Tech News/ UTS એપને બાય-બાય! 1 માર્ચથી UTS એપ બંધ, રેલવેએ લોન્ચ કરી નવી ‘RailOne’ સુપર એપ

ભારતીય રેલવે 1 માર્ચથી UTS એપ બંધ કરી રહી છે. મુસાફરોએ હવે RailOne સુપર એપનો ઉપયોગ કરવો પડશે, જેમાં જનરલ ટિકિટ પર 3% ડિસ્કાઉન્ટ મળશે.

Trending Tech & Auto
RailOne App Indian Railway

RailOne App Indian Railway: જો તમે પણ ટ્રેનમાં જનરલ કે પ્લેટફોર્મ ટિકિટ બુક કરાવવા માટે ‘UTS’ એપનો ઉપયોગ કરો છો, તો આ સમાચાર તમારા માટે ખૂબ જ મહત્વના છે. ઇન્ડિયન રેલવે આગામી 1 માર્ચ થી તેની લોકપ્રિય UTS ટિકિટ બુકિંગ એપ બંધ કરવા જઈ રહી છે. હવે મુસાફરોએ રેલવેની નવી અને ઓલ-ઈન-વન સુપર એપ ‘RailOne’ પર સ્વિચ થવું પડશે.

કેમ બંધ થઈ રહી છે UTS એપ?

રેલવેએ મુસાફરોને એક જ પ્લેટફોર્મ પર તમામ સુવિધાઓ આપવા માટે RailOne એપ લોન્ચ કરી છે. અત્યાર સુધી રિઝર્વેશન માટે અલગ એપ અને જનરલ ટિકિટ માટે અલગ એપ વાપરવી પડતી હતી, પરંતુ હવે RailOne પર જ બધી સુવિધાઓ મળશે. 1 માર્ચથી જૂની UTS એપ કામ કરવાનું બંધ કરી દેશે.

શું થશે તમારા R-Wallet ના પૈસાનું?

ઘણા મુસાફરોને એવી ચિંતા છે કે UTS એપના વોલેટમાં જમા રહેલા પૈસા ડૂબી જશે, પરંતુ રેલવેએ આ બાબતે સ્પષ્ટતા કરી છે કે મુસાફરો તેમના જૂના UTS આઈડી અને પાસવર્ડનો ઉપયોગ કરીને જ RailOne એપમાં સરળતાથી લોગિન કરી શકશે. આ સાથે જ તમારા R-Wallet માં રહેલું જે પણ બેલેન્સ છે, તે આપોઆપ RailOne એપમાં દેખાવા લાગશે અને તમે અગાઉની જેમ જ તેનો ઉપયોગ ટિકિટ બુકિંગ માટે કરી શકશો.

જનરલ ટિકિટ પર 3% ડિસ્કાઉન્ટનો ફાયદો

રેલવે નવી એપને પ્રોત્સાહન આપવા માટે ખાસ ઓફર આપી રહી છે. જો તમે RailOne એપ દ્વારા જનરલ ટિકિટ બુક કરો છો અને તેનું પેમેન્ટ UPI, ડેબિટ/ક્રેડિટ કાર્ડ કે નેટ બેન્કિંગ દ્વારા કરો છો, તો તમને 3 ટકાનું ડિસ્કાઉન્ટ મળશે. આ ઓફર 14 જુલાઈ 2026 સુધી માન્ય રહેશે.

RailOne App Indian Railway

RailOne એપની ખાસિયતો:

ભારતીય રેલવે દ્વારા રજૂ કરવામાં આવેલી આ નવી સુવિધા મુસાફરો માટે વન-સ્ટોપ સોલ્યુશન સાબિત થશે, જેમાં હવે જનરલ, રિઝર્વ અને પ્લેટફોર્મ ટિકિટ એક જ એપ દ્વારા બુક કરી શકાશે. આ ઇન્ટિગ્રેટેડ સર્વિસમાં IRCTC રેલ કનેક્ટ, NTES, રેલ મદદ અને ફૂડ ઓન ટ્રેક જેવી તમામ મહત્વની સુવિધાઓ એકસાથે ઉપલબ્ધ કરાવવામાં આવી છે. મુસાફરો હવે રીઅલ ટાઈમ માહિતી જેવી કે ટ્રેનનું લાઈવ સ્ટેટસ, પ્લેટફોર્મ નંબર, કોચ પોઝિશન અને PNR સ્ટેટસ પણ આંગળીના ટેરવે ચેક કરી શકશે. આ ઉપરાંત, મુસાફરીને વધુ સુખદ બનાવવા માટે સીધા એપ પરથી જ IRCTC એપ્રુવ્ડ વેન્ડર પાસેથી મનપસંદ ભોજન પણ ઓર્ડર કરી શકાશે.


આ પણ વાંચો: IRCTC હોટલ ભ્રષ્ટાચાર કેસમાં કોર્ટનો નિર્ણય, લાલુ યાદવ પર 420 હેઠળ આરોપો ઘડવામાં આવ્યા

આ પણ વાંચો: આજથી રિઝર્વેશનના નિયમોમાં મોટો ફેરફાર, IRCTCમાં આધાર લિંક ફરજિયાત

આ પણ વાંચો: તત્કાલ બુકિંગ પહેલા IRCTCની વેબસાઈટ ડાઉન, ટિકિટ બુક ન થવાથી યુઝર્સ પરેશાન