@નિકુંજ પટેલ
બિહારમાં છેતરપિંડીનો એક નવી તરકીબ સામે આવી છે. સાયબર આરોપીઓએ ઓલ ઈન્ડીયા પ્રેગનન્ટ જોબ એજન્સી બનાવીને લોકો સાથે છેતરપિંડી શરૂ કરી છે. બિહાર પોલીસે આ કેસમાં આઠ સાયબર ગઠિયાઓની ધરપકડ કરી છે. આરોપીઓ પાસેથી પોલીસે કેટલાય મોબાઈલ અને અન્ય દસ્તાવેજો કબજે કર્યા છે.
બિહારમા નવાડા જીલ્લાની પોલીસે ઓલ ઈન્ડીયા પ્રેગનન્ટ જોબ એજન્સી બનાવીને છેતરપિંડી કરતા આઠ લોકોને ઝડપી લીધો છે. આ ગેંગના સભ્યો જે મહિલાઓને બાળકો ન હોય તેવા ભોળા લોકોનો સંપર્ક કરે છે. આ મહિલાઓને પ્રેગનન્ટ બનાવાશે અને તેના બદલામાં પૈસા આપવામાં આવશે, એમ જણાવાય છે. આ સાયબર આરોપીઓનું કહેવું છે કે જો મહિલા ગર્ભવતી થઈ જાય તો પાંચ લાખ રૂપિયા આપવામાં આવશે. કેટલાય લોકો જુઠા વાયદાઓના ચક્કરમાં છેતરપિંડીનો શિકાર બને છે.
સાયબર ગઠિયાઓ દ્વારા સૌથી પહેલા રડજીસ્ટ્રેશનના નામ પર 799 રીપિયા લેવામાં આવે છે. ત્યારબાદ સિક્યુરીટી ફી અને અન્ય નામે રૂ.5000 થી 20,000 પડાવી લેવામાં આવે છે.
સાયબર પોલીસ સ્ટેશનમાં શનિવારે એડિશનલ કમિશનર કલ્યાણ આનંદે આ ગેગં અંગે માહિતી આપી હતી. તેમણે જણાવ્યું હતું કે ગુરમા સ્થિત ઈંટના બનેલા મકાન પાસે સાયબર ક્રાઈમ રનારા 8 શક્સોને ઝડપી લેવામાં આવ્યા છે. આરોપીઓમાં શત્રુધ્ન કુમાર ઉર્ફે સોનુ કુમાર, રાજેશ કુમાર, પ્રભાત કુમાર શર્મા, કવિન્દ્ર પ્રસાદ કુમાર, ગોપાલ દાસ, અનિલ કુમાર, અજય કુમાર અને લક્ષ્મણ કુમારનો સમાવેશ થાય છે.
આરોપીઓ પાસેથી પોલીસે 9 મોબાઈલ અને એક પ્રિન્ટર કબેજ કર્યા છે. આરોપીઓને ઝડપી લેવા માટે પોલીસે એક ટીમ બનાવીને તમામ આરોપીઓને પકડી લીધા હતા.
સ્થાનિક લોકોનું કહેવું છે કે નવાડ઼ા જીલ્લામાં સાયબર ક્રાઈમના કેસ ખૂબ વધી ગયા છે. હવે દરેક ઠેકાણે સાયબર ક્રાઈમ કરનારાઓએ પોતાનું વર્ચસ્વ ઉભુ કરવાનું શરૂ કરી દીધું છે. માહોલ એ છે કે આ સાયબર ક્રાઈમમાં નાની ઉમરના યુવાનો પ્રવેશે છે. ધીમે ધીમે તેમને તાલિમ આપવામાં આવે છે અને તેમનેસાયબર ક્રાઈમ કરતા શીખવાડાય છે.
આ પણ વાંચો:a murder/ફરીદાબાદમાં હોટેલમાંથી યુવતીની હત્યા કરાયેલી લાશ મળી,સંબંધી વિરૃધ્ધ ગુનો
આ પણ વાંચો:મોટી કાર્યવાહી/જમ્મુ-કાશ્મીરમાં મુસ્લિમ લીગ પર પ્રતિબંધ બાદ હવે TeH પર પણ પ્રતિબંધ
આ પણ વાંચો:ઉત્તર પ્રદેશ/IIT BHUના વિદ્યાર્થીના કપડાં ઉતારનાર ત્રણ યુવકોની ધરપકડ, 60 દિવસ બાદ પોલીસના હાથે ઝડપાયા
