Not Set/ ગાંઘીનગર બનશે “સ્માર્ટ સિટી”, કેન્દ્ર – રાજ્ય સરકાર કરશે 1408 કરોડનું સંયુક્ત રોકાણ

PM મોદી સરકારની ‘સ્માર્ટ સિટી’ યોજના અંતરગત રાજ્યના પાટનગર ગાંધીનગરનો પણ સમાવેશ કરવામાં આવ્યો છે. ‘સ્માર્ટ સિટી’ યોજના અંતર્ગત ગાંધીનગરને ‘સ્માર્ટ સિટી’ બનાવવા માટે કેન્દ્ર સરકારે કુલ રૂ. 1408 કરોડનાં નવા પ્રોજેક્ટ મંજૂર કરી દીધા છે. મંજુર કરવામા આવેલા પ્રજેક્ટોમાં ઇન્ફ્રાસ્ટ્રકચર ક્ષેત્રે રૂ.1191 કરોડ અને I -cityનાં કુલ રૂપિયા 217 કરોડના પ્રોજેક્ટનો સમાવેશ થાય છે. […]

Top Stories Ahmedabad Gujarat Rajkot Surat Vadodara Others
gnagar smartcity ગાંઘીનગર બનશે "સ્માર્ટ સિટી", કેન્દ્ર - રાજ્ય સરકાર કરશે 1408 કરોડનું સંયુક્ત રોકાણ

PM મોદી સરકારની ‘સ્માર્ટ સિટી’ યોજના અંતરગત રાજ્યના પાટનગર ગાંધીનગરનો પણ સમાવેશ કરવામાં આવ્યો છે. ‘સ્માર્ટ સિટી’ યોજના અંતર્ગત ગાંધીનગરને ‘સ્માર્ટ સિટી’ બનાવવા માટે કેન્દ્ર સરકારે કુલ રૂ. 1408 કરોડનાં નવા પ્રોજેક્ટ મંજૂર કરી દીધા છે. મંજુર કરવામા આવેલા પ્રજેક્ટોમાં ઇન્ફ્રાસ્ટ્રકચર ક્ષેત્રે રૂ.1191 કરોડ અને I -cityનાં કુલ રૂપિયા 217 કરોડના પ્રોજેક્ટનો સમાવેશ થાય છે. ગાંધીનગરને ‘સ્માર્ટ સિટી’ બનાવવા માટે કેન્દ્ર અને રાજ્ય સરકાર દ્વારા 50 ટકા ફંડીંગ કરવામા આવશે.

વિવિઘ વિકાસલક્ષી કામો માટેનાં આવા છે પ્રોજેક્ટસ….

રૂ.1 કરોડથી વધુના ખર્ચે ઇન્ફાસ્ટ્રચર આંગણવાડી, રૂ.1 કરોડ 68 લાખના ખર્ચે કોમ્યુનિટી ટોઇલેટ, રૂ.142 કરોડના ખર્ચે રીસાઇકલ વોટર નેટવર્ક, સેકટર-21માં રેટ્રોફિટિંગ ઓફ પાર્કિગ પાછળ રૂ.1૦ કરોડ અને ગાંધીનગરના તમામ સેક્ટરોના એપ્રોચ રોડ ફોર લેન કરવા માટે રૂ.20 કરોડનો ખર્ચે કરવામાં આવશે. આ વિકાસ કાર્યો અંતર્ગત રોડ નંબર- 6,7 તથા ગ-રોડને સિક્સલેન બનાવવા રૂ.80 કરોડની જોગવાઇ કરી છે. આ ત્રણેય રોડ હાલ ચાર માર્ગીય છે, જેને છ માર્ગીય રસ્તો બનાવવાનું આયોજન કરવામાં આવ્યું છે. આ રસ્તામાં બંને સાઇડ સાઇકલ ટ્રેક, ફૂટપાથ તથા સર્વિસ ડકટનું પ્રોવિઝન કર્યું છે.

gnagar2 ગાંઘીનગર બનશે "સ્માર્ટ સિટી", કેન્દ્ર - રાજ્ય સરકાર કરશે 1408 કરોડનું સંયુક્ત રોકાણ

ગ તેમજ ઘ રોડ પરની ટ્રાફિક સમસ્યા થશે આ રીતે હલ…
ગાંધીનગર વિધાનસભાથી મહાત્મા મંદિર વચ્ચે રોડ નંબર-4 ઉપર સેન્ટ્રલ વિસ્તાર બગીચો બનાવવામાં આવ્યો છે. ચ-4 થી ગ-4 વચ્ચેના માર્ગનો રાજમાર્ગીય તરીકે વિકાસ કર્યો છે. આ રસ્તા ઉપર ઘ-4 તેમજ ગ-4 સેન્ટ્રલ વિસ્તારની એક સુત્રતા જંકશનના કારણે જળવાતી નથી. ઘ-4 જંકશન ઉપર છ રસ્તા ખુલતા હોવાથી ટ્રાફિકની સમસ્યા રહે છે. આથી સેન્ટ્રલ વિસ્તારના મંજૂર થયેલા નકશા અનુસાર સેન્ટ્રલ વિસ્તાર ડેવેલોપમેન્ટ કરવા માટે ગ-4 તેમજ ઘ-4 ઉપર અનુક્રમે ગ તેમજ ઘ રોડ ઉપર વેહીક્યુલર અન્ડર પાસ રૂપિયા 83 કરોડ 23 લાખના ખર્ચે નિર્માણ કરવામાં આવશે.

