જો તમારે કળિયુગનું ભયાનક રૂપ જોવું હોય તો તમે આ વીડિયોમાં જોઈ શકો છો કે આજે આપણા સમાજમાં લોકોમાં માનવતા કેવી રીતે ખતમ થઈ ગઈ છે. ક્રૂરતાની તમામ હદ વટાવીને એક વ્યક્તિએ મુંગા જીવને નિર્દયતાથી ફાંસીએ લટકાવીને મારી નાખ્યું હતું.
ભોપાલમાં એક પાલતુ શ્વાનને ફાંસી આપીને મારી નાખવામાં આવ્યો. શ્વાનને ફાંસી આપનાર યુવક ડોગ ટ્રેનર હોવાનું કહેવાય છે, જેને તેના પાર્ટનરએ તેનો શ્વાન સોંપ્યો હતો. સોશિયલ મીડિયા પર એક ખૂબ જ ભયાનક વીડિયો ઝડપથી વાયરલ થઈ રહ્યો છે. વીડિયોમાં તમે જોઈ શકો છો કે કેવી રીતે એક પાલતુ કૂતરાને ફાંસીએ લટકાવીને મારી નાખવામાં આવ્યો હતો. ડોગ ટ્રેનર રવિ કુશવાહાને દારૂના કારોબારી નિખિલ જયસ્વાલે તેનો કૂતરો ટ્રેનિંગ માટે આપ્યો હતો. જ્યાં રવિ જયસ્વાલ અને તેના કર્મચારીઓ નેહા તિવારી અને તરુણે શ્વાન કોયાને લટકાવીને મારી નાખ્યું. કૂતરો લગભગ 7 મિનિટ સુધી તડપતો રહ્યો. ઘટના 9 ઓક્ટોબરની છે. તેના સીસીટીવી હવે સામે આવ્યા છે. જોકે ટ્રેનરે આવું શા માટે કર્યું તે જાણી શકાયું નથી.
ફરિયાદ બાદ પોલીસે પ્રાથમિક તપાસ બાદ સીસીટીવી ફૂટેજ કબજે કર્યા છે. જેમાં સમગ્ર સત્ય બહાર આવ્યું હતું. 9 ઓક્ટોબરના રોજ બપોરે 1.38 કલાકે નેહાએ સૌથી પહેલા શ્વાનને ગેટ પર ફાંસીએ લટકાવ્યો અને ત્યારબાદ રવિ અને તરુણ ત્યાં આવ્યા અને ફાંસો બનાવીને શ્વાનના ગળામાં મૂકી દીધો અને પછી ત્રણેય જણાએ શ્વાનને ફાંસીએ લટકાવી દીધો હતો. હવે એક હ્રદયસ્પર્શી કેસમાં પોલીસે રવિ, તરુણ અને નેહા વિરુદ્ધ પશુ ક્રૂરતા અધિનિયમનો કેસ નોંધ્યો છે.
આ પણ વાંચો: USA-Israel/ ઇઝરાયેલ હિઝબુલ્લાહ સામે નવો મોરચો ન ખોલેઃ અમેરિકાની અપીલ
આ પણ વાંચો: Karnataka/ ફૂટપાથ પર ચાલતા પાંચ લોકોને કાર ચાલકે એક ઝાટકે ઉડાવી દીધા, જુઓ વીડિયો
આ પણ વાંચો: Gyanvapi Case/ શું જ્ઞાનવાપીમાં પૂજા કરવાની પરવાનગી મળશે?