Cryptocurrency Bill 2021/ કેન્દ્ર સરકારે ક્રિપ્ટો કરન્સી પર પ્રતિબંધ લગાવવાની તૈયારીમાં, સંસદના શિયાળુ સત્રમાં લાવી શકે છે બિલ

29મી નવેમ્બરથી શરૂ થઇ રહેલા સંસદના શિયાળુ સત્રમાં જ આ અંગે બિલ લાવવામાં આવશે. સરકાર ક્રિપ્ટો કરન્સી પર સકંજો કસવાની તૈયારીમાં છે.

Top Stories India
સંસદના શિયાળુ સત્રમાં

કેન્દ્ર સરકારે તમામ પ્રકારની ક્રિપ્ટો કરન્સી પર પ્રતિબંધ લગાવવાની તૈયારીઓ શરૂ કરી દીધી છે.29મી નવેમ્બરથી શરૂ થઇ રહેલા સંસદના શિયાળુ સત્રમાં જ આ અંગે બિલ લાવવામાં આવશે. સરકાર ક્રિપ્ટો કરન્સી પર સકંજો કસવાની તૈયારીમાં છે. તમામ ખાનગી ક્રિપ્ટો કરન્સી પર પ્રતિબંધ મુકાઇ શકે છે. સરકાર આ માટે સંસદના શિયાળુ સત્રમાં બિલ લાવશે. સરકાર સંસદના શિતકાલિન સત્રમાં ધ ક્રિપ્ટો કરન્સી એન્ડ રેગ્યુલેશન ઓફ ઓફિશિયલ ડિઝિટલ કરન્સી બિલ 2021 લાવશે.

આ પણ વાંચો : ટ્રેનમાં મુસાફરી કરતાં લોકો માટે સારા સમાચાર, ફૂડ સર્વિસ ફરી કરાઇ શરૂ

સંસદનું શિયાળુ સત્ર 29મી નવેમ્બરથી શરૂ થઈ રહ્યું છે. લોસભાના એજન્ડા મુજબ સરકાર શિયાળુ સત્ર દરમિયાન 26 નવા બિલ રજૂ કરશે, જેમાં ક્રિપ્ટોકરન્સી સંબંધિત બિલ પણ શામેલ છે. આ બિલમાં ભારતમાં બધી જ ખાનગી ક્રિપ્ટોકરન્સી પર પ્રતિબંધ મુકવાની જોગવાઈ કરાઈ છે. જોકે, તેમાં ક્રિપ્ટોકરન્સીની ટેક્નોલોજી અને તેના ઉપયોગને પ્રોત્સાહન આપવા કેટલીક કરન્સીને ચોક્કસ છૂટછાટો અપાય તેવી સંભાવના છે. હાલમાં દેશમાં કોઈપણ ક્રિપ્ટોકરન્સીના ઉપયોગ પર કોઈ નિયંત્રણ અથવા કોઈ પ્રતિબંધ નથી.

આ મહિનાના પ્રારંભમાં ક્રિપ્ટોકરન્સી અંગે વડાપ્રધાન મોદીના નેતૃત્વમાં વરિષ્ઠ અધિકારીઓ સાથે એક બેઠક યોજાઈ હતી, જેમાં દેશમાં ક્રિપ્ટોકરન્સીના ઉપયોગને અટકાવી નહીં શકાય, તેથી તેને નિયંત્રીત કરવા માટે નક્કર પગલાં લેવાના સંકેતો અપાયા હતા. તાજેતરના સમયમાં ક્રિપ્ટોકરન્સીમાં રોકાણ પર સરળ અને ઊંચા વળતરનું વચન આપતી અનેક જાહેરાતો જોવા મળી રહી છે.

આ પણ વાંચો :દિલ્હીમાં આ દિવસથી ફરી ખુલશે સ્કૂલ,કોલેજ, ઓફિસમાં જઈને કર્મચારીઓ કરી શકશે કામ

આ જાહેરાતોમાં ફિલ્મ સ્ટાર્સ પણ ક્રિપ્ટોકરન્સીનો પ્રચાર કરી રહ્યા છે. બીજીબાજુ આરબીઆઈએ રોકાણકારોને આકર્ષવા માટે તેમને ગેરમાર્ગે દોરતા દાવાઓ અંગેની જાહેરાતો પર ચિંતા વ્યક્ત કરી છે. આરબીઆઈએ ક્રિપ્ટોકરન્સી સામે વારંવાર ચેતવણી આપતા કહ્યું છે કે આ ડિજિટલ ચલણો દેશની મેક્રોઈકોનોમિક અને નાણાકીય સ્થિરતા સામે ગંભીર જોખમ પેદા કરે છે અને તેમાં ટ્રેડિંગ કરતા રોકાણકારોની સંખ્યા અને તેમની માર્કેટ વેલ્યુના દાવાઓ પણ શંકાસ્પદ છે.

આ પણ વાંચો : રાહુલ ગાંધીએ BJP ના ગુજરાત મોડલ પર ઉઠાવ્યા સવાલ, માંગ્યો કોરોનાથી થનારા લોકોના મૃત્યુનો આંકડો

આ પણ વાંચો : ત્રિપુરામાં ભાજપના ધારાસભ્યોએ પોતાની જ પાર્ટી પર ઉઠાવ્યા સવાલ, મુખ્યમંત્રીને પૂછ્યું – હિંસા પર કેમ મૌન સેવ્યું?

આ પણ વાંચો :ડેટા સંરક્ષણ કાયદાનો માર્ગ અંતિમ તબક્કામાં