ગ તેમજ ઘ રોડ પરની ટ્રાફિક સમસ્યા થશે આ રીતે હલ…
ગાંધીનગર વિધાનસભાથી મહાત્મા મંદિર વચ્ચે રોડ નંબર-4 ઉપર સેન્ટ્રલ વિસ્તાર બગીચો બનાવવામાં આવ્યો છે. ચ-4 થી ગ-4 વચ્ચેના માર્ગનો રાજમાર્ગીય તરીકે વિકાસ કર્યો છે. આ રસ્તા ઉપર ઘ-4 તેમજ ગ-4 સેન્ટ્રલ વિસ્તારની એક સુત્રતા જંકશનના કારણે જળવાતી નથી. ઘ-4 જંકશન ઉપર છ રસ્તા ખુલતા હોવાથી ટ્રાફિકની સમસ્યા રહે છે. આથી સેન્ટ્રલ વિસ્તારના મંજૂર થયેલા નકશા અનુસાર સેન્ટ્રલ વિસ્તાર ડેવેલોપમેન્ટ કરવા માટે ગ-4 તેમજ ઘ-4 ઉપર અનુક્રમે ગ તેમજ ઘ રોડ ઉપર વેહીક્યુલર અન્ડર પાસ રૂપિયા 83 કરોડ 23 લાખના ખર્ચે નિર્માણ કરવામાં આવશે.

આ અંગે મ્યુનિસિપલ કમિશનર રતનકવર ગઢવી ચારણે જણાવ્યું છે કે, ગાંધીનગરના નાગરિકોનાં સ્વાસ્થ્ય, સલામતી અને સુરક્ષા માટે રૂ.110 કરોડના ખર્ચે ઇન્ટિગ્રેટેડ કમાન્ડ એન્ડ કન્ટ્રોલ સેન્ટર પ્રોજેકટ અમલી બનાવવામાં આવ્યો છે. જેના દ્વારા સમગ્ર શહેરમાં અલગ–અલગ સ્થળો ઉપર સ્માર્ટ સોલ્યુશન જેવા કે, સ્માર્ટ સિગ્નલ્સ, રેડલાઇટ વાયોલેશન ડીટેકશન સિસ્ટમ, સ્પીડ વાયોલેશન ડીટેકશન સિસ્ટમ, સ્માર્ટ પોલ, સોલિડ વેસ્ટ મેનેજમેન્ટ, સી.સી.ટી.વી સર્વેલન્સ વિગેરે જેવી સવલતો પૂરી પાડવામાં આવી રહી છે. આ તમામ સ્માર્ટ સોલ્યુશનનું કન્ટ્રોલિંગ તથા મોનિટરિંગ કરવા માટે ગાંધીનગર મહાનગરપાલિકા ખાતે ઇન્ટીગ્રેટેડ કમાન્ડ એન્ડ કન્ટ્રોલ સેન્ટર તૈયાર કરવામાં આવ્યો છે.

gnagar1 ગાંઘીનગર બનશે "સ્માર્ટ સિટી", કેન્દ્ર - રાજ્ય સરકાર કરશે 1408 કરોડનું સંયુક્ત રોકાણ

 
નાગરિકોને ઓનલાઇન સુવિધા પૂરી પાડવા માટે અંદાજે રૂ.8 કરોડના જીઓગ્રાફિકલ ઇન્ફોર્મેશન સિસ્ટમ કાર્યરત કરવામાં આવી રહી છે. આ સિસ્ટમ હેઠળ સિટીઝન પોર્ટલ તૈયાર કર્યું છે. આ પોર્ટલ દ્વારા સરકારી કચેરીઓ, બગીચાઓ, હોટલ્સ, હોસ્પિટલ, શાળાઓ, પોલીસ સ્ટેશન, પોસ્ટ ઓફિસ, બ્લડ બેંક, એ.ટી.એમ, બેંકો, પબ્લિક ટોઈલેટ, જી-બાઇક સ્ટેશન વગેરેની માહિતી સરળતાથી મળી રહેશે. તેની સાથે નાગરિકોને ઉપયોગી થઇ શકે તેવી ગટર લાઇન, ગટરના મેનહોલ, સ્ટ્રોમ વોટર લાઇન, ટયુબવેલ્સ વગેરેની માહિતી પણ ઓન લાઇન પ્રાપ્ત કરી શકાશે. નજીકના સમયમાં ઓનલાઇન મિલકત વેરાની વસુલાત માટે પણ ઉપયોગ થઇ શકશે. તેની સાથે સાથે અંદાજે રૂ.8 કરોડના ખર્ચે એન્ટરપ્રાઇઝ રિસોર્સ પ્લાનિંગ અને ઇ-ગવર્નન્સ પ્રોજેકટ દ્વારા મહાનગરપાલિકાની આંતરિક પ્રક્રિયાને ડીજીટલાઇઝ કરવાનો છે. આ પ્રોજેકટથી મહાનગરપાલિકાની રોજ-બરોજની કામગીરી વધુ સરળ અને ઝડપી બનશે.

 ‘સ્માર્ટ સિટી’ પ્રોજેકટના ભાગરૂપે અંદાજે રૂ.15 કરોડના ખર્ચે ઇ-લર્નિગ પ્રોજેક્ટ અમલી બનાવાશે. જેના દ્વારા 28 શાળાઓ, 2 આઇ.ટી.આઇ. અને 23 આંગણવાડી સંસ્થાઓમાં અત્યાધુનિક ઉપકરણો પ્રદાન કરી, લર્નિગ ડેવલોપમેન્ટ પોર્ટલ અને સ્માર્ટ ક્લાસરૂમ થકી ગુણવત્તાસભર અને સરળતાપૂર્વક શિક્ષણ પૂરું પડાશે. તેની સાથે સાથે અંદાજે રૂપિયા 15 કરોડના ખર્ચે ઇ-હેલ્થ પ્રોજેકટ પણ અમલી બનશે. આ પ્રોજેક્ટ દ્વારા હેલ્થકેર સોફ્ટવેર અને હેલ્થ કિયોસ્ક મોડ્યુલમાંથી નાગરિકોને ઝડપી અને ઉત્કૃષ્ઠ સ્વાસ્થ્ય સુવિધાઓ પ્રાપ્ત કરાવવાનો છે. મલ્ટીપર્પઝ સ્ક્રીન થકી ડેટા ડિસ્પ્લે કરવા માટે રૂપિયા 15 કરોડના ખર્ચે વેરીએબલ મેસિજીંગ ડિસ્પ્લે અમલી બનાવવામાં આવશે.

gnagar ગાંઘીનગર બનશે "સ્માર્ટ સિટી", કેન્દ્ર - રાજ્ય સરકાર કરશે 1408 કરોડનું સંયુક્ત રોકાણ

શહેરના વિવિધ સ્થળો પર નાગરિકોને પીવાનું શુદ્ધ પાણી પૂરું પાડવા રૂ.19 કરોડથી વધુના ખર્ચે વોટર આર.ઓ.બૂથ ઉભા કરવામાં આવી રહ્યા છે. આ પ્રોજેકટ અંતર્ગત ગાંધીનગરમાં 14 સ્થળો પર ફિક્સ વોટર એ.ટી.એમ તથા 4 મોબાઇલ એ.ટી.એમ મુકવાના છે. જેમાંથી 13 સ્થળો પર ફિક્સ વોટર એ.ટી.એમ. મુક્યા છે. તેમજ એક મોબાઇલ એ.ટી.એમ કાર્યરત કરવામાં આવી છે.

ઇન્ફ્રાસ્ટ્રકચર પ્રોજેકટસ અંતર્ગત ગાંધીનગરની 23 આંગણવાડીને સ્માર્ટ આંગણવાડી બનાવવા માટે રૂ.1 કરોડ 76 લાખનો ખર્ચે કર્યો છે. જેમાં આંગણવાડીના બાળકોનો માનસિક વિકાસ થાય તથા બાળકો ખુશ રહે તે પ્રમાણે સિવિલ કામ સહિત 73 જેટલી અલગ-અલગ આઇટમો મુકવામાં આવી છે.

ગાંધીનગર મહાનગરપાલિકામાં આવેલા સેકટર-20 અને 22ના રંગમંચનું રૂ.4 કરોડના ખર્ચે નવીનકરણ કરવાનું કામ કરવામાં આવ્યું છે. ગાંધીનગર મહાનગરપાલિકા વિસ્તારમાં આવતાં બગીચાઓનું નવીનકરણ કરવામાં આવશે. જેમાં પ્રથમ તબક્કામાં સેક્ટર-1,4,8,19 અને 22ના બગીચાઓનું નવીનીકરણ કરાશે. બગીચાના નવીનકરણ માટે રૂ.11 કરોડ 14 લાખથી વધુનો ખર્ચ કરાશે.

 

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે…

તમે અમને ફેસબુકટ્વીટરઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો મંતવ્ય ન્યૂઝ ની નવી મોબાઇલ એપ્લિકેશન