Not Set/ હીમેન ધર્મેન્દ્રને મહારાષ્ટ્ર સરકારે આપ્યું આ સન્માન 

 મુંબઈ, હિન્દી ફિલ્મોમાં પાંચ દાયકાથી વધુની કારકિર્દી દરમિયાન અનેક ફિલ્મોમાં વિવિધ ભૂમિકા ભજવી ચુકેલા અને હિમેનનુ બિરુદ મેળવનાર પીઢ અભિનેતા ધર્મેન્દ્રને મહારાષ્ટ્ર સરકારે લાઇફ ટાઇમ એચીવમેન્ટ પુરસ્કારથી નવાજવાનો નિર્ણય કર્યો છે.મહારાષ્ટ્રના સાંસ્કૃતિક પ્રધાન વિનોદ તાવડેએ ટ્વીટ કરતાં જણાવ્યું હતું કે, મહારાષ્ટ્ર રાજ્ય સરકાર પીઢ અભિનેતા ધર્મેન્દ્રને રાજ કપુર લાઇફ ટાઇમ એચીવમેન્ટ એવોર્ડ આપીને આનંદ અનુભવે […]

Top Stories Entertainment
dharmendra raju hirani હીમેન ધર્મેન્દ્રને મહારાષ્ટ્ર સરકારે આપ્યું આ સન્માન 
 મુંબઈ,

હિન્દી ફિલ્મોમાં પાંચ દાયકાથી વધુની કારકિર્દી દરમિયાન અનેક ફિલ્મોમાં વિવિધ ભૂમિકા ભજવી ચુકેલા અને હિમેનનુ બિરુદ મેળવનાર પીઢ અભિનેતા ધર્મેન્દ્રને મહારાષ્ટ્ર સરકારે લાઇફ ટાઇમ એચીવમેન્ટ પુરસ્કારથી નવાજવાનો નિર્ણય કર્યો છે.મહારાષ્ટ્રના સાંસ્કૃતિક પ્રધાન વિનોદ તાવડેએ ટ્વીટ કરતાં જણાવ્યું હતું કે, મહારાષ્ટ્ર રાજ્ય સરકાર પીઢ અભિનેતા ધર્મેન્દ્રને રાજ કપુર લાઇફ ટાઇમ એચીવમેન્ટ એવોર્ડ આપીને આનંદ અનુભવે છે.

જ્યારે સુપ્રસિદ્ધ દિગ્દર્શક તેમજ મુન્નાભાઈ ફિલ્મની સીરીઝના રાજકુમાર હિરાણીને રાજ કપૂર વિશેષ યોગદાન પુરસ્કાર આપવાનો નિર્ણય કરાયો છે.
જ્યારે મહાન ફિલ્મ સર્જક વી શાંતારામ જીવન ગૌરવ પુરસ્કાર સુપ્રસિદ્ધ અભિનેતા વિજય ચૌહાણ અને વી શાંતારામ વિશેષ યોગદાન પુરસ્કાર પ્રસિદ્ધ અભિનેત્રી અને દિગ્દર્શક મૃણાલ કુલકર્ણીને આપવાની જાહેરાત આજે સાંસ્કૃતિક કાર્યના પ્રધાન વિનોદ તાવડેએ કરી હતી.
રાજ્ય શાસન તરફથી મરાઠી ફિલ્મ મહોત્સવમાં મરાઠી અને હિન્દી ફિલ્મોના અભિનેતા, અભિનેત્રી, દિગ્દર્શક સહિત વિવિધ ક્ષેત્રમાં ઉત્કૃષ્ટ કામગીરી કરી હોય તેવા ફિલ્મસર્જક વી શાંતારામ જીવન ગૌરવ અને વિશેષ યોગદાન પુરસ્કાર તેમજ રાજ કપુર જીવન ગૌરવ અને રાજકપુર વિશેષ યોગદાન પુરસ્કારથી સન્માનિત કરવામાં આવ્યા છે. જીવન ગૌરવ પુરસ્કારમાં પાંચ લાખ રુપિયા અને વિશેષ યોગદાન પુરસ્કારમાં ત્રણ લાખ રુપિયા આપવામાં આવે છે.