Not Set/ એટીએમથી તમારા નાણાં આ રીતે ચોરી કરવામાં આવે છે, જુઓ વીડિયો

આજે દેશમાં મોટા ભાગનાં સેક્ટરમાં મંદી હાવી થઇ રહી હોય તેવુ જાણકારોનું કહેવુ છે. ત્યારે આવા કપરા સમયમાં તમારા જો તમારા નાણાં ચોરાઇ જાય ત્યારે તમે શું કરશો. તમે સીધા પોલીસ સ્ટેશન જઇને પોલીસ ફરિયાદ કરશો. પરંતુ જો તે પહેલા જ તમે સાવચેત થઇ જાઓ તો! જી હા અમે તમને દેશનાં ઘણા રાજ્યોમાં સક્રિય ફ્રોડ […]

Top Stories India
photovisi download એટીએમથી તમારા નાણાં આ રીતે ચોરી કરવામાં આવે છે, જુઓ વીડિયો

આજે દેશમાં મોટા ભાગનાં સેક્ટરમાં મંદી હાવી થઇ રહી હોય તેવુ જાણકારોનું કહેવુ છે. ત્યારે આવા કપરા સમયમાં તમારા જો તમારા નાણાં ચોરાઇ જાય ત્યારે તમે શું કરશો. તમે સીધા પોલીસ સ્ટેશન જઇને પોલીસ ફરિયાદ કરશો. પરંતુ જો તે પહેલા જ તમે સાવચેત થઇ જાઓ તો! જી હા અમે તમને દેશનાં ઘણા રાજ્યોમાં સક્રિય ફ્રોડ વિશે જણાવવા જઇ રહ્યા છીએ.

atmmmm એટીએમથી તમારા નાણાં આ રીતે ચોરી કરવામાં આવે છે, જુઓ વીડિયો

તમારા મોટા ભાગનાં નાણાં તમે બેંકમાં જ રાખવા સુરક્ષિત સમજો છો. જ્યારે જરૂર પડે ત્યારે તમે તમારા નાણાંને એટીએમથી ઉપાડો છો. પરંતુ અહીથી જ ફ્રોડ લોકોનું કામ શરૂ થાય છે. આપને જણાવી દઇએ કે, એટીએમ છેતરપિંડીનો એક કિસ્સો સામે આવ્યો છે, જેના પર તમે વિશ્વાસ કરી શકશો નહી. આ છેતરપિંડીનો એક વીડિયો સામે આવ્યો છે, જેમા બતાવવામાં આવ્યું છે કે, તમારા ડેબિટ કાર્ડને એટીએમ પરના કેમેરા અને ચિપ સેટ દ્વારા કેવી રીતે ક્લોન કરી શકાય છે. તમે ડેબિટ કાર્ડ ક્લોનીંગનાં ઘણા કિસ્સાઓ સાંભળ્યા હશે, જેમા તમારા સંબંધી અથવા પાડોશીનાં ડેબિટ કાર્ડની હજારો અને કેટલીક વાર લાખો રૂપિયાની ઉચાપત થાય છે. જ્યારે તે વ્યક્તિનું કાર્ડ તેની પાસે જ હોય છે.

ખરેખર, આ છેતરપિંડી ડેબિટ કાર્ડ ક્લોનીંગ દ્વારા કરવામાં આવે છે. આવો જ એક કિસ્સો નવી દિલ્હીનાં અર્જુન નગરથી સામે આવ્યો છે. જ્યા એટીએમ મશીનમાં કાર્ડ ક્લોનીંગ ટૂલ્સનો ઉપયોગ કરવામાં આવ્યો હતો. છેતરપિંડી કરનારાઓએ એટીએમમાં કેમેરો છુપાવ્યો હતો. આ વીડિયો ઉત્તર પ્રદેશ પોલીસનાં એએસપી રાહુલ શ્રીવાસ્તવે શેર કર્યો છે. ભારતમાં કાર્ડ ક્લોનીંગ દ્વારા છેતરપિંડીનો મામલો ખૂબ જ સામાન્ય બની ગયો છે, ઘણા લોકો તેનો શિકાર બને છે, પરંતુ તેનાથી ઓછા લોકો જાગૃત છે. આ સાથે, કાર્ડ ક્લોનીંગ ડિવાઇસ કેવી હોય છે તે પણ લોકો જાણતા નથી. આ ઉપકરણોની મદદથી, છેતરપિંડી કરનારાઓ તમારો એટીએમ પિન નંબર અને કાર્ડની માહિતી મેળવે છે. કોઈપણ એટીએમમાં ​​જતા પહેલાં તમારે આ એટીએમ તપાસવું જ જોઇએ.

એટીએમ સ્કીમિંગ અથવા ડેબિટ કાર્ડ ક્લોનીંગ બંનેમાં, યૂઝર્સનાં કાર્ડની ડિટેઇલ ચોરી કરી તેમના બેંક એકાઉન્ટ્સમાંથી માહિતી ચોરી કરવામાં આવે છે. ગુનેગારો એટીએમ કાર્ડ સ્લોટ મશીન અથવા પીઓએસ ટર્મિનલમાં એક નાના ઉપકરણને ઇન્સ્ટોલ કરે છે, જેને સ્કીમર કહે છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે

તમે અમને ફેસબુકટ્વીટરઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો “મંતવ્ય ન્યૂઝ ની નવી મોબાઇલ એપ્લિકેશન.