આંતરરાષ્ટ્રીય યોગ દિવસ / ભારતથી લઇને અમેેરિકા સુધી આજે તમામ લોકો યોગ દિવસની કરી રહ્યા છે ઉજવણી, Photos

આજે સમગ્ર વિશ્વ 7 મો આંતરરાષ્ટ્રીય યોગ દિવસની ઉજવણી કરી રહ્યુ છે. જણાવી દઇએ કે, 21 જૂનની તારીખે છેલ્લા કેટલાક વર્ષોમાં ઇતિહાસમાં મહત્વપૂર્ણ સ્થાન પ્રાપ્ત કર્યું છે.

આજે સમગ્ર વિશ્વ 7 મો આંતરરાષ્ટ્રીય યોગ દિવસની ઉજવણી કરી રહ્યુ છે. જણાવી દઇએ કે, 21 જૂનની તારીખે છેલ્લા કેટલાક વર્ષોમાં ઇતિહાસમાં મહત્વપૂર્ણ સ્થાન પ્રાપ્ત કર્યું છે. અન્ય તમામ ઇવેન્ટ્સ ઉપરાંત, આ તારીખ છ વર્ષ પહેલા ઇતિહાસમાં આંતરરાષ્ટ્રીય યોગ દિવસ તરીકે નોંધાઈ હતી, જ્યારે ભારતનાં વડા પ્રધાન નરેન્દ્ર મોદીની પહેલ પર, સંયુક્ત રાષ્ટ્રએ 21 મી જૂનને આંતરરાષ્ટ્રીય યોગ દિવસ તરીકે ઉજવવા અને દુનિયાને જોવાની હાકલ કરી હતી. આજે સમગ્ર વિશ્વનાં દેશો આ અભિયાનમાં જોડાયા છે.

ગુજરાતનાં મુખ્યમંત્રી વિજય ભાઈ રૂપાણી એ આજે વિશ્વ યોગ દિવસનાં અવસરે સવારે પોતાના નિવાસ સ્થાને યોગ અને પ્રાણાયામ કરીને સૌને સ્વસ્થ તંદુરસ્ત જીવન માટે યોગ પ્રત્યે પ્રેરિત થવાનો સંદેશ આપ્યો હતો.

આજે દુનિયાભરમાં લોકો યોગ દિવસની ઉજવણી કરી રહ્યા છે. ત્યારે આપણા દેશનાં રાષ્ટ્રપતિ કેવી રીતે પાછળ રહી શકે. આજે રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદે દિલ્હીનાં રાષ્ટ્રપતિ ભવનમાં યોગ કર્યા.

આંતરરાષ્ટ્રીય યોગ દિવસ / PM મોદીનું સંબોધન, કહ્યુ- યોગ આપણને સ્ટ્રેસથી સ્ટ્રેન્થ અને નેગેટિવિટીથી પોઝિટિવિટીનો બતાવે છે માર્ગ

દેશનાં જવાનો આંતરરાષ્ટ્રીય યોગ દિવસને ખૂબ ઉલ્લાસથી ઉજવણી કરતા હોય છે. આજે પણ આ ઉલ્લાસ તેમની અંદર જોવા મળ્યો. જણાવી દઇએ કે, ભારત-તિબેટીયન બોર્ડર પોલીસ (આઈટીબીપી) એ ભારત-ચીન સરહદ નજીક યોગ કર્યા.

આંતરરાષ્ટ્રીય યોગ દિવસે કેન્દ્રીય પેટ્રોલિયમ પ્રધાન ધર્મેન્દ્ર પ્રધાને પણ દિલ્હી સ્થિત તેમના ઘરે યોગ કર્યા.

વિશ્વ યોગ દિવસ / પાણીમાં કલાકો સુધી સ્થિત રહીને ૬૧ વર્ષિય યોગસાધક મહેંદ્રસિંહ રાજપુત કરે છે યોગ

સેન્ડનાં કલાકાર સુદર્શન પટનાયકે યોગ દિવસ પર સુંદર કલાત્મક રચના કરી છે. આ રચના જોઇને તમે પણ કહેશો વાહ ભાઈ વાહ.

જ્યારે ભારતમાં યોગ દિવસની ઉજવણી થઇ રહી હોય ત્યારે અમેરિકામાં પણ આ દિવસને ખાસ બનાવવા અમેરિકાનાં ન્યુ યોર્ક સિટીમાં આવેલા ટાઇમ્સ સ્ક્વેરમાં 3 હજારથી વધુ લોકોએ યોગ કર્યા.

આંતરરાષ્ટ્રીય યોગ દિવસ 2021 / ઓછા સમયમાં વધુ લાભ મેળવવા સૂર્ય નમસ્કાર અને ૐકાર કરો

ટાઇમ્સ સ્ક્વેર ખાતે ભારતનાં દૂતાવાસ દ્વારા યોગ દિવસનું આયોજન કરવામાં આવ્યું હતું.

ટાઇમ્સ સ્ક્વેર ખાતે ‘માઈન્ડ ઓવર મેડનેસ યોગ’ થીમ પરનો કાર્યક્રમ યોજાયો હતો.

આંતરરાષ્ટ્રીય યોગ દિવસ પર ભારત-તિબેટીયન બોર્ડર પોલીસ (આઈટીબીપી) એ પેંગોંગ સો તળાવ નજીક યોગા કર્યા.

શાળા પ્રવેશ: RTE માં પ્રવેશ પ્રક્રિયાનો પ્રારંભ આ તારીખથી થશે શરૂ, ખાનગી શાળામાં 25 % ધોરણે પ્રવેશ ફરજીયાત

લદ્દાખમાં ભારત-તિબેટીયન બોર્ડર પોલીસ (આઈટીબીપી) એ 18,000 ફૂટની ઉંચાઇએ યોગ કર્યા.


More Stories


Loading ...

Top StoriesPhoto Gallery


Entertainment