શીખોના પવિત્ર ધાર્મિક સ્થળ કરતારપુર કોરિડોરનો બુધવારે પાકિસ્તાનમાં શિલાન્યાસ કરવામાં આવ્યો હતો. પાકિસ્તાનના પ્રધાનમંત્રી ઇમરાન ખાને કોરિડોરનો શિલાન્યાસ કર્યો હતો.
આ સમારોહમાં આતંકી હાફિઝ સઈદનો સહયોગી અને ખાલિસ્તાન સમર્થક ગોપાલ ચાવલા પણ નજરે ચડ્યો હતો. આ સમારોહ દરમિયાન ચાવલા પાકિસ્તાની સેના પ્રમુખ બાજવા સાથે હાથ મિલાવતા જોવા મળ્યા હતા. આ સમારોહ પાકિસ્તાનના કરતારપુરમાં આયોજિત કરવામાં આવ્યો હતો.
વળી, આ મુલાકાત પર ભારતીય સેના પ્રમુખ બિપિન રાવત સિંહે કહ્યું કે, બધાનું માનવાનું છે કે, શાંતિ માટે એક પ્રયાસ કરવો જોઈએ. આ ઘટનાને અલગ રૂપથી જોવી જોઈએ. આને કોઈ સાથે જોડીને જોવાની જરૂર નથી.
ભારત-પાકિસ્તાન સીમા પર આયોજિત આ સમારોહમાં ખાલીસ્તાની અલગાવવાદીઓ પણ હાજર રહ્યા હતા. કાર્યક્રમ દરમિયાન ખાલીસ્તાની નેતા ગોપાલ ચાવલા પાકિસ્તાની આર્મી ચીફ કમર બાજવા સાથે જોવા મળ્યા હતા.
જણાવી દઈએ કે, ખાલીસ્તાની નેતા ગોપાલ ચાવલાને એના ભારત વિરોધી હોવાના કારણે ઓળખવામાં આવે છે.