દુષ્કર્મ/ પતિ સાથે ઝગડો થતાં યુવતી મામાના ઘરે ગઇ, અને મામાએ જમવામાં દવા ભેળવી કર્યું કુકર્મ

વડોદરા ખાતે રહેતી એક પરિણીતાને પોતાના પતિ સાથે અણબનાવ થતાં પોતાના મામા ના ઘરે રેહવા માટે આવી હતી. જ્યાં મામાની નજર પોતાની ભાણી ઉપર બગડી હતી. અને તેણીના જમવામાં  માદક પદાર્થ ભેળવી દુષ્કર્મ કર્યું હતું. 

Gujarat Vadodara
LEGAL.MARITALRAPE.www .goastreets.com e1570965244788 પતિ સાથે ઝગડો થતાં યુવતી મામાના ઘરે ગઇ, અને મામાએ જમવામાં દવા ભેળવી કર્યું કુકર્મ
  • વડોદરામાં વધુ એક દુષ્કર્મની ફરિયાદ
  • મામાના ઘરે ગયેલી યુવતી પર દુષ્કર્મ
  • મામાએ જ આચર્યું યુવતી પર દુષ્કર્મ
  • જમવામાં નશીલો પદાર્થ ભેળવી દુષ્કર્મ
  • પતિ સાથે ઝગડો થતાં યુવતી મામાના ઘરે ગઇ હતી
  • યુવતીએ પોલીસ મથકમાં નોંધાવી ફરિયાદ

આજના ડિજિટલ યગમાં લોકોની માનસિકતા છીછરી બાઈ ગઈ છે. સંબંધોની મર્યાદા લગભગ હવે પૂરી થવાના આરે છે. અવાર નવાર પિતા-પુત્રી, ભાઈબહેન અને કાકા-ભત્રીજી, તો મામા ભાણીના સંબંધોને લજવતી ઘટનાઓ  સમાજમાં છાસવારે જોવા મળે છે. ત્યારે વડોદરા ખાતે આવી જ એક ઘટના બની છે. જેમાં સગા  મામાએ પોતાની ભાણી ઉપર જ બળાત્કાર ગુજાર્યો છે.

પ્રાપ્ત વિગતો અનુસાર વડોદરા ખાતે રહેતી એક પરિણીતાને પોતાના પતિ સાથે અણબનાવ થતાં પોતાના મામા ના ઘરે રેહવા માટે આવી હતી. જ્યાં મામાની નજર પોતાની ભાણી ઉપર બગડી હતી. અને તેણીના જમવામાં  માદક પદાર્થ ભેળવી દુષ્કર્મ કર્યું હતું.

 પોલીસ દ્વારા પ્રાપ્ત માહિતી અનુસાર 36 વર્ષીય મહિલાના લગ્ન 18 વર્ષ પહેલા થયા હતા. દરમિયાન પોતાના પતિ સાથે ઝઘડો થતા તે સાવલી તાલુકામાં રહેતા પોતાના કૌટુંબિક મામાના ઘરે રહેવા આવી હતી. મામાના ઘરે શરૂઆતના પાંચ દિવસ સારી રીતે વિત્યા હતાં. પરંતુ એક દિવસ રાતના સમયે મામા ભાણી માટે જમવાનું લાવ્યાં હતાં.અને જમ્યા બાદ યુવતી અર્ધબેભાન થઈ ગઈ હતી. અને પછી રાતે જ મામાએ ભાણી પર દુષ્કર્મ ગુજાર્યું હતું. અને પછી આશરે 10 દિવસ સુધી ભાણી પોતાના મામાના ઘરે રોકાઈ હતી અને આ દરમિયાન મામા જ્યારે બહારથી જમવાનું લાવે ત્યારે મહિલા તે જમવાનું જમતા જ અર્ધબેભાન થઈ જતી અને મામા તેની સાથે દુષ્કર્મ કરતા હતાં.​​​​​​​ ત્યાર બાદ યુવતી કોઈને જાણ કર્યા વિના મામા ના ઘરેથી જતી રહી હતી. અને પછી અન્ય મહિલાઇ સમજાવતથી મામા વિરુધ્ધ કાર્યવાહી કરવા સહમત થઈ હતી.

યુવતીએ પોતાની પર દુષ્કર્મ આચરનારા મામાને પાઠ ભણાવવા માટે પોતાના પતિ અને મિત્રો સાથે મામાના ઘરે પહોચી હતી. કહ્યા વિના જતી રહેલી ભાણીને અચાનક જ ઘરે આવેલી જોઈને હવસખોર મામો ડરી ગયો હતો અને ભાગવા જતા તે જમીન પર પટકાયો હતો.જેમાં નરાધમના પગે મચકોડ આવી જતા તે ચાલી પણ શકતો ન હતો. દરમિયાન યુવતી અને તેના પતિએ નરાધમ મામાને પકડીને ભાદરવા પોલીસ મથક લઈ આવ્યાં હતાં.જ્યાં યુવતીએ પોલીસ સમક્ષ આખી આપવીતી જણાવી તેના મામા વિરૂધ્ધ ગુનો દાખલ કરાવ્યો હતો. પોલીસે હવસખોર મામાની ધરપકડ કરી  હતી.