Bharuch/ સ્થાનિક ચૂંટણી નજીક આવતા જ રાજકીય આગેવાનો પક્ષ પલટો કરવા સજ્જ

ભરૂચ રાજપૂત છાત્રાલય ખાતે ભારતીય જનતા પાર્ટીની સંગઠનની બેઠક મળી હતી….

Gujarat Others
C to B સ્થાનિક ચૂંટણી નજીક આવતા જ રાજકીય આગેવાનો પક્ષ પલટો કરવા સજ્જ

@મુનિર પઠાન, મંતવ્ય ન્યૂઝ – ભરૂચ

ભરૂચ રાજપૂત છાત્રાલય ખાતે ભારતીય જનતા પાર્ટીની સંગઠનની બેઠક મળી હતી. જેમાં કોંગ્રેસ પક્ષમાંથી છેડો ફાડી ભરૂચ તાલુકા પંચાયતના પૂર્વ ઉપપ્રમુખ કૌશિક પટેલ, ભોલાવના પૂર્વ સરપંચ દિગ્વિજયસિંહ રાજ, શિવસેનાના આગેવાનો સહીત અંકલેશ્વર કોંગ્રેસના આગેવાનો પોતાના ટેકેદારો અને હોદ્દેદારો સાથે ભાજપમાં જોડાયા હતા.

C to B 1 સ્થાનિક ચૂંટણી નજીક આવતા જ રાજકીય આગેવાનો પક્ષ પલટો કરવા સજ્જ

ગુજરાત રાજ્યમાં સ્થાનિક સ્વરાજ્યની ચુંટણીની તારીખો જાહેર થઈ ચુકી છે. ત્યારે શિયાળાની ઠંડીમાં રાજકારણમાં ગરમાવો જોવા મળી રહ્યો છે. જેમાં આજરોજ ભારતીય જનતા પાર્ટીની સંગઠનની બેઠક મળતા કોંગ્રેસના ભરૂચ તાલુકા પંચાયતના પૂર્વ ઉપપ્રમુખ કૌશિક પટેલ,ભોલાવ પંચાયતના પૂર્વ સરપંચ દિગ્વિજયસિંહ રાજ, જયદીપસિંહ ગોહિલ, તાલુકા પંચાયતના માજી સભ્ય સરોજબેન ચૌહાણ, યુથ કોંગ્રેસના પૂર્વ ઉપપ્રમુખ યોગેન્દ્ર તડવી, અંકલેશ્વર પાલિકાના વોર્ડ નંબર-૫ ના પૂર્વ નગરસેવકો, શિવસેનાના પ્રમુખ વિરલ ગોહિલ સહિત મોટી સંખ્યામાં શિવસેનાના યુવાનો, ભોલાવ, ઝાડેશ્વરના કોંગ્રેસ પક્ષમાંથી ૮ હોદ્દેદારો તેમજ ૨૦૦ થી વધુ કાર્યકર્તાઓ તેમજ હલદરવાના સરપંચ અને સભ્યો, ચવાજ ગામના આગેવાનો, અંકલેશ્વર કોંગ્રેસના નગરસેવકોએ પણ પોતાના સમર્થકો સાથે કેસરિયો ધારણ કરી લેતા ભરૂચ ભાજપના પ્રમુખ મારૂતિસિંહએ ભાજપના જિલ્લા પ્રમુખ બનવાની કામગીરીમાં સફળતા બતાવી હતી, તેમજ આવનાર સ્થાનિક સ્વરાજયની ચૂંટણી પહેલા જ તમામ બેઠકો પર ભાજપનો ભગવો લહેરાશે તેવો આશાવાદ વ્યક્ત કર્યો હતો. ભરૂચ જીલ્લાના ચૂંટણી પ્રભારી પ્રફુલ પાંસેરિયાએ જણાવ્યું હતું કે, કોંગ્રેસના કાર્યકર્તાઓ વિશાળ સંખ્યામાં હોદ્દેદારોએ વિચારધારા સ્વીકારી ભાજપમાં જોડાયા છે તેઓને આવકાર આપ્યો છે. જ્યાં તમામ જ્ઞાતિજન, પરિવારજનો કોઈ જ્ઞાતિવાદ, જાતિવાદ સાથે નહિ પરંતુ રાષ્ટ્રવાદ સાથે સંકળાઈને દરેક કાર્યકર્તાઓ આ પ્રજ્વલિત યજ્ઞમાં પોતાનું યોગદાન આપ્યું છે તે તમામને ભારતીય જનતા પાર્ટી ની વિચારધારા સ્વીકારી છે તેઓ નો હ્રદય પૂર્વક વંદન કરી આવકાર આપ્યો હતો.

C to B 2 સ્થાનિક ચૂંટણી નજીક આવતા જ રાજકીય આગેવાનો પક્ષ પલટો કરવા સજ્જ

કોંગ્રેસ સાથેનો છેડો ફાડી કેસરિયો ધારણ કરનાર કૌશિક પટેલે જણાવ્યું હતું કે ઝાડેશ્વર પંચાયતના સરપંચ સિવાયના પંચાયતના તમામ સભ્યો તેમજ તાલુકા પંચાયતના પૂર્વ સભ્ય સહીત ૨૦૦ થી વધુ લોકો એક સાથે ભાજપમાં જોડાઈને દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદીનું જે સ્વપ્ન છે સૌનો સાથ સૌનો વિકાસ તેને પૂરું કરવા જઈ રહ્યા છે. આ પ્રસંગે વાગરાના ધારાસભ્ય અરૂણસિંહ રણા, ભરૂચ જીલ્લાના ચૂંટણી પ્રભારી પ્રફુલભાઈ પાંસેરિયા, જીલ્લા પ્રમુખ મારૂતિસિંહ અટોદરિયા, મહામંત્રી રમેશભાઈ મિસ્ત્રી, નિરલભાઈ પટેલ, વિનોદભાઈ પટેલ, ફતેસંગ ગોહિલ, દિવ્યેશભાઈ પટેલ સહિતના આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા. જોકે રાજકરણમાં પક્ષ પલટો કરવો નવી વાત નથી પણ મતદારોનો ભરોસો હજુપણ આ પક્ષ પલટો કરનાર ઉપર રહેશે કે નહિ તે તો આવનાર ચૂંટણીમાં દેખાઈ આવશે.

મંતવ્ય ન્યૂઝ દ્વારા જાહેર અપીલ

દેશ દુનિયા સહિત ગુજરાતમાં પણ કોરોનાએ જ્યારે ફરી માંથુ ઉચક્યુ છેત્યારે અમે મંતવ્ય ન્યૂઝ તમામ નાગરીકોને અપીલ કરીએ છીએ કેઆ સમયે કોરોનાથી ડરવાની નહીંપરંતુ સંયમ સાથે વર્તવાની જરુર છે. બને તેટલો જાહેર સંપર્ક ટાળોકોરોના માર્ગદર્શીકા અને સરકારનાં સૂચનોનું ચુસ્તપણે પાલન કરો અને સ્વજનોને પણ કરાવો. આ કાળમાં તકેદારીએ જ સ્વસ્થ્ય હોય સંયમ સાથે નિયમોનું પાલન કરી એક જાગૃત નાગરીકની ફરજ બજાવો