Not Set/ હિંમતનગર માર્કેટયાર્ડમાં ગોકળ ગાયની ગતિએ ચાલતી કામગીરીથી ખેડૂતોમાં રોષ

હિંમતનગર, રાજ્ય સરકાર દ્વારા ખેડૂતો એ પકવેલા મગફળીના પાકને ટેકાના ભાવે ખરીદી ચાલુ કરી છે પરંતુ ખરીદી ચાલુ કર્યાના પ્રથમ દિવસથી જ ખરીદી વિવાદોમાં સપડાઈ છે. ત્યારે આજે હિંમતનગર માર્કેટયાર્ડમાં પણ મગફળી ખરીદી મોડી ચાલુ થતા અને ગોકળ ગાયની ગતિએ ચાલતી ખરીદીનો રોષ ઠાલવતા ખેડૂતોએ માર્કેટયાર્ડમાં હોબાળો મચાવ્યો હતો અને સાથેજ માર્કેટયાર્ડનો મુખ્ય દરવાજો બંધ […]

Top Stories Gujarat Others
mantavya 39 હિંમતનગર માર્કેટયાર્ડમાં ગોકળ ગાયની ગતિએ ચાલતી કામગીરીથી ખેડૂતોમાં રોષ

હિંમતનગર,

રાજ્ય સરકાર દ્વારા ખેડૂતો એ પકવેલા મગફળીના પાકને ટેકાના ભાવે ખરીદી ચાલુ કરી છે પરંતુ ખરીદી ચાલુ કર્યાના પ્રથમ દિવસથી જ ખરીદી વિવાદોમાં સપડાઈ છે.

mantavya 40 હિંમતનગર માર્કેટયાર્ડમાં ગોકળ ગાયની ગતિએ ચાલતી કામગીરીથી ખેડૂતોમાં રોષ

ત્યારે આજે હિંમતનગર માર્કેટયાર્ડમાં પણ મગફળી ખરીદી મોડી ચાલુ થતા અને ગોકળ ગાયની ગતિએ ચાલતી ખરીદીનો રોષ ઠાલવતા ખેડૂતોએ માર્કેટયાર્ડમાં હોબાળો મચાવ્યો હતો અને સાથેજ માર્કેટયાર્ડનો મુખ્ય દરવાજો બંધ કરીને વિરોધ દર્શવ્યો હતો.

mantavya 41 હિંમતનગર માર્કેટયાર્ડમાં ગોકળ ગાયની ગતિએ ચાલતી કામગીરીથી ખેડૂતોમાં રોષ

ખેડૂતોને મેસેજ કરી વેચાણ અર્થે બોલાવવામાં આવે છે પરંતુ ધીમી ગતિના કામ કાજ થી બોલાવવામાં આવેલા તમામ ખેડૂતોની મગફળી ખરીદી થતી નથી. એક તરફ ખેડૂતોને નવીન સિઝનની વાવણીનો સમય છે તો બીજી તરફ માર્કેટમાં મફગફળી વેચાણ માટે બે -બે દિવસ લાઇનમાં ઉભા રહેવાના કારણે ખેડૂતોમાં ભારોભાર રોષ ભભૂકી ઉઠયો છે.

mantavya 42 હિંમતનગર માર્કેટયાર્ડમાં ગોકળ ગાયની ગતિએ ચાલતી કામગીરીથી ખેડૂતોમાં રોષ

એક તરફ સરકાર દ્વારા ખેડૂતોની મુશ્કેલીઓ નિવરવા માટે ટેકાના ભાવે ખરીદી કરાઈ રહી છે તો બીજી તરફ સ્થાનિક તંત્ર અને ખરીદી કેન્દ્રની અસુવિધાઓના કારણે ખેડૂતોની મુશ્કેલી વધી છે, ત્યારે હવે ખેડૂતોને આગામી સમય માં હજુ કેટલી મુશ્કેલીઓ સહેવી પડશે એતો આવનાર સમય જ બતાવશે.