Not Set/ બિહારમાં કોન્ડોમનું ભરપૂર વિતરણ, 17 લાખથી વધુ પ્રવાસીઓને અપાયા કોન્ડોમ, જાણો શું છે કારણ

કોરોના સમયગાળા દરમિયાન બહારથી આવેલા બિહારી મજૂરોમાં આ સરકારે પરિવાર નિયોજન અભિયાન પૂર્ણ ગતિ સાથે ચલાવ્યું છે. સરકારે પરપ્રાંતિય પ્રવાસીઓમાં 17 લાખથી વધુ કોન્ડોમનું વિતરણ કર્યું છે. બિહારનાં નીતીશ સુશીલ કુમાર મોદીએ કહ્યું છે કે, એપ્રિલ મહિનામાં પ્રવાસી મજૂરો વચ્ચે ક્વોરેન્ટાઇન સેન્ટરમાં 2.14 લાખ કોન્ડોમનું વિતરણ કરવામાં આવ્યું હતું. જ્યારે મે મહિનામાં રેકોર્ડ 15.39 લાખ […]

India
1baa13356a5f73a8ae365564bdf9f79c બિહારમાં કોન્ડોમનું ભરપૂર વિતરણ, 17 લાખથી વધુ પ્રવાસીઓને અપાયા કોન્ડોમ, જાણો શું છે કારણ
1baa13356a5f73a8ae365564bdf9f79c બિહારમાં કોન્ડોમનું ભરપૂર વિતરણ, 17 લાખથી વધુ પ્રવાસીઓને અપાયા કોન્ડોમ, જાણો શું છે કારણ

કોરોના સમયગાળા દરમિયાન બહારથી આવેલા બિહારી મજૂરોમાં આ સરકારે પરિવાર નિયોજન અભિયાન પૂર્ણ ગતિ સાથે ચલાવ્યું છે. સરકારે પરપ્રાંતિય પ્રવાસીઓમાં 17 લાખથી વધુ કોન્ડોમનું વિતરણ કર્યું છે. બિહારનાં નીતીશ સુશીલ કુમાર મોદીએ કહ્યું છે કે, એપ્રિલ મહિનામાં પ્રવાસી મજૂરો વચ્ચે ક્વોરેન્ટાઇન સેન્ટરમાં 2.14 લાખ કોન્ડોમનું વિતરણ કરવામાં આવ્યું હતું. જ્યારે મે મહિનામાં રેકોર્ડ 15.39 લાખ કોન્ડોમનું વિતરણ કરવામાં આવ્યું હતું.

બિહારમાં વધી રહેલી વસ્તીથી ચિંતિત રાજ્ય સરકારે ક્વોરેન્ટાઇન સેન્ટરમાં રહેતા મજૂરો અને પ્રવાસીઓ વચ્ચે પરિવાર નિયોજન ઝુંબેશ જોરશોરથી શરૂ કરી હતી. કોન્ડોમ ઉપરાંત, લોકોને ક્વોરેન્ટાઇન સેન્ટરમાં ગર્ભનિરોધક સામગ્રીઓ પણ આપવામાં આવી હતી. સૌથી મહત્ત્વની વાત એ છે કે પરપ્રાંતિય મજૂરોએ સરકારની આ યોજનાને સ્વીકારી લીધી હતી. બહારથી આવતા પરપ્રાંતિયો કોઈ ખચકાટ વિના કોન્ડોમ લેતા રહ્યા.

ડેપ્યુટી સીએમ સુશીલ મોદીએ કહ્યું છે કે, બિહારની વસ્તી દરેક દાયકામાં 25 ટકા વધી રહી છે. બિહારમાં પરિવાર નિયોજન અભિયાને પ્રજનન દર ઘટાડવામાં મદદ મળી છે. છેલ્લા એક દાયકામાં, બિહારની અંદર આ દર 4.3 થી ઘટીને 3.2 પર આવી ગયો છે. આરોગ્ય વિભાગ દ્વારા આ અભિયાન પ્રવાસીઓ વચ્ચે મોટા પાયે ચલાવવામાં આવ્યું છે અને હજી પણ આ અભિયાન ચાલુ રાખવામાં આવ્યું છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે

તમે અમને FacebookTwitterInstagram અને YouTube પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે  ડાઉનલોડ કરો “MantavyaNews ની નવી મોબાઇલ એપ્લિકેશન.