Not Set/ તાઉતે વાવાઝોડુ અમદાવાદ નજીક વળ્યું, અંદાજીત 87 કિ.મી દૂર

હવામાન ખાતા નાં જણાવ્યા અનુસાર  તાઉતે વાવાઝોડુ અમદાવાદ નજીક વળ્યું છે. હાલમાં વાવાઝોડુ અમદાવાદથી અંદાજીત 87 કિ.મી દૂર છે. 

Top Stories Gujarat Others
tauktae તાઉતે વાવાઝોડુ અમદાવાદ નજીક વળ્યું, અંદાજીત 87 કિ.મી દૂર

તાઉ -તે વાવાઝોડું તા.૧૭-૦૫-૨૦૨૧ ના રોજ ૨૦-૩૦ કલાકે ઉના અને દીવ વચ્ચે ટકરાયેલ છે . જેની ગતિ ૧૫૦ થી ૧૭૫ પ્રતિ કલાકની હતી. હવે સૌરાષ્ટ્રના વિસ્તારોને ઘમરોળીને હવે અમદાવાદ તરફ આગળ વધી રહ્યું છે. હવામાન ખાતા નાં જણાવ્યા અનુસાર  તાઉતે વાવાઝોડુ અમદાવાદ નજીક વળ્યું છે. હાલમાં વાવાઝોડુ અમદાવાદથી અંદાજીત 87 કિ.મી દૂર છે.

વાવાઝોડું અમદાવાદ માં ટકરાશે ત્યારે  અમદાવાદમાં 70 કિમી પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાશે. અંદાજે 5 વાગે વાવાઝોડાની તિવ્રતા વધશે. તિવ્રતા વધતા ભારે વરસાદીની આગાહી કરવામાં આવી છે. હાલમાં વાવાઝોડું અમદાવાદ થી અંદાજીત 87 કિ.મી દૂર છે.

ઉલ્લેખનીય છે કે૪ આજે વહેલીસવારથી જ અમદાવાદમાં વાવાઝોડાની અસર દેખાઈ રહી હતી. વહેલીસવાર થી જ અમદાવાદમાં વરસાદી માહોલ સાથે જોરદાર પવન ફૂંકાઈ રહ્યો છે.

tauktae 1 તાઉતે વાવાઝોડુ અમદાવાદ નજીક વળ્યું, અંદાજીત 87 કિ.મી દૂર

જ્યારે આ અંગે અમદાવાદનાં કમિશ્નર મુકેશ કુમારે ટ્વિટ કરીને કહ્યું છે કે, અમદાવાદ શહેરનાં કેટલાક વિસ્તારોમાં બપોરનાં 3 કલાક બાદ પવનની સાથે વરસાદ વરસી શકે છે. હાલ પવનની ઝડપ 38 કિલોમીટર પ્રતિ કલાક રહેલી છે જોકે, તે વધી શકે છે. રહીશોને ઘરમાં રહેવાની અપીલ કરું છુ. ત્યારે અત્યારે અમદાવાદ વાવાઝોડાની એન્ટ્રી થઈ ચુકી છે. 40 કિમી કરતા વધુ ઝડપે પવન ફુંકાઈ રહ્યો છે. સમગ્ર શહેરમાં ભારે વરસાદ વરસી રહ્યો છે.

ગઈકાલે પોરબંદર અને ભાવનગરમાં મહુવામાંથી વાવાઝોડુ પસાર થયું હતું. ઉત્તર ગુજરાતના બનાસકાંઠા પાટણ અરવલ્લી સહીતના વિસ્તારોમાં વરસાદ શરુ થઈ ગયો છે. મધ્ય ગુજરાતના અમદાવાદ ખેડા ગાંધીનગર નાડીયાદ આણંદ વડોદરા સહીત ભારે વરસાદ પડી રહ્યો છે. જ્યારે ગીર સોમનાથ, અમરેલી, ભાવનગર, પોરબંદર અને જૂનાગઢમાં ભારે વરસાદ વરસી રહ્યો છે.