Drugs/ ગુજરાત ATS અને કોસ્ટગાર્ડે 200 કરોડના ડ્ર્ગ્સ સાથે બે લોકોની કરી ધરપકડ,પાકિસ્તાની બોટમાંથી મળી આવ્યું

આંતરરાષ્ટ્રીય જળસીમાંથી 200 કરોડનો ડ્રગ્સ પકડાયું છે. આ ડ્રગ્સ પંજાબની જેલમાં બંધ નાઇઝીરિયાએ મંગાવ્યું હોવાનું સામે આવ્યું છે.

Top Stories Gujarat
6 23 ગુજરાત ATS અને કોસ્ટગાર્ડે 200 કરોડના ડ્ર્ગ્સ સાથે બે લોકોની કરી ધરપકડ,પાકિસ્તાની બોટમાંથી મળી આવ્યું
  • ગુજરાત ATS અને કોસ્ટગાર્ડનું ઓપરેશન
  • આંતરરાષ્ટ્રીય જળસીમામાંથી 200 કરોડનું ડ્રગ્સ પકડાયું
  • બે લોકોની ધરપકડ કરવામાં આવી
  • પંજાબની જેલમાં બંધ નાઇઝીરિયને મંગાવ્યુ હતું ડ્રગ્સ
  • 40 કિલો ડ્રગ્સ કબ્જે કરવામાં આવ્યું
  • પાકિસ્તાની ફીશીંગ બોટમાં લવાતું હતુ ડ્રગ્સનું કસાઇન્મેન્ટ

ગુજરાતમાં ડ્રગ્સ પકડાવવાનો સિલસિલો યથાવત રીતે ચાલુ છે, આજે રાજ્યમાં ફરી એકવાર 40 કિલોથી વધુ ડ્રગ્સ પકડાયું છે. ગુજરાત ATS અને કોસ્ટગાર્ડે સંયુક્ત ઓપરેશન દ્વારા ડ્રગ્સ પકડી પાડ્યું છે. આંતરરાષ્ટ્રીય જળસીમાંથી 200 કરોડનો ડ્રગ્સ પકડાયું છે. આ ડ્રગ્સ પંજાબની જેલમાં બંધ નાઇઝીરિયાએ મંગાવ્યું હોવાનું સામે આવ્યું છે. 40 કિલો ડ્રગ્સ પકડી પાડવામાં આવ્યું છે,આ ડ્ર્ગ્સ પાકિસ્તાની ફીશિંગ બોટમાં લવાતું હોવાનું જાણવા મળ્યું છે. આ મામલે બે લોકોની ધરપકડ પણ કરવામાં આવી  છે.

ઉલ્લેખનીય છે કે સમયઅંતરાલે રાજ્યમાં ડ્રગ્સ પકડાતું જ રહે છે. ફરીએકવાર ગુજરાતના દરિયાઇ માર્ગોનો ઉપયોગ કરવામાં આવી રહ્યું છે, આજે 40 કિલો ડ્રગ્સ પક્ડાયું છે. આ મામલે રાજ્યની પોલીસ અને કોસ્ટગાર્ડ સક્રીય રહે છે તેથી ડ્રગ્સના કન્સાઇન્મેન્ટ પકડાઇ રહ્યા છે.