Gandhinagar/ સીઆઈડી ક્રાઈમ ગાંધીનગરનો લાંચિયો પીએસઆઈ ઝડપાયો

સુરતના ગુનામાં કબજે કરેલો મુદ્દામાલ પરત કરવા 40 હજારની લાંચ લીધી

Gujarat Gandhinagar
Beginners guide to 2024 04 26T185221.457 સીઆઈડી ક્રાઈમ ગાંધીનગરનો લાંચિયો પીએસઆઈ ઝડપાયો

Gandhinagar News : સુરત સીઆઈડી ક્રાઈમમાં નોંધાયેલા એક ગુનામાં મુદ્દામાલ પરત કરવા રૂ. 40,000 ની લાંચ લેતા સીઆઈડી ક્રાઈમ ગાંધીનગરમાં ફરજ બજાવતા પીએસઆઈની એસીબીએ ધરપકડ કરી હતી.

આ બનાવની વિગત મુજબ આ કેસના ફરિયાદી વિરૂધ્ધ સીઆઈડી ક્રાઈમ સુરત ઝોન પોલીસ સ્ટેશનમાં  ગુનો નોંધાયો હતો. ક્રિપ્ટો કરન્સીના આ ગુનાની તપાસ સીઆઈડી ક્રાઈ ગાંધીનગરના પીએસઆઈ જગદીશકુમાર ટી.ચાવડા કરી રહ્યા હતા. ચાવડાએ આ કેસમાં ફરિયાદીનું કોમ્પ્યુટર, લેપટોપ અને મોબાઈલ ફોન કબજે લીધા હતા. બીજીતરફ આ કેસમાં ઉચ્ચ અદાલતે ફરિયાદ રદ્દ (FIR Quashing) કરી દીધી હતી.  ઉપરાંત સીઆઈડી ક્રાઈમ (EOW) ગાંધીનગર ખાતે રહેલો મુદ્દામાલ પરત કરવા પણ કોર્ટે આદેશ આપ્યો હતો. તેમછત્તા આ મુદ્દામાલ છોડાવવા માટે ચાવડાએ ફરિયાદી પાસે રૂ.50,000 ની લાંચ માંગી હતી. જેમાં પીએસઆઈએ ફરિયાદી પાસેથી 10,000 રૂપિયા લઈ લીધા હતા અને  રૂ. 40,000 લેવાના બાકી હતી. જે રકમ પીએસઆઈ અવારનવાર ફરિયાદી પાસે માંગતા હતો. બીજીતરફ ફરિયાદી લાંચ આપવા માંગતા ન હોવાથી તેમણે એન્ટી કરપ્શન બ્યુરો (એસીબી)માં પીએસઆઈ જગદીશ ચાવડા વિરૂધ્ધ ફરિયાદ નોંધાવી હતી.

જેને આધારે નવસારી એસીબી પોલીસ સ્ટેશનના પીઆઈ બી.ડી.રાઠવા અને તેમની ટીમે 26 એપ્રિલ 2024ના રોજ ગાંધીનગર સેક્ટર 11 ના સહયોગ સંકુલના પાર્કિંગમાં જાળ બિછાવી ફરિયાદી પાસેથી રૂ.40,000 ની લાંચ લેતા પીએસઆઈ જગદીશ ચાવડાની ધરપકડ કરી હતી. PC માંથી મોડ થ્રીની પરીક્ષા આપીને જગદીશ ચાવડા પીએસઆી બન્યો હતો. અમદાવાદના સેટેલાઈટ વિસ્તારમાં રહેતો ચાવડા 2022 થી ગાંધીનગર સીઆઈડી ક્રાઈમ (EOW)માં ફરજ બજાવતો હતો. જોકે 2019ના ચકચારી બીટકોઈન કેસમાં લાંચ લેતા ચાવડા ફસાઈ ગયો હતો.


whatsapp ad White Font big size 2 4 બળાત્કાર એ બળાત્કાર છે, ભલે પતિ પત્ની સાથે કરે: ગુજરાત હાઈકોર્ટ


આ પણ વાંચો:નિલેશના નખરા બાદ કોંગ્રેસમાંથી સસ્પેન્ડ, ગમે ત્યારે કરશે કેસરિયા…..

આ પણ વાંચો:મતદાન જાગૃતિની અનોખી પહેલ, મતદાન કરવા બદલ મતદારોને મળશે સારું ઈનામ, જાણો વિગત અને કરો મતદાન

આ પણ વાંચો:છૂટાછેડા માંગનારા પતિને પત્નીનું બોસ સાથે ફિલ્મ જોવા જવું ન ગમ્યું, રસ્તા પર બોસ-પત્નીને માર્યા

આ પણ વાંચો:કાંકરીયા તળાવમાં બંધ થયેલ વોટર એક્ટિવિટી આજથી શરૂ, 1 જ દિવસમાં બદલાયો નિર્ણય, જાણો કેમ