગે સરકાર દ્વારા રમજાન દરમિયાન સુરક્ષાબળોને કોઈ ઓપરેશન હાથ ન ધરવા માટેના નિર્દેશ આપવામાં આવ્યો હતો. બીજી બાજુ કેન્દ્રીય ગૃહમંત્રી રાજનાથ સિંહ દ્વારા પણ આ નિર્ણયની જાણકારી મુખ્યમંત્રી મહેબૂબા મુફ્તીને આપી દેવામાં આવી હતી.

આ નિર્ણય પાછળ સરકારની શું આશા છે?

સરકારે આશા વ્યક્ત કરી છે કે, અભિયાનમાં સહયોગ કરીશું જેના કારણે મુસ્લિમ ભાઈ-બહેનો કોઈ પણ તકલીફ વિના રમજાનની ઉજવણી કરી શકે. કેન્દ્ર સરકારની તરફથી કહેવામાં આવ્યું છે કે, એવા લોકોની ઓળખ કરવી જરૂરી છે કે જે હિંસા અને આતંકનો સહારો લઈને ઈસ્લામને ખરાબ ચીતરાવે છે.