સૌરાષ્ટ્ર યુનિવસિર્ટીનો 53મો પદવીદાન સમારંભ આગામી તા.8ને શનિવારે સવારે 11-30 કલાકે સૌરાષ્ટ્ર યુનિવસિર્ટીના કુલપતિ આેમ પ્રકાશ કોહલીના અધ્યક્ષસ્થાને ગુજરાત રાજ્યના રાજ્યકક્ષાના શિક્ષણમંત્રી વિભાવરીબેન દવેની ખાસ ઉપસ્થિતિમાં યોજાનાર છે. આ કાર્યક્રમમાં સૌરાષ્ટ્ર યુનિવસિર્ટીની 14 વિદ્યાશાખાના 49888 વિદ્યાર્થીઆેને પદવીઆે તથા ગોલ્ડમેડલ એનાયત કરવામાં આવશે.
સૌરાષ્ટ્ર યુનિવસિર્ટીના 53મા પદવીદાન સમારોહમાં ડાયસ પર બિરાજમાન સૌ મહેમાનો ભારતીય પરંપરા મુજબ પરિધાનમાં સજ્જ થઈ પદવીદાન સમારોહમાં ભાગ લેશે.
સૌરાષ્ટ્ર યુનિવસિર્ટી કેમ્પસ ખાતે યોજાનારા 53મા પદવીદાન સમારંભનું વેબકાસ્ટિંગ કરવામાં આવશે જેની લીક સૌરાષ્ટ્ર યુનિવસિર્ટી વેબસાઈટ પર મુકવામાં આવનાર છે.
જે વિદ્યાર્થીઆે પદવીદાન સમારંભમાં રૂબરૂ હાજર રહી પદવી પ્રમાણપત્ર લેવા માટે આેનલાઈન રજિસ્ટ્રેશન કરાવેલ નથી તેવા વિદ્યાર્થીઆે, તેમના વાલીઆે તથા સંબંધકતાર્આેને પદવીદાન સમારંભનું આેનલાઈન વેબકાસ્ટિંગનો લાભ લેવા અનુરોધ છે.