Not Set/ રેલ્વે યાત્રીઓ માટે મોટી યોજના, રેલ્વે સ્ટેશન બાદ હવે ચાલતી ટ્રેનમાં પણ મળશે વાઈફાઈની સુવિધા

રેલ્વે સ્ટેશનો પર મુસાફરોને વાઇફાઇ સુવિધા આપ્યા બાદ હવે મોદી સરકાર ચાલતી ટ્રેનોમાં વાઈફાઈ આપવાની યોજના પર કામ કરી રહી છે. ઉપરોક્ત માહિતી કેન્દ્રીય રેલ્વે મંત્રી પિયુષ ગોયલે સ્વીડનની તેમની મુલાકાત દરમિયાન એક ન્યૂઝ એજન્સી સાથેની વાતચીતમાં આપી હતી. ગોયલે કહ્યું કે હાલમાં ભારતનાં 5150 રેલ્વે સ્ટેશનો પર વાઈફાઈ સેવા ઉપલબ્ધ છે. કેન્દ્રીય મંત્રી પિયુષ […]

Top Stories India
wifi in train રેલ્વે યાત્રીઓ માટે મોટી યોજના, રેલ્વે સ્ટેશન બાદ હવે ચાલતી ટ્રેનમાં પણ મળશે વાઈફાઈની સુવિધા

રેલ્વે સ્ટેશનો પર મુસાફરોને વાઇફાઇ સુવિધા આપ્યા બાદ હવે મોદી સરકાર ચાલતી ટ્રેનોમાં વાઈફાઈ આપવાની યોજના પર કામ કરી રહી છે. ઉપરોક્ત માહિતી કેન્દ્રીય રેલ્વે મંત્રી પિયુષ ગોયલે સ્વીડનની તેમની મુલાકાત દરમિયાન એક ન્યૂઝ એજન્સી સાથેની વાતચીતમાં આપી હતી. ગોયલે કહ્યું કે હાલમાં ભારતનાં 5150 રેલ્વે સ્ટેશનો પર વાઈફાઈ સેવા ઉપલબ્ધ છે.

કેન્દ્રીય મંત્રી પિયુષ ગોયલે કહ્યુ, આવતા વર્ષનાં અંત સુધીમાં, અમે બધા 6500 સ્ટેશનોને વાઈફાઈ સેવા પ્રદાન કરવાનો પ્રયાસ કરી રહ્યા છીએ. ટ્રેનમાં વાઈફાઈ સેવા પ્રદાન કરવાના સવાલ પર ગોયલે કહ્યું કે તે એક વધુ જટિલ તકનીકીનો મુદ્દો છે. ચાલતી ટ્રેનમાં વાઈફાઈ પ્રદાન કરવા માટે રોકાણની જરૂર પડશે, ટાવરો લગાવવાનાં રહેશે અને ટ્રેનની અંદર કેટલાક સાધનો પણ લગાવવાનાં રહેશે. આ માટે અમને વિદેશી તકનીકી અને રોકાણકારો બન્નેની જરૂર પડશે.

તમે જે રેલ્વે સ્ટેશનો પર વાઈફાઈની સુવિધા છે ત્યા તમે તમારા સ્માર્ટફોન અથવા લેપટોપ પર ફ્રી માં WiFi ઇન્ટરનેટનો ઉપયોગ કરી શકો છો. તમારા ડિવાઇસને વાઈફાઈથી કનેક્ટ કરવા માટે, તમારે પહેલા ડિવાઇસનું વાઈફાઈ ચાલુ કરવું પડશે. ત્યારબાદ તમારું ઉપકરણ ફ્રી Wi-Fi નેટવર્ક સર્ચ કરશે. હવે તમને નેટવર્ક દેખાશે, રેલવાયર નેટવર્ક તેને સિલેક્ટ કરવું પડશે. તેને કનેક્ટ કર્યા પછી, રેલવાયરનું હોમ પેજ તમારા ડિવાઇસ પર ખુલશે. અહીં તમારે મોબાઈલ નંબર નાખવાનો રહેશે અને ત્યારબાદ તમને વન ટાઇમ પાસવર્ડ (ઓટીપી) મળશે અને તેને ભરવાથી તમારા ફોનમાં વાઈફાઈ શરૂ થઇ જશે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે…

તમે અમને ફેસબુકટ્વીટરઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો “મંતવ્ય ન્યૂઝ” ની નવી મોબાઇલ એપ્લિકેશન.