Bihar murder/ ફોન કરીને બોલાવ્યો, હત્યા કરી અને ગુપ્તાંગ કાપી નાખ્યું

આ અંગે ડીસીપી નુરૂલ હકે જણાવ્યું હતું કે, હીરાજીત તીન મોહાની પાસે એખ શખ્સનો મૃતદેહ મળી આવતા તેમણે ઘટનાસ્થળે પહોંચીને તપાસ શરૂ કરી હતી.  મૃતકની ઓળખ અભિનવ ઉર્ફે વિકાસ કુમાર તરીકેની થઈ હતી

Top Stories India

@ નિકુંજ પટેલ

Bihar News: નાલંદા જીલ્લાના ચેરો ઓપી સ્થિત હીરાજીત તીન મોહાની પાસેથી એક શખ્સનો મૃતદેહ મળતા ચકચાર મચી ગઈ હતી. મૃતકની ઓળખ હરનૌત પોલીસ સ્ટેશન વિસ્તારના વિરજુ મિલ્કી ગામના રહેવાસી અભિનવ ઉર્ફે વિકાસ કુમાર તરીકેની થઈ છે.

અભિનવ ડ્રાઈવર તરીકે કામ કરતો હતો. તેના પરિવારજનોનો આક્ષેપ છે કે કોઈ વ્યક્તિએ તેને ફોન કરીને તેને બ્લોક પાસે બોલાવ્યો હતો. પરિવારજનોએ તેને ફોન કર્યો તો તેનો ફોન બંધ આવતો હતો. બીજી તરફ સવારે અભિનવનો મૃતદેહ હીરાજીત તીન મોહાની પાસેથી મળી આવ્યો હતો. શરીર પર ધારદાર શસ્ત્રોના ઈજાના નિશાન હતા અને ગુપ્તાંગ કાપી નંખાયેલું હતું.

આ અંગે ડીસીપી નુરૂલ હકે જણાવ્યું હતું કે, હીરાજીત તીન મોહાની પાસે એખ શખ્સનો મૃતદેહ મળી આવતા તેમણે ઘટનાસ્થળે પહોંચીને તપાસ શરૂ કરી હતી.  મૃતકની ઓળખ અભિનવ ઉર્ફે વિકાસ કુમાર તરીકેની થઈ હતી. તેના ગળા અને શરીરના અન્ય ભાગો પર ઈજાના નિશાન હતા. બાદમાં મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે મોલકી આપ્યો હતો. આ અંગે પોલીસ વધુ તપાસ કરી રહી છે.

whatsapp ad White Font big size 2 4 બળાત્કાર એ બળાત્કાર છે, ભલે પતિ પત્ની સાથે કરે: ગુજરાત હાઈકોર્ટ


આ પણ વાંચો:અંબાણી પરિવારના પ્રસંગમાં હાજરી પુરાવા બચ્ચન ફેમિલી પહોંચી જામનગર

આ પણ વાંચો:પાલનપુર-દાંતા હાઈવે પર અકસ્માતની ઘટના, 2 લોકોના મોત