Not Set/ સુરતમાં ધારાસભ્ય જનસંપર્ક કાર્યક્રમ અંતર્ગત પ્રચાર કરવા ગયા- રહીશોએ પોતાના ઘરના દરવાજા બંધ કરી દીધા

સુરતમાં પાટીદારો દ્વારા ધારાસભ્ય અને મેયરનો વિરોધ કરવામાં આવ્યો હતો. મળતી માહીતી મુજબ વરાછાના લજામણીમાં આવેલી ગોપીનાથ સોસાયટીમાં ધારાસભ્ય જનસંપર્ક કાર્યક્રમ અંતર્ગત ચૂંટણીને લઇને પ્રચાર કરવા માટે ગયા હતા. આ દરમિયાન ત્યાંના રહીશોએ પોતાના ઘરના દરવાજા બંધ કરી દીધા હતા. પરંતુ ધારાસભ્યે બળજબરી પૂર્વક રહીશોને ઘરના દરવાજો ખોલવા દબાણ કર્યું હતું. જો કે આ સમયે […]

Gujarat
bjp flag l pti 1 સુરતમાં ધારાસભ્ય જનસંપર્ક કાર્યક્રમ અંતર્ગત પ્રચાર કરવા ગયા- રહીશોએ પોતાના ઘરના દરવાજા બંધ કરી દીધા

સુરતમાં પાટીદારો દ્વારા ધારાસભ્ય અને મેયરનો વિરોધ કરવામાં આવ્યો હતો. મળતી માહીતી મુજબ વરાછાના લજામણીમાં આવેલી ગોપીનાથ સોસાયટીમાં ધારાસભ્ય જનસંપર્ક કાર્યક્રમ અંતર્ગત ચૂંટણીને લઇને પ્રચાર કરવા માટે ગયા હતા. આ દરમિયાન ત્યાંના રહીશોએ પોતાના ઘરના દરવાજા બંધ કરી દીધા હતા. પરંતુ ધારાસભ્યે બળજબરી પૂર્વક રહીશોને ઘરના દરવાજો ખોલવા દબાણ કર્યું હતું. જો કે આ સમયે રહીશો અને ધારાસભ્ય તેમજ ભાજપના કાર્યકરો વચ્ચે ઘર્ષણ સર્જાયું હતું અને રહીશોએ ભાજપ હાય હાયના નારા લગાવીને ભારે સૂત્રોચ્ચાર કર્યા હતા અને વિરોધ કર્યો હતો.

તો બીજી તરફ સુરતના એલ,એચ,રોડ પર પણ અવંતી સોસાયટીમાં મેયરને પ્રવેશ આપવામાં આવ્યો ન હતો. તેમજ સ્થાનિકોએ વિરોધ નોંધાવ્યો હતો. આ ઘટનાની જાણ થતાં પોલીસ તાબડતોડ ઘટના સ્થળે આવી પહોંચી હતી અને 12 જેટલા પાસના કાર્યકરોની અટકાયત કરી હતી અને 6 પાસના કાર્યોકરો સામે ગુનો દાખલ કર્યો હતો.