- સંતોષ બાદ ભૂપેન્દ્ર યાદવ ગુજરાત પ્રવાસે, ચૂંટણીલક્ષી માર્ગદર્શન આપી રણનીતિ પર ચર્ચા કરશે
ગુજરાત વિધાનસભાની ચૂંટણી જેમ જેમ નજીક આવી રહી છે તેમ તેમ રાષ્ટીય સંગઠનના પદાધિકારીઓ અને કેન્દ્રીય નેતાઓના ગુજરાત પ્રવાસ વધી રહ્યા છે. કેન્દ્રીય ગૃહ મંત્રી અમિત શાહ બાદ રાષ્ટીય સંગઠન મહામંત્રી બી.એલ સંતોષે તાજેતરમાં જ ગુજરાત મુલાકાતે આવ્યા હતા અને મિટિંગ યોજી હતી..ત્યાર બાદ હવે કેન્દ્રીય મંત્રી અને ગુજરાત બીજેપી પ્રભારી ભુપેન્દ્ર યાદવ આજે ગુજરાત પ્રવાસ આવી રહ્યા છે. જેમાં આગામી ચૂંટણીને લઈને ભાજપ સંગઠનના હોદ્દેદારો સાથે બેઠક કરશે. ત્યારે પ્રશ્ન એ થઈ રહ્યો છે સુ ભાજપ ડેમેજ કંટ્રોલ કરવા માટે એક બાદ એક મોટા ગજાના નેતાઓ ગુજરાત પ્રવાસે આવી રહ્યા છે.
નવું મંત્રી મંડળ અસ્તિત્વમાં આવ્યા બાદ જે રીતે બે સિનિયર નેતાઓ પાસેથી મહત્વના ખાતા આચકી લીધા બાદ રાજકીય ભૂકંપ સર્જાયો છે. ત્યારે વધુ એક નેતા ગુજરાત પ્રવાસે આવી રહ્યા છે.
કેન્દ્રીય મંત્રી અને પ્રભારી ભુપેન્દ્ર યાદવ સાંજે ગુજરાત પ્રવાસે આવશે. ત્યાર બાદ એરપોર્ટથી પ્રદેશ અધ્યક્ષ સી આર પાટીલના બંગલે જશે. ત્યાર બાદ કમલમ અથવા તો બંગલા પર બેઠક યોજસે તેવું સૂત્રો કહી રહ્યા છે. જો કે રાષ્ટીય નેતાઓના ગુજરાત પ્રવાસ આવ્યા બાદ અનેક ફેરફારો થયા છે. કેન્દ્રીય ગૃહ મંત્રીનો ગુજરાત પ્રવાસ પહેલા જ 2 મંત્રીઓ પાસેથી ખાતા આંચકી લીધા. ત્યાર બાદ બી.એલ સંતોષની ગુજરાત મુલાકાતમાં તેમને ભાજપની મહત્વની કોર કમિટીમાં ફેરફારો કર્યા. કેટલાક ભાજપના મુખ્ય ચહેરાઓને કોર કમિટીમાં સ્થાન આપવામાં આવ્યું અને આ તમામ સભ્યો સાથે બેઠક યોજી હતી.
હવે જ્યારે પ્રભારી ભુપેન્દ્ર યાદવ ગુજરાત મુલાકાતે આવી રહ્યા છે. ત્યારે હજી પણ કંઈક ફેર બદલના એંધાણ વર્તાઈ રહ્યા છે. પ્રભારી ભુપેન્દ્ર યાદવ ભાજપના વિવિધ મોરચા- સેલના હોદ્દેદારો સાથે બેઠકો કરશે સાથે સાથે જિલ્લાઓના પ્રવાસો ગોઠવવાના મુદ્દાઓ પર ચર્ચા કરશે. ભૂપેન્દ્ર યાદવ 2017 માં પણ પ્રભારી હતા અને તમામ જિલ્લા મહાનગરોના આગેવાનો સાથે સીધો પરિચય ધરાવે છે. જેથી તેમની સાથે બધું એક વખત મુલાકાત થાય સાથે જ ગ્રાઉન્ડ પર શું સ્થિતિ છે તેનો ચિતાર મેળવશે. જેથી આગામી ચૂંટણીમાં 150 નો લક્ષ સર કરી શકાય.
તમામ મંત્રીઓ કોર કમિટીના સભ્યો મુખ્ય હોદ્દેદારો સાથે બેઠક કરશે. ત્યાર બાદ ભાજપનો 150 સીટ નો લક્ષયાંક છે. તે પાર પાડવા ચોક્કસ વ્યુરચના યોજશે. ત્યાર બાદ ગુજરાતની તમામ બેઠકોનો ચિતાર મેળવશે.
જો કે 2 મંત્રીઓના ખાતા છીનવાઈ જતા હજી કેટલાક મંત્રીઓના ખાતાઓમાં ફેરબદલ થાય તેવું સૂત્રો કહી રહ્યા છે. ક્યાંય મંત્રીઓમાં પણ પોતાના ખાતા ન બદલાઈ જાય તે અંગે ફફડાટ જોવા મળી રહ્યો છે. ખેર હવે પ્રભારી ભુપેન્દ્રની ગુજરાત મુલાકાતમાં નવી જાહેરાત થાય તો નવાઈ નહિ.
