Gujarat/ લો બોલો!! કોંગ્રેસી પ્રમુખ અને સદસ્યોએ પાર્ટીને રામ-રામ કરીને કેસરીયો ખેસ ધારણ કર્યો

આજે ભાજપની વિકાસલક્ષી રાજનીતિમાં વિશ્વાસ વ્યક્ત કરીને ધારી તાલુકા પંચાયતનાં કોગ્રેસી પ્રમુખ અને સદસ્યો કોગ્રેસને રામ-રામ કરીને ભાજપમા જોડાયા હતા.

Gujarat Others
pjimage 15 લો બોલો!! કોંગ્રેસી પ્રમુખ અને સદસ્યોએ પાર્ટીને રામ-રામ કરીને કેસરીયો ખેસ ધારણ કર્યો

@પરેશ પરમાર, મંતવ્ય ન્યૂઝ – અમરેલી

આજે ભાજપની વિકાસલક્ષી રાજનીતિમાં વિશ્વાસ વ્યક્ત કરીને ધારી તાલુકા પંચાયતનાં કોગ્રેસી પ્રમુખ અને સદસ્યો કોગ્રેસને રામ-રામ કરીને ભાજપમા જોડાયા હતા.

ધારી તાલુકા પંચાયતનાં પૂર્વ પ્રમુખ બેન્સાબેન બીચ્છુભાઈ વાળા, તાલુકા પંચાયતનાં સદસ્ય લાલભાઈ કે. સુખડીયા, તાલુકા પંચાયત સદસ્ય કિશોરભાઈ જી. વાળા, તાલુકા પંચાયત સદસ્ય જયસુખભાઈ જયાણી, બીચ્છુભાઈ વાળા, ધારી માર્કેટિંગ યાર્ડનાં ડિરેક્ટર ચંદ્રકાંતભાઈ સેદાણી સહીત ભાડેરનાં ખેડૂત આગેવાન ચતુરભાઈ ભંડેરી, અશ્ર્વીનભાઈ ગઢીયા, મનસુખભાઈ જયાણી, કાળુભાઈ ધાધલ, બાઘાભાઈ કોટીલા, અને યુવા આગેવાન સંજયભાઈ બાલાભાઈ ડેડાણીયા સહીત એમના ટેકેદારો સાથે વિધિવત રીતે કેસરીયો ખેસ ધારણ કરીને ભાજપમાં જોડાયા હતા.

ધારીનાં ધારાસભ્ય શ્રી જે. વી. કાકડીયાની ઉપસ્થિતમાં તાલુકા ભાજપ પ્રમુખ જીતુભાઈ જોષી, જીલ્લા ભાજપ ઉપાધ્યક્ષ અતુલભાઈ કાનાણી, પૂર્વ ધારાસભ્ય મનસુખભાઈ ભુવા, જીલ્લા ભાજપ પૂર્વ મંત્રી હિતેષભાઈ જોષી, તાલુકા ભાજપ મહામંત્રી અશ્વિનભાઈ કુંજડીયા, વિપુલભાઈ બુંહાએ કેસરીયો ખેસ પહેરાવીને ભાજપમાં આવકારેલ, આ પ્રસંગે ભાડેરનાં સરપંચ મુન્નાભાઈ સાવલીયા, ખોડાભાઈ ભુવા, મૃગેશભાઈ કોટડીયા, જયદીપભાઈ બસીયા, પરેશભાઈ પટ્ટણી, બાબાભાઈ વાળા, ભરતભાઈ પરમાર, ગોબરભાઈ નકુમ, કેશુભાઈ પરડવા, ચિંતનભાઈ રંગપરીયા, ચંદુભાઈ રફાળીયા, વિજયભાઈ ધાધલ, દિલીપભાઈ રફાળીયા સહીત આગેવાનોની ઉપસ્થિતમાં કોગ્રેસી આગેવાનો વિધિવત રીતે ભાજપમાં જોડાયા હતા.

Gujarat: ટ્રક સાથે અકસ્માતમાં માતાની નજર સમક્ષ પુત્રીનું કમકમાટી ભર્યુ મોત

Gujarat: ઉનામાં ચીખલી ગામે પોલ્ટ્રી ફાર્મમાં બર્ડ ફ્લુ, 100 મરઘાને જીવતા કરાયા દફન

મંતવ્ય ન્યૂઝ દ્વારા જાહેર અપીલ

દેશ દુનિયા સહિત ગુજરાતમાં પણ કોરોનાએ જ્યારે ફરી માંથુ ઉચક્યુ છેત્યારે અમે મંતવ્ય ન્યૂઝ તમામ નાગરીકોને અપીલ કરીએ છીએ કેઆ સમયે કોરોનાથી ડરવાની નહીંપરંતુ સંયમ સાથે વર્તવાની જરુર છે. બને તેટલો જાહેર સંપર્ક ટાળોકોરોના માર્ગદર્શીકા અને સરકારનાં સૂચનોનું ચુસ્તપણે પાલન કરો અને સ્વજનોને પણ કરાવો. આ કાળમાં તકેદારીએ જ સ્વસ્થ્ય હોય સંયમ સાથે નિયમોનું પાલન કરી એક જાગૃત નાગરીકની ફરજ બજાવો