Narendra Modi/ પરમાત્માએ મને કોઈ હેતુ માટે મોકલ્યો છે- પીએમ મોદી

ભગવાનના સંદેશવાહક તરીકે રજૂ કરવાનો વડ઼ાપ્રધાનનો પ્રયાસ

Top Stories India
Beginners guide to 2024 05 22T184751.006 પરમાત્માએ મને કોઈ હેતુ માટે મોકલ્યો છે- પીએમ મોદી

New Delhi News : એકતરફ લોકસભાની ચૂંટણી ચાલી રહી છે ત્યારે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ મિડીયાને આપેલા એક ઈન્ટરવ્યુમાં પોતાને ભગવાનના સંદેશવાહક તરીકે રજૂ કરવાનો પ્રયાસ કર્યો હતો. તેમણે કહ્યું હતું કે ઈશ્વરે મને કોઈ હેતુ માટે મોકલ્યો છે. જે મને દિશા પણ આપે છે, શિક્ષા પણ આપે છે, ઉર્જા અને સમર્થ્ય સાથે પ્રેરણા પણ આપે છે.
પીએમ મોદીએ કહ્યું કે તમે તેને દૈવી શક્તિ કહો કે ઈશ્વરીય શક્તિ કહો. પરંતુ તેના વગર આ બધું સંભવ નથી. તે ભલે દેખાતો નથી પણ હું તેને શરણે છું.

પરમાત્માએ મને કોઈ કામ માટે કે હેતુ માટે મોકલ્યો છે. તેની પૂર્તિ માટે જ મને પરમાત્મા દિશા અને શિક્ષા આપે છે.
તે સિવાય મોદીએ કહ્યું કે પહેલા મારી માતા જીવીત હતી ત્યારે લાગ્યું હતું કે કદાચ માતાએ મને બાયોલોજીકલી જન્મ આપ્યો છે. પરંતુ માતાના નિધન બાદ હું કન્વીન્સ થઈ ચૂક્યો છું. હું મારા અનુભવોને જોડીને જોઈ રહ્યો છું. આ પૂજા બાયોલોજીકલ શરીરની નથી.

ઈશ્વરને મારી પાસે કંઈક કામ લેવું છે. હું કંઈં જ નથી. એક ઈસ્ટમેન છું. તેના માટે મને નેકદીલી સાથે પુરૂષાર્થ કરવાનું સામર્થ્ય પણ આપ્યું છે. જે ઈશ્વરે મારા રૂપમાં મારી પાસેથી કામ લેવાનું નક્કી કર્યું છે.


whatsapp ad White Font big size 2 4 બળાત્કાર એ બળાત્કાર છે, ભલે પતિ પત્ની સાથે કરે: ગુજરાત હાઈકોર્ટ


આ પણ વાંચો:ચારધામ યાત્રાએ તોડ્યા તમામ રેકોર્ડ, હરિદ્વારમાં 60 હજાર શ્રદ્ધાળુઓ રોકાયા, એક માર્ગે ભીડ ઘટી

આ પણ વાંચો:કચ્છથી રાજસ્થાનના બાડમેર સુધી 490 કિ.મી.નો જળમાર્ગ બનાવવામાં આવશે

આ પણ વાંચો:અરવિંદ કેજરીવાલને મારી નાખવાની ધમકી આપતો મેસેજ લખનાર યુવકની કરાઈ ધરપકડ

આ પણ વાંચો:સુપ્રીમ કોર્ટનો અસાધારણ નિર્ણય, સગીર આરોપીને ના આપ્યા જામીન, 14વર્ષની કલાસમેટનો બનાવ્યો હતો અશ્લીલ વીડિયો