Not Set/ #કાળમુખોકોરોના/ એક જ પરિવારના બે સગાભાઈનો લીધો ભોગ, બંને ભાઈઓ હતા પોલીસકર્મી

અનલોક 1.0 માં કોરોના વાઇરસે માઝા મૂકી છે. રાજ્યમાં સતત કોરોના કેસમાં વધારો જોવા મળી રહ્યો છે. અત્યાર સુધીમાં રાજ્યમાં કોરોના કેસની સંખ્યા 20૦૦૦ને પાર પહોંચી ચુકી છે. ત્યારે આજે અમદાવાદ પોલીસબેડા માટે વધુ એક દુખદ સમાચાર આવ્યા છે. વધુ એક પોલીસ કર્મીએ કોરોના ને કારણે પોતાનો જીવ ગુમાવ્યો છે. તેનાથી પણ વધુ દુખદ બાત […]

Ahmedabad Gujarat
62eabc2a05b60e57a0e125c14397865e #કાળમુખોકોરોના/ એક જ પરિવારના બે સગાભાઈનો લીધો ભોગ, બંને ભાઈઓ હતા પોલીસકર્મી
62eabc2a05b60e57a0e125c14397865e #કાળમુખોકોરોના/ એક જ પરિવારના બે સગાભાઈનો લીધો ભોગ, બંને ભાઈઓ હતા પોલીસકર્મી

અનલોક 1.0 માં કોરોના વાઇરસે માઝા મૂકી છે. રાજ્યમાં સતત કોરોના કેસમાં વધારો જોવા મળી રહ્યો છે. અત્યાર સુધીમાં રાજ્યમાં કોરોના કેસની સંખ્યા 20૦૦૦ને પાર પહોંચી ચુકી છે. ત્યારે આજે અમદાવાદ પોલીસબેડા માટે વધુ એક દુખદ સમાચાર આવ્યા છે. વધુ એક પોલીસ કર્મીએ કોરોના ને કારણે પોતાનો જીવ ગુમાવ્યો છે.

તેનાથી પણ વધુ દુખદ બાત એ છે કે આજ પોલીસ કર્મીના સગા ભાઈ કે જે પણ પોલીકર્મી જ હતા તેમનું પણ કોરોના ને કારને હાલ માં જ મોત થયું હતું. બંને ભાઈઓના મોતથી પોલીસ બેડામાં શોકની લાગણી છવાઈ ગઈ છે. આ બંને ભાઈ સિવાય પોલીસ બેડામાં અનેક પોલીસ કર્મી કોરોના સામે જંગ હારી ગયા છે.

મળતી માહિતી પ્રમાણે ટ્રાફિક પોલીસમાં ફરજ બજાવતા મુકેશ સોમભાઈનું કોરોનાના કારણે અવસાન થયું છે. મુકેશભાઈ ટ્રાફિક એલ ડિવિઝનમાં હેડ કોન્સ્ટેબલ હતા. અને કોરોનાની આ મહામારીમાં પોતાની ફરજ બજાવી રહ્યાં હતાં પરંતુ તેમની તબિયત લથડતા તેમને સારવાર માટે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા. અને સારવાર દરમ્યાન તેમનું મોત થયું છે.

નોંધનીય છે કે મુકેશભાઈના સગા ભાઈ પણ પોલીસમાં હતા અને જે કૃષ્ણનગર પોલીસ સ્ટેશનમાં હતા. પરંતુ થોડા દિવસો પહેલા તેમનું પણ કોરોનાના કારણે મોત થયું હતું. મુકેશભાઈના ભાઈ ભરતજી  pso તરીકે ફરજ પર હતા.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે
તમે અમને Facebook, Twitter, Instagram અને YouTube પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે  ડાઉનલોડ કરો “MantavyaNews” નીનવી મોબાઇલ એપ્લિકેશન.