In Surat/ સુરતમાં મિત્રએ જ મિત્રની હત્યા કરી નાંખી

પિતાને તેમની દિકરી સાથે મિત્ર ગેરવર્તન કરતો હોવાનું લાગ્યું હતું

Gujarat Surat
Beginners guide to 2024 04 26T203827.663 સુરતમાં મિત્રએ જ મિત્રની હત્યા કરી નાંખી

Surat News : સુરતના નાનપુરા વિસ્તારમાં હત્યાની ઘટના બની હતી જેમાં મિત્રએ જ મિત્રની હત્યા કરી હતી. મિત્રની ત્રણ વર્ષની બાળકી તેમનો જ મિત્ર રમાડતો હતો તે દરમિયાન બાળકીના પિતાને લતેમનો મિત્ર બાળકી સાથે ગેરવર્તન કરતો હોવાનું લાગ્યું હતું. જેથી બાજુમાં જ પડેલ લાકડાનો ફટકો મિત્રને માથામાં મારી દેતા મિત્ર નું મોત થયું હતું. આ સમગ્ર મામલે પોલીસે હત્યારા ને ઝડપી લઈને વધુ તપાસ હાથ ધરી છે.

સુરતમાં કાયદો અને વ્યવસ્થા ની સ્થિતિ કથળી રહી છે. સતત ગુનાખોરી વધતા ક્રાઈમ સિટી તરફ સુરત આગળ વધી રહ્યું છે. દરમિયાન સુરતમાં ફરી એક હત્યાનો બનાવ બન્યો હતો. જેમાં મિત્ર એ જ મિત્રની હત્યા કરી નાંખી હતી.

આ બનાવની વિગત મુજબ રમેશ ચૌધરી ની ત્રણ વર્ષની બાળકીને રવિદાન બાટી રમાડી રહ્યો હતો તે દરમિયાન રમેશને દૂરથી જોતા એવું લાગ્યું કે રવિદાન તેમની બાળકી સાથે અડપલા કરી રહ્યો છે. જેથી રમેશ રવિદાન પાસે આવીને જીભા જોડી કરવા માંડ્યો હતો. જેમાં બોલાચાલી બાદ મામલો ઉગ્ર બનતા રમેશે રવિના માથાના તેમજ ચહેરાના ભાગે લાકડાના ફટકાથી માર માર્યો હતો. જેના કારણે રવિદાન બાટી નું મોત થયું હતું.  હત્યા બાદ રમેશ કાળુ ચૌધરી નાસી છૂટ્યો હતો સમગ્ર મામલે પોલીસે તપાસ શરૂ કરી હતી અને રમેશ કાળુ ચૌધરી ની ધરપકડ કરવામાં આવી હતી. 2013 માં મર્ડરના ગુનામાં રમેશ કાળુ ચૌધરી ધરપકડ કરવામાં આવી હતી. જોકે આ ગુનામાં તે નિર્દોષ છૂટ્યો હતો . રવિદાન જબરદન બાટી અને રમેશ કાળુ ચૌધરી બંને મિત્રો હતા પરંતુ બાળકીને રમાડવા બાબતે બોલાચાલી થતા રમેશ ચૌધરીએ રવિદાનનું કાશળ કાઢી નાખ્યું હતું. સમગ્ર મામલે હાલ પોલીસે રમેશ કાળુ ચૌધરીની ધરપકડ કરી કાયદેસરની કામગીરી હાથ ધરી છે



whatsapp ad White Font big size 2 4 બળાત્કાર એ બળાત્કાર છે, ભલે પતિ પત્ની સાથે કરે: ગુજરાત હાઈકોર્ટ


આ પણ વાંચો:નિલેશના નખરા બાદ કોંગ્રેસમાંથી સસ્પેન્ડ, ગમે ત્યારે કરશે કેસરિયા…..

આ પણ વાંચો:મતદાન જાગૃતિની અનોખી પહેલ, મતદાન કરવા બદલ મતદારોને મળશે સારું ઈનામ, જાણો વિગત અને કરો મતદાન

આ પણ વાંચો:છૂટાછેડા માંગનારા પતિને પત્નીનું બોસ સાથે ફિલ્મ જોવા જવું ન ગમ્યું, રસ્તા પર બોસ-પત્નીને માર્યા

આ પણ વાંચો:કાંકરીયા તળાવમાં બંધ થયેલ વોટર એક્ટિવિટી આજથી શરૂ, 1 જ દિવસમાં બદલાયો નિર્ણય, જાણો કેમ