સુરેન્દ્રનગર ન્યૂઝ/ જેલમાંથી મળ્યા મોબાઇલ, શહેરમાં મચ્યો ઉહાપોહ

સુરેન્દ્રનગરની જેલમાંથી મોબાઈલ મળતા ખળભળાટ મચ્યો છે. શહેરની સબજેલમાં ચેકિંગ દરમ્યાન 6 મોબાઇલ મળતા ચકચાર મચી જવા પામી છે.

Top Stories Gujarat Others

સુરેન્દ્રનગરની જેલમાંથી મોબાઈલ મળતા ખળભળાટ મચ્યો છે. શહેરની સબજેલમાં ચેકિંગ દરમ્યાન 6 મોબાઇલ મળતા ચકચાર મચી જવા પામી છે. સબજેલમાં અમદાવાદની ટીમ તપાસ કરી રહી હતી ત્યારે બેરેક પાસેની ગટરમાંથી મોબાઈલ મળી આવ્યા. ટીમે તમામ મોબાઈલ FSL માટે મોકલી આપ્યા છે.

સબજેલના બેરેક નંબર 1 અને 2ની પાછળની બાજુ આવેલ પ્રથમ ગટરની કુંડીમાંથી 3 મોબાઈલ મળ્યા અને ત્યારપછી વધુ તપાસ કરતા બીજી કુંડીમાંથી વધુ 3 મોબાઈલ મળ્યા. જેલમાં સજા ભોગવતા આરોપીઓની આ મોબાઈલ અંગે પૂછપરછ કરતા કોઈએ પણ કબૂલાત કરી નહી. મળી આવલે મોબાઈલ કુંડીના પાણીમાં ગરકાવ થતા બંધ હાલતમાં છે. આ મામલે સીટી એ ડિવીઝન પોલીસે ફરિયાદ નોંધાવતા વધુ તપાસ હાથ ધરાઈ છે. જેલમાં આરોપીઓ માટે મોબાઈલ પર પ્રતિબંધ હોવા છતાં 6 મોબાઈલ મળી આવતા જેલના કર્મચારીઓની પણ સંડોવણી હોવાની શંકા ઉદભવી રહી છે.હાલમાં પોલીસે આ મામલે ફરિયાદ નોંધી કાર્યવાહી હાથ ધરી છે.


whatsapp ad White Font big size 2 4 બળાત્કાર એ બળાત્કાર છે, ભલે પતિ પત્ની સાથે કરે: ગુજરાત હાઈકોર્ટ


આ પણ વાંચો: BRS નેતા કે.કવિતાને CBI આજે રાઉઝ એવન્યુ કોર્ટમાં રજૂ કરશે, દિલ્હી દારુ કૌભાંડ કેસમાં કરાઈ હતી ધરપકડ

આ પણ વાંચોઃ લોકસભા ચૂંટણી માટે પંચ પાસેથી કઈ કઈ મંજૂરી લેવી પડશે તે જાણો

આ પણ વાંચોઃઅમિત શાહ બુદ્ધિ વિહારમાં, CM યોગી કૈરાનામાં સભાને સંબોધશે