Election/ ભાજપે જાહેર કર્યા રાજ્યસભાનાં ઉમેદવાર, આગામી 1લી માર્ચે યોજાશે રાજ્યસભાની ચૂંટણી

ભાજપે જાહેર કર્યા રાજ્યસભાનાં ઉમેદવાર, આગામી 1લી માર્ચે યોજાશે રાજ્યસભાની ચૂંટણી

Gujarat Others Trending
જેલ 5 ભાજપે જાહેર કર્યા રાજ્યસભાનાં ઉમેદવાર, આગામી 1લી માર્ચે યોજાશે રાજ્યસભાની ચૂંટણી

ગુજરાત રાજ્યમાં હાલમાં ચૂંટણીની મોસમ ચાલી રહી છે. સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીની તૈયારીઓ પુર જોશમાં ચાલી રહી છે. ત્યારે બીજી બાજુ રાજ્યસભાની ખાલી પડેલી બે બેઠક માટે પણ તૈયારીઓ પુર જોશમાં ચાલી રહી છે. સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી માટે  ઉમેદવારી ફોર્મ ભરાઈ ચુક્યા છે.  ત્યારે હવે રાજ્યસભાની ચૂંટણી માટે ઉમેદવારી ફોર્મ ભરવા માટેની પ્રક્રિયા હાથ ધરી છે. જે માટે છેલ્લી તારીખ 18 ફેબ્રુઆરી  છે.

ગુજરાત ભાજપ દ્વારા રાજ્યસભાનાં ઉમેદવાર જાહેર કરી દેવામાં આવ્યા છે. જેમાં દિનેશ પ્રજાપતિ,રામભાઇ મોકરિયાને ટિકિટ ફાળવવામાં આવી છે. આગામી 1લી માર્ચે  રાજ્યસભાની ચૂંટણી યોજાશે.

રામભાઇ મોકરિયા મારુતિ કુરિયરનાં માલિક છે. અને નરેન્દ્ર મોદીની ગુડબુકમાં રામભાઇનું નામ છે. જયારે  દિનેશભાઇ ગુજરાત બક્ષીપંચનાં પ્રમુખ છે

ઉલ્લેખનીય છે કે, ગુજરાતમાં થી  ભાજપના સાંસદ અભય ભારદ્વાજ અને  કોંગ્રેસના સાંસદ બંનેનું કોરોનાને કારણે નિધન થયું હતું. જેને લઇ રાજ્યસભાની બે બેઠક ખાલી પડી હતી. જે માટે હવે પેટા ચૂંટણી નું આયોજન કરવામાં આવ્યું છે.

ગુજરાત કોંગ્રેસ દ્વારા આ માટે હજુ સુધી ઉમેદવારોની જાહેરાત કરવામાં આવી નથી. શક્ય છે કે ગુજરાત કોંગ્રેસ દ્વારા ચૂંટણીમાં પોતાના ઉમેદવારોને ઉભા નહિ કરે. ચૂંટણી પંચ દ્વારા બંને બેઠક માટે અલગ અલગ નોટીફીકેશન બહાર પાડવામાં આવ્યું છે. જેને લઇ કોંગ્રેસ માટે ધારાસભ્યોના અપૂરતા સંખ્યાબળ ને લઇ આ ચૂંટણી જીતવી અશક્ય છે.


Cybercrime / CID ક્રાઇમના વડાનું ટ્વિટર એકાઉન્ટ હેક, હેકરે બમણી કમાણી કરતી વેબસાઈટની આપી લાલચ

Surat / ભાજપ MLA વિરુદ્ધ કાર્યકરોમાં રોષ, MLA પુર્ણેશ મોદીનો ભરબજારે લીધો ઉધડો

covid19 / મુખ્યમંત્રીએ જામનગરમાં સભા કરી હતી સંબોધિત, હાજર તમામ મંત્રીઓના કોરોના રીપોર્ટ આવ્યો….

ગુજરાત / ગોધરાકાંડના મુખ્ય આરોપી રફીક હુસેન ભટુકની 19 વર્ષ બાદ ધરપકડ

મંતવ્ય ન્યૂઝ દ્વારા જાહેર અપીલ 

નાગરીકોની શિસ્તબધ્ધતા અને તંત્રની અથાગ મહેનતનાં કારણે ગુજરાતમાં કોરોના નામશેષ થવાનાં આરે પહોંચી ચૂક્યો છે. ગાફેલ રહેવાની બીલકુલ જરુર નથી કારણ કે કોરોનાની સંપૂર્ણ નાબૂદીમાં હજુ થોડો સમય લાગશે. જો કે, ગુજરાતનાં આ સદનસીબ છે કે કોરોનાની ચાલ મંદી પડી છે, બાકી વિશ્વનાં અનેક દેશમાં આજે પણ કોરોના કહેર વર્તાવી જ રહ્યો છે. આવા સમયે અમે મંતવ્ય ન્યૂઝ તમામ નાગરીકોને અપીલ કરીએ છીએ કેકોરોનાથી ડરવાની નહીંપરંતુ સંયમ સાથે વર્તવાની જરુર છે અને જે આપણે કરી પણ બતાવ્યું છે. છતા પણ બને તેટલો જાહેર સંપર્ક ટાળોકોરોના માર્ગદર્શીકા અને સરકારનાં સૂચનોનું ચુસ્તપણે પાલન કરો અને સ્વજનોને પણ કરાવો. આ કાળમાં તકેદારીએ જ સ્વસ્થ્ય હોય, ચાલો સંયમ સાથે નિયમોનું પાલન કરી એક જાગૃત નાગરીકની ફરજ બજાવીએ