અમદાવાદ/ હવે સાબરમતી રિવરફ્રન્ટ બાદ સાયન્સ સિટીથી પણ જોય રાઇડ્સ શરૂ થશે

હાલ અમદાવાદ સાબમતી રિવરફ્રન્ટ ખાતે જોય રાઈડની શરુઆત કરવામાં આવી છે જે દર શુક્રવારે અને શનિવારે ચાલે છે.

Gujarat
Untitled 11 હવે સાબરમતી રિવરફ્રન્ટ બાદ સાયન્સ સિટીથી પણ જોય રાઇડ્સ શરૂ થશે

અમદાવાદમાં હાલ સાબરમતી રિવરફ્રન્ટથી જોય રાઈડની શરુઆત કરવામાં આવી હતી જેને હાલ સારો એવો પ્રતિસાદ પણ મળી રહ્યો છે. ત્યારે આગામી સમયમાં સાયન્સ સિટીથી થોળ અને અદાણી શાંતિગ્રામ તરફની જોય રાઈડ શરૂ કરવામાં આવી તેની તૈયારીઓ કરવામાં આવી રહી છે.

આ પણ  વાંચો:UP / કાનપુરમાં ચેકિંગ દરમિયાન 3 વાહનોમાંથી મળી આટલી રોકડ,  મંગાવવું પડ્યું નોટ ગણવાનું મશીન

આ અંગે જાણવા મળતી માહિતી પ્રમાણે, હાલ અમદાવાદ સાબમતી રિવરફ્રન્ટ ખાતે જોય રાઈડની શરુઆત કરવામાં આવી છે જે દર શુક્રવારે અને શનિવારે ચાલે છે. આ રાઈડને નાગરિકો દ્વારા સારો એવો પ્રતિસાદ પણ મળી રહ્યો છે. જો કે, જાન્યુઆરી મહિનામાં તમામ રાઈડ્સ ફૂલ જોવા મળી હતી. જાન્યુઆરી મહિનામાં 500થી વધારે લોકોએ આ રાઈડનો લાભ લીધો છે.

આ પણ વાંચો:જામનગર / સચાણા શીપ બ્રેકીંગ યાર્ડ પુન: શરૂ થશે ? ગ્રીન ટ્રીબ્યુનલે સરકારને આપી નોટિસ

જો કે, આ રાઈડ્સને મળી રહેલ સફળતાને લઈ આગામી મહિનામાં સાયન્સ સિટીથી નવો રૂટ શરૂ કરવા માટે સરકાર દ્વારા તૈયારીઓ શરુ કરી દેવામાં આવી છે. જેના માટે ATC પરમિશન વગેરેની પ્રક્રિયા ચાલી રહી છે. ઝડપથી આ રૂટ શરૂ થશે, જેમાં એક દિવસ રિવરફ્રન્ટ અને એક દિવસ સાયન્સ સિટીથી ચાલશે